________________
ઉપરાંત, સમીક્ષાત્મક દૃષ્ટિએ જોતાં, “કાવ્યાનુશાસન'માં લક્ષણાની સ્વતંત્ર વૃત્તિ તરીકે સ્થાપના કરવાનો પ્રયાસ દેખાતો નથી; પણ લક્ષણાવૃત્તિને આપોઆપ માન્ય કરી દઈને, યાંત્રિક રીતે, અગાઉના ગ્રંથોમાંથી દાખલા, દલીલો અને ચર્ચાવિચારણા અપનાવી લેવામાં આવી છે. ખરું જોતાં, “કાવ્યાનુશાસન'માં બે જુદાં જુદાં નામોથી ચર્ચાયેલી “ગૌણી અને લક્ષણા” એ બે વૃત્તિઓ, લક્ષણા નામની એક જ અમુખ્ય વૃત્તિના બે વિભાગો જ છે.
જ્યાં સુધી લક્ષણાના ભેદોનો સંબંધ છે, શ્રી હેમચન્દ્રાચાર્યે ગૌણીવૃત્તિના બે ભેદ પાડયા છે. ૧. સારોપા અને ૨. સાધ્યવસાના; પણ લક્ષણાવૃત્તિના કોઈ ભેદ જ દર્શાવ્યા નથી. એટલે, શ્રી હેમચન્દ્રાચાર્યના મતે, લક્ષ્યાર્થ ત્રણ જ પ્રકારનો છે. લક્ષણાના આથી વિશેષ ભેદોની કે એ ભેદોની આધારભૂમિની ચર્ચા આચાર્યશ્રી કરતા નથી.
મમ્મટે લક્ષણાનું રૂઢિમૂલા લક્ષણા અને પ્રયોજનવતી લક્ષણાઓ એવું વર્ગીકરણ કર્યું છે અને પ્રયોજનવતી લક્ષણાના છ ભેદ દર્શાવ્યા છે જે આ પ્રમાણે રજૂ કરી શકાય?
લક્ષણા
રૂઢિમૂલાલક્ષણા
પ્રયોજનતી લક્ષણા
શુદ્ધ (લક્ષણા)
ગૌણ (લક્ષણા)
ઉપાદાનલક્ષણા
સારોપા લક્ષણલક્ષણા
સાધ્યવસાન. સારોપા
સાધ્યવસાના મમ્મટનું બીજું વર્ગીકરણ, લક્ષણા વ્યંગ્યસહિત છે કે વ્યંગ્યરહિત છે અને વ્યંગ્યસહિત છે તો તે ગૂઢવ્યંગ્યસહિત છે કે અગૂઢવ્યંગ્યસહિત છે એ બાબતોને પણ પ્રાધાન્ય આપે છે. આમ મમ્મટની રૂઢિમૂલો લક્ષણા ભંગ્યરહિત છે અને પ્રયોજનવતી લક્ષણા ભંગ્યસહિત છે. કારણ કે લક્ષણાનું પ્રયોજન વ્યંજનાવ્યાપારથી સમજાય છે. આમ, વ્યંગ્યના દૃષ્ટિકોણથી લક્ષણા ત્રણ પ્રકારની છે : વ્યંગ્યસહિત,
- ૧૬૮