SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ લક્ષ્યાર્થનો બોધ પણ થાય છે તો શબ્દથી; એટલે લક્ષણાવૃત્તિનો શબ્દમાં જ આરોપ કરવામાં આવે છે. આ કારણથી જ લક્ષણાને આરોપિત ક્રિયા કહી છે. લક્ષણા સીધી શબ્દમાં ૨હેલી નથી પણ વચમાં મુખ્યાર્થ કે વાચ્યાર્થ આવે છે. એટલે જ લક્ષણાને સાન્તરાર્થનિષ્ઠ (અર્થાત્ વાચ્યાર્થના વ્યવધાનવાળી કે વ્યવહિત) કહી છે. કાવ્યપ્રકાશની ઉદ્યોતટીકા મુજબ, લક્ષણાવ્યાપાર ‘પરંપરયા શબ્દનિષ્ઠ' છે. આ દૃષ્ટિબિંદુ, લક્ષ્યાર્થની પ્રતીતિ તબક્કાઓ પર આધારિત છે. આ તબક્કાઓ છે (૧) ગંગાશબ્દપ્રતીતિ (૨) ગંગાપ્રવાહપ્રતીતિ અને (૩) ગંગાતીરપ્રતીતિ. ગંગાતીરપ્રતીતિની તતર જ પહેલાં ગંગાપ્રવાહપ્રતીતિ છે અને તેથી ગંગાતીરપ્રતીતિ ઉત્પન્ન કરાવતી શક્તિ ગંગાપ્રવાહપ્રતીતિમાં રહેલી છે - અને ગંગાપ્રવાહપ્રતીતિ એ તો વાચ્યાર્થ છે. શ્રી હેમચન્દ્રાચાર્યનાં અર્થપૂર્ણ ઉમેરણો.... આનંદવર્ધન, અભિનવગુપ્ત, મમ્મટ આદિ પૂર્વાચાર્યોનાં મંતવ્યો અને ઉદ્ગારો પોતાના ગ્રંથમાં સમાવી લઈને શ્રી હેમચન્દ્રાચાર્યે દર્શાવ્યું છે કે મહત્ત્વના કાવ્યશાસ્ત્રીય સિદ્ધાન્તો અંગે પોતે સ્વીકૃતિ-સહમતિ વ્યક્ત કરે છે. આ રીતે, સાહિત્યશાસ્ત્રના ક્ષેત્રમાં અનેક દિગ્ગજ ગ્રંથકારોના મહાન અનુગામી હોવાનો યશ આચાર્યશ્રીને પ્રાપ્ત થયો છે. ઘણા પ્રાચીન સાહિત્યશાસ્ત્રના ક્ષેત્રે પોતે કોઈ નવું પ્રસ્થાન નથી કરી શકતા તેમ છતાં, શ્રી હેમચન્દ્રાચાર્ય, આ ગ્રંથમાં, કેટલાંક નાનાં પણ અર્થપૂર્ણ ઉમેરણો અને અવનવાં સંશોધનો અવશ્ય પ્રસ્તુત કરે છે. ગૌણાર્થની સ્વતંત્ર અર્થ તરીકે માવજત કરવામાં આ વાતની સચ્ચાઈ પરખાય છે અને રૂઢિમૂલા લક્ષણાનો સંપૂર્ણ અસ્વીકાર કરવાની બાબતમાં શ્રી હેમચન્દ્રાચાર્યનું મૌલિક, સ્વતંત્ર દૃષ્ટિબિંદુ દાદ માગી લે છે. મમ્મટે લક્ષણાને રૂઢિમૂલા અને પ્રયોજનવતી એમ બે પ્રકારની માની છે. ‘કુશલ’ શબ્દમાં રૂઢિને કા૨ણે લક્ષણા છે એમ મમ્મટ કહે છે. એ જ રીતે ‘દ્વિરેફ' (ભ્રમર, બે રકારથી યુક્ત) ‘ક્રિક’ (કાગડો, ‘કાક’; બે કકારથી યુક્ત) વગેરે શબ્દો રૂઢિમૂલા લક્ષણાના દાખલા ગણાય છે, કેમકે, તેમનો મૂળ અર્થ કે વાચ્યાર્થ લુપ્ત થઈ ગયો છે અને હવે એ શબ્દો બીજો નવો અર્થ આપે છે જે તેમનો મૂળ અર્થ નથી. અને સ્વતંત્ર વૈચારિક ભૂમિકા પણ શ્રી હેમચન્દ્રાચાર્ય, મમ્મટના મતની પુષ્ટિ કરતા નથી; એટલું જ નહીં, પણ, પોતાનો મૌલિક તેમજ સ્વતંત્ર અભિપ્રાય આપે છે કે ૧૬૬ ....
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy