SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ' - ‘રિક' - ‘દિશાહિતુ સાક્ષાત્યંતવિયત્વીમુક્ય વેતિ ને ટર્નફ્લેશ્યર્થસ્થ હેતુત્વેનામા ' અર્થાતું” “કુશલ (નિપુણ)”, દ્વિરેફ'(બે રેફવાળો, ભ્રમર)”, “દિકર (બે કકારવાળો, ‘કોક' (ચક્રવાક), કાક (કાગડો)) વગેરે શબ્દોના અર્થો સાક્ષાત સંકેતના વિષય થતા હોવાથી તે મુખ્યાર્થ જ ગણાય. તેથી જ અમે, “રૂઢિ એ લક્ષણાનું કારણ હોય છે એમ કહ્યું નથી”(કાવ્યાનુશાસન, અ.૧. સૂ. ૧૮ની વૃત્તિનું છેલ્લું વાક્ય). આમ, રૂઢિથી થતી લક્ષણાને શ્રી હેમચન્દ્રાર્ય માન્ય કરતા નથી. એમના મતે લક્ષણાની ત્રીજી શરત પ્રયોજન જ છે; રૂઢિ નહીં. કારણ કે શબ્દો રૂઢ છે તે ખરું. જોતાં મુખાર્થનો જ બોધ કરાવે છે; કેમ કે, રૂઢ શબ્દોનો અર્થ રૂઢિથી નક્કી થયેલો હોવાથી તેમનો બોધ અવ્યવહિતપણે, સીધેસીધો, થાય છે. આથી, કુશલ, દ્વિરેફ, ‘હિક, લાવણ્ય વગેરે શબ્દો વાચક શબ્દો જ છે. શ્રી હેમચન્દ્રાચાર્યનો આ મત નિઃશંક સ્વતંત્ર છે, મૌલિક છે, તર્કસંગત છે. એટલે જ તેઓ, વૃત્તિમાં, મમ:, અમે', એવો શબ્દ પ્રયોગ કરે છે અને વિવેક' (પૃ.૪૬) વ્યાખ્યામાં સ્પષ્ટતા કરે છે કે માત્ર અમે જ એમ કહીએ છીએ કે રૂઢિ એ લક્ષ્યાર્થનું કારણ નથી; પણ ભટ્ટમુકુલ વગેરે મીમાંસકો-અલંકારિકો એવું માનતા નથી. બલ્ક, ભટ્ટમુકુલ વગેરે તો રૂઢિને પણ પ્રયોજનરૂપે માની, તેમાંથી લક્ષણાનો ઉદ્ભવ સ્વીકારે છે. મુકુલભટ્ટ “અભિધાવૃત્તમાતૃકા - (૧૦-૫) માં કહ્યું છે કે સ્ટે: પ્રયોગનાત્ વા વ્યવહારોડોવતે 1 (‘વિવેકી, અવરણ-૧૬) અર્થાત્ લક્ષણા રૂઢિને કારણે તેમ જ પ્રયોજનને કારણે ઉદ્ભવે છે. આ શબ્દો સાથે, શ્રી હેમચંદ્રાચાર્યનું, લક્ષણા નિરૂપણ પૂરું થાય છે. શ્રી હેમચન્દ્રાચાર્યની લાક્ષણાવૃત્તિનું સીમિત ક્ષેત્ર કાવ્યાનુશાસન'માં શ્રી હેમચન્દ્રાચાર્યે ગણીવૃત્તિ તથા લક્ષણાવૃત્તિનું જે નિરૂપણ કર્યું છે તેની મમ્મટે કાવ્યપ્રકાશના બીજા ઉલ્લાસમાં લક્ષણાનું, તેના બધા પ્રકારો સાથે, જે નિરૂપણ કર્યું છે તેની સાથે, સરખામણી કરતાં અને સરખામણીના હેતુ માટે હેમચન્દ્રાચાર્યની ગૌણી અને લક્ષણો એક જ છે, કેમકે “કાવ્યાનુશાસન'(અ. ૧, સૂ. ૨૦)માં ગૌણી તથા લક્ષણાનો એક જ વ્યાખ્યામાં સમાવેશ કર્યો છે (મુરાર્થનાધતિસાપેક્ષાર્થપ્રતિમાનશuિત્નક્ષIR I) - આપણને શ્રી હેમચન્દ્રાચાર્યનું લક્ષણાનિરૂપણ સંક્ષિપ્ત જણાય છે. વળી, આચાર્યશ્રીએ લક્ષણાના ભેદ પાડ્યા નથી, અને રૂઢિમૂલા લક્ષણાની પૂરેપૂરી ઉપેક્ષા કરી છે. આ ૧૬૭
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy