SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ છેલ્લીઝિર્વિશેષો' અર્થાત “શબ્દની અભિધા શક્તિ(વાચ્યાર્થ), વિશેષ્ય(વ્યક્તિ) સુધી પહોંચતી નથી; કેમ કે, અભિધાશક્તિ તો વિશેષણ(જાતિ)નો (મુખાર્થન) બોધ કરાવીને ક્ષીણ થઈ જાય છે, ખતમ થઈ જાય છે,” એવું શાસ્ત્ર કહે છે. એટલે શબ્દથી, જાતિ અને વ્યક્તિ એ બન્ને એક પછી એક કહી શકાતી નથી- ‘શબ્દવૃદ્ધિvi વિર ચાંપરામાવત્' એ ન્યાયે. ઉપરાંત, ૌનુવચ્ચઃ એ ઉદાહરણમાં લક્ષ્યાર્થ માટે પ્રયોજન પણ નથી. અવિનાભાવ કે નિત્ય સંબંધ તથા આક્ષેપ કે અનુમાનથી લક્ષ્યાર્થ પ્રાપ્ત થતો હોય તો તો “ચિંતામ્ (કરો) એ અર્થની સાથે કર્તા, લક્ષ્યાર્થ તરીકે પ્રાપ્ત થશે; અને રુ (કર)' એમ કહેતાં કર્મ એવો લક્ષ્યાર્થ પ્રાપ્ત થશે; ‘વિશ(પ્રવેશ કરી એમ કહેતાં પૃદં(ઘરમાં) અને 'પિન્કમ્ (પેડો)' એમ કહેતાં “અક્ષય (ખા) વગેરેનો લક્ષ્યાર્થ સમજાશે. અને પનો ટેવો તિવાર મું', “જાડો દેવદત્ત દિવસે ખાતે નથી' વગેરે વાક્યોમાં પણ “જાડાપણાથી રાત્રિભોજન એ લક્ષ્યાર્થ પ્રાપ્ત થતો નથી; પણ, અર્થાપતિ એ પ્રમાણ વડે રાત્રિભોજન આક્ષેપથી કે અનુમાનથી સમજાય છે. મુકુલભટ્ટનામતના ખંડનરૂપ આ પરિચ્છેદમાં, શ્રી હેમચન્દ્રાચાર્યે‘રનુવચ્ચ:' અને ‘પીનો ટુવો ફિવા ન મું' એ બે ઉદાહરણો લક્ષ્યાર્થનાં છે એવી દલીલને રદિયો આપ્યો છે અને બતાવ્યું છે કે આ બન્ને ઉદાહરણોમાં લક્ષણાની મહત્વની શરત- પ્રયોજન જ મોજૂદ નથી; કે નથી એમાં કોઈ રૂઢિ (રૂઢિમૂલા લક્ષણામાં મુખ્યાર્થ પૂરેપૂરો છોડી દેવાય છે; અહીં તો ગોત્વ, ગોવ્યક્તિમાં મોજૂદ છે). એટલું જ નહીં, આક્ષેપ, અનુમાન કે અર્થપત્તિ એ પ્રમાણોથી બન્ને ઉદાહરણોનો અર્થ સમજી શકાય છે. આથી મુકુલ ભટ્ટ (કે ઉદ્યોતકાર કહે છે તેમ મંડન મિશ્ર) આ બન્ને દાખલા લક્ષ્યાર્થના છે એમ કહે છે તે અયથાર્થ છે. કેમ કે અનુમાન કે અર્થપત્તિ અથવા ધૃતાર્થપત્તિથી આ બન્ને ઉદાહરણોની અર્થસંગતિ થાય છે. કુમારિલભટ્ટ. કહ્યું છે કે “શાબ્દી હિ આકાંક્ષા શબ્દનૈવ પૂર્યત એટલે કે, શબ્દથી ઉત્પન્ન થતી આકાંક્ષાની શબ્દથી જપૂર્તિ થાય છે. એટલે જ, “કરો', “કર’, ‘પ્રવેશ', “પેડો' વગેરે શબ્દોનો અર્થ “કર્તા', “કર્મ', “ઘરમાં”, “ખા' એ શબ્દોથી જ પૂરો સમજાય છે. આમ, મુકુલ ભટ્ટ રજૂ કરેલા દાખલાઓમાં લક્ષ્યાર્થ નથી.૩૮ ગૌણાર્થ અને લક્ષ્યાર્થની ભેદરેખા અઢારમા સૂત્રની વૃત્તિ પૂરી કરતાં પહેલાં ગ્રંથકાર ગૌણ અર્થ અને લક્ષ્યાર્થના પાયાના ભેદ વિશે સૂત્રાત્મક વિધાન કરે છેઃ “દ ૨ યત્ર વર્તતો ૧૬૪
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy