SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૨, સૂ. ૧૧, વૃત્તિ)માં થયેલું મુકુલ ભટ્ટના મતનું ખંડન, રજૂ કર્યું છે અને સિદ્ધ કર્યું છે કે લક્ષણા એ સ્વતંત્ર શબ્દવ્યાપાર છે અને એનો અર્થપત્તિ વગેરે તાર્કિક પ્રમાણો સાથે ગોટાળો કરવો જોઈએ નહીં. “અભિધાવૃત્તમાતૃકા'ના લેખક શ્રી મુકુલ ભટ્ટ, શબ્દની શક્તિઓની ચર્ચા કરતાં, “ગૌરનુબધ્ધ” અને “પીનો ફેવો વિવારે મું' એ બે વાક્યોને ઉપાદાનલક્ષણાનાં ઉદાહરણ તરીકે રજૂ કર્યા છે. મમ્મટના મતે લક્ષણાના શુદ્ધા અને ગૌણી એવા બે મુખ્ય ભેદ છે. આમાંથી શુદ્ધા લક્ષણાના ચાર પેટાભેદ છેઃ (૧) ઉપાદાનલક્ષણા, (૨). લક્ષણલક્ષણા (3) સારોપા અને (૪) સાધ્યવસાના; જ્યારે ગૌણીલક્ષણાના બે પેટાભેદ છેઃ (૧) સારોપા અને (૨) સાધ્યવસાના. આમ, મમ્મટના મતે, લક્ષણાના કુલ છ પ્રકાર છેઃ નક્ષTI તે વિધા ! (કા.પ્ર. લે.રે., . સૂ. ૧૨). શુદ્ધા લક્ષણાના પ્રથમ પ્રભેદ ઉપાદાનલક્ષણામાં વાચ્યાર્થ બિલકુલ છોડી દેવાતો નથી, પરંતુ વાચ્યાર્થના ઉમેરા રૂપે લક્ષ્યાર્થ આવે છે; દા.ત. “ભાલા પ્રવેશે છે.” આ વાક્યમાં ‘ભાલાનો વાચ્યાર્થ રદ નથી થતો; પણ તેમાં ઉમેરો કરી, “ભાલા સાથેના પુરુષો (કુન્તવન્તઃ) એવો લક્ષ્યાર્થ લેવાય છે. શુદ્ધા લક્ષણાના બીજા પેટાપ્રકાર લક્ષણ-લક્ષણામાં વાચ્યાર્થને છોડી દેવો પડે છે, જેમ કે “ગંગા પરનો નેસડો” અહીં ‘ગંગાપ્રવાહ એ વાચ્યાર્થ છોડીને, “ગંગાતટ’ (લક્ષ્યાર્થ) લેવામાં આવે છે. આ કારણથી જ ઉપાદાનલક્ષણાને કેટલાક “અજયસ્વાર્થી' (વાચ્યાર્થને ન છોડતી) લક્ષણા કહે છે, પણ લક્ષણલક્ષણાને, “વાચ્યાર્થને છોડી દેતી' (જયસ્વાર્થા) લક્ષણા, કહે છે. મમ્મટે કાવ્યપ્રકાશ(૨.૧૩)માં ઉપાદાનલક્ષણાની ચર્ચા દરમિયાન, ઉચિત રીતે જ મુકુલ ભટ્ટનાં ‘ૌરનુવ:' (ગોધાનો વધ કરવો જોઈએ) અને ‘પીનો તેવો વિવાર છે' (જાડો દેવદત્ત દિવસે ખાતો નથી) એ બે ઉદાહરણો લઈ, એ ઉદાહરણો ઉપાદનલક્ષણાનાં નથી એમ કહી, મુકુલ ભટ્ટના મતનું ખંડન કર્યું છે. પણ, શ્રી હેમચન્દ્રાર્થે, લક્ષ્યાર્થની મૂળ વિભાવના સ્પષ્ટ કરવાના હેતુથી જ, વૃત્તિમાં જરૂરી ફેરફાર સાથે, મુકુલ ભટ્ટના મતના ખંડનને લગતો પરિચ્છેદ રજૂ કર્યો છે. એ વૃત્તિ-અંશનો અર્થ આ પ્રમાણે છે : “રનુવચ્ચઃ (ગોધાનો વધ કરવો) એ વાક્યને (લક્ષ્યાર્થના) દાખલા તરીકે રજૂ કરવું જોઈએ નહીં. અહીં શ્રુતિમાં(વેદમાં) આજ્ઞારૂપે કહેલું, વધા કરવાનું કાર્ય, બળદ(ગોધો) જાતિ (મુખ્યાર્થી માટે સંભવતું નથી. માટે જાતિની સાથે નિત્ય સંબંધથી, “અભિનાભાવ સંબંધથી રહેતી વ્યક્તિનું અનુમાન થાય છે; શબ્દ વડે વ્યક્તિનું જ્ઞાન થતું નથી - કેમ કે, “વિષ્ય નામધા ૧૬૩
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy