________________
વર્તારમુવર્યત સ ગોડથ યત્ર તુ ન તથા ૪ નફ્ટ તિ વિવે: ' અર્થાત્ “અહીં (ગૌણાર્થ- લક્ષ્યાર્થીની બાબતમાં) જે સ્થળે એક વસ્તુ પર બીજી વસ્તુનો આરોપ કરાય છે તે સ્થળે ગૌણ અર્થને પ્રયોગ હોય છે; અને જે સ્થળે આવું નથી હતું ત્યાં લક્ષ્યાર્થીનો પ્રયોગ હોય છે. આવો ગૌણાર્થ અને લક્ષ્યાર્થ એ બે અર્થોમાં ફરક સમજવાનો છે. બાકી ગૌણાર્થ - લક્ષ્યાર્થ બધી રીતે સમાન છે. કાવ્યપ્રકાશ(૨.૧૩ની વૃત્તિ)માં મમ્મટના ૩૫ારે મિશ્રિતત્વ એટલે કે “ઉપચારનું મિશ્રણ ન હોવાથી એ શબ્દોનું વિવરણ કરતાં, માણિજ્યચંદ્ર આ જ શબ્દો વાપરે છેઃ
'उपचारेणेति । यथा गौर्वाहीक इत्यत्र वस्त्वन्तरे वस्त्वन्तरमुपचर्यते' - અહીં આરોપના અર્થમાં ઉપચાર સમજાવ્યો છે. એટલે જ્યાં આરોપ હોય ત્યાં ગૌણી, જ્યાં આરોપ ન હોય ત્યાં લક્ષણા. આમ તો લક્ષણાની વ્યાખ્યામાં જ (કા.પ્ર. ૨.૧૨માં) મમ્મટે લક્ષણાને આરોપિતા ક્રિયા કહી છે. અને લક્ષણાના (૧) શુદ્ધા અને (૨) ગૌણી બન્ને ભેદોમાં, સારોપા (આરોપ સાથેની) લક્ષણાને પટાભેદ પાડયો છે જે ગૌણી સારોપા(વહી:) અને શુદ્ધસારોપા (માયુષ્કૃતમ્) તરીકે ઓળખાય છે. “લક્ષણા આરોપિતા ક્રિયા”
લક્ષણાને મમ્મટે ‘આરોપિતા ક્રિયા' ઉહી છે - તક્ષા બારોfપતા ક્રિયા (કા.પ્ર. ૨.૧૨), તે, લક્ષણાને શબ્દવૃત્તિ ગણીને કહી છે. પણ ખરું જોતાં લક્ષણાશક્તિ શબ્દમાં રહેલી નથી પણ શબ્દના વાચ્યાર્થમાં રહેલી છે. અર્થાતું, લક્ષણા એ અર્થની શક્તિ છે, અર્થવૃત્તિ છે; શબ્દની શક્તિ નથી, શબ્દવૃત્તિ નથી. આમ, ગંગાયાં ઘોષ” એ ઉદાહરણમાં, લક્ષણા “ગંગા' શબ્દમાં રહેલી છે એમ આપણે કહીએ છીએ. પણ, સાચું કહીએ તો, લક્ષણા, “ગંગા' એ શબ્દના વાચ્યાર્થ, “ગંગાપ્રવાહમાં રહેલી છે. આમ લક્ષણ એ શબ્દ ઉપર કેવળ આરોપિત કરેલી વૃત્તિ છે; જ્યારે ખરેખર એ શબ્દના વાચ્યાર્થની શક્તિ છે. મમ્મટે ઉપરોક્ત સૂત્રની વૃત્તિમાં “બાપfપતિઃ શવ્યાપIR: સાન્તરાર્થાનિકો સૂક્ષણા' એમ કહ્યું છે. એનો અર્થ એ છે કે લક્ષણાવ્યાપાર શબ્દનો સ્વાભાવિક વ્યાપાર નથી પણ આરોપિત વ્યાપાર છે અને તે વાચ્યાર્થના વ્યવધાનપૂર્વક શબ્દ સાથે જોડાયેલો છે. અભિથા એ શબ્દની સ્વાભાવિક શક્તિ છે, સીધી શક્તિ છે, અવ્યવહિત શક્તિ છે; પણ લક્ષ્યાર્થ વાચક શબ્દ વડે સીધો સમજાતો નથી. પહેલાં વાચ્યાર્થ સમજાય, પછી તે બાધિત થાય; તેમાંથી તેની સાથે સામીપ્ય, સાહચર્ય, સાદશ્ય વગેરે સંબંધ ધરાવતો અર્થ ગ્રહણ કરાય છે. અર્થાત્, મુખ્યાર્થમાંથી
૧૬૫