________________
ગંગાતટ’ એની સાથે સંબંદ્ધ છે. તેથી પ્રવાહ અને તીરના અભેદ(તત્ત્વન)થી લક્ષ્યાર્થ પ્રતીત થાય છે. આ કારણથી જ ગ્રંથકારે ગૌણાર્થ-(સૂ. ૧૭)ની વ્યાખ્યામાંના ભેદભેદાભ્યામારોપિત” એ શબ્દોને બદલે લક્ષ્યાર્થ-(સૂ. ૧૮)ની વ્યાખ્યામાં તત્ત્વન તક્ષ્યમાળ એવા શબ્દો યોજ્યા છે. લક્ષણાની પ્રક્રિયા
યાં પોપ:' તથા 'ન્તા: પ્રવિરતિ' એ બે ઉદાહરણોમાં, મુખ્યાર્થબોધ, નિમિત્ત(સંબંધો અને પ્રયોજન એ ત્રણ શરતોનું પાલન કરીને, લક્ષ્યાર્થ કેવી રીતે પ્રાપ્ત થાય છે એ બાબતની સમજૂતી આપવા માટે શ્રી હેમચન્દ્રાચાર્ય “વૃત્તિ'માં કહે છે કે, કેમ કે, ગંગાપ્રવાહમાં નેસડો બાંધી શકાય નહીં અને ભાલા આપમેળે પ્રવેશ કરી શકે નહીં, તેથી “ગંગા” તથા “ભાલા” એ બન્નેના મુખ્યાર્થનો બાધ થાય છે અને એ બન્ને શબ્દોના મુખ્યર્થને છોડી દેવો પડે છે. પછી, ગંગાતટનો ગંગાપ્રવાહ સાથે સામીપ્ય સંબંધ હોવાથી અને ભાલાનો ભાલાધારી પુરુષો સાથે સાહચર્ય સંબંધ હોવાથી, “ગંગાતટ” તથા “કુન્તવન્તઃ (ભાલાધારી પુરુષો) એ અર્થ ઉદ્ભવે છે. એ અર્થ એવી રીતે પ્રતીત થાય છે જેથી, અનુક્રમે ગંગાની શીતળતા તથા પવિત્રતા અને ભાલાની દ્રતા, ભયંકરતા, વ્યંજિત થાય છે જે આ લક્ષણાનું પ્રયોજન છે. હરકોઈ અર્થને લક્ષ્યાર્થ ન કહેવાય
શ્રી હેમચન્દ્રાચાર્યે ગૌણાર્થ તથા લક્ષ્યાર્થની વ્યાખ્યામાં, બીજી શરત તરીકે, “નિમિત્ત' એ શબ્દનો પ્રયોગ કર્યો છે. એનો અર્થ એ છે કે મુખ્યાર્થ તથા લક્ષ્યાર્થ વચ્ચે સંબંધ હોવો જોઈએ. મુખાર્થ સાથેના આ સંબંધને તદ્યોગ કે અભિધેય- * સંબંધ પણ કહે છે. આ શરતનું પાલન બહુ જ જરૂરી છે. કેમ કે, વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે સંબંધ જ ન હોય તો, દરેક અર્થ, લક્ષ્યાર્થ બની જાય. આ સંબંધો પાંચ પ્રકારના હોય છેઃ (૧) અભિધેયસંબંધ (દા.ત. “ગંગાયાં ઘોષઃ”), સાદૃશ્ય સંબંધ (દા.ત. “ગૌવહીક), સમવાયસંબંધ કે સાહચર્ય (દા.ત. “કુન્તા પ્રવિણન્તિ'), વૈપરીયસંબંધ (દા.ત. “ભદ્રમુખનો અર્થ “અભદ્રમુખ” થાય) અને ક્રિયાયોગ (દા.ત. “શત્રુનસ્વમ્', ‘તું શત્રુબ છે'). લક્ષણા એ અર્થપત્તિ નથી
અઢારમા સૂત્રમાં પોતે આપેલી લક્ષણાની ટૂંકી વ્યાખ્યાનું “વૃત્તિમાં સ્પષ્ટીકરણ કરી, શ્રી હેમચન્દ્રાચાર્ય વૃત્તિના બીજા ભાગમાં, મમ્મટના કાવ્યપ્રકાશ(ઉ.
૧૬૨