SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ભાત, ગૌણ કે ઉપચરિત અર્થ પણ કહે છે. પણ આ બધા શબ્દો એક જ વસ્તુનો એટલે કે લક્ષ્યાર્થ કે લક્ષણાવૃત્તિનો જ નિર્દેશ કરે છે. વાચ્યાર્થ કે જેનો હંમેશાં સંકેતની મદદથી સીધો જ બોધ થાય છે તેનાથી લક્ષ્યાર્થ જુદો છે. કેમકે લક્ષ્યાર્થનો સીધેસીધો બોધ કદી થતો નથી. આ અર્થમાં લક્ષ્યાર્થ અમુખ્ય અર્થ છે અને એનો બોધ ત્યારે જ થાય છે જ્યારે શબ્દનો વાચ્યાર્થ વાકયમાં બંધબેસતો થતો નથી કે પ્રયોજનયોગ્ય જણાતો નથી. મમ્મટ કહે છે કે લક્ષ્યાર્થ એ શબ્દની એ શક્તિ છે જે શબ્દ પર આરોપિત થઈને બીજા અર્થની પ્રતીતિ કરાવે છે - જ્યારે શબ્દનો વાચ્યાર્થ અસંગત જણાય છે અને જયારે લક્ષ્યાર્થિનો વાચ્યાર્થ સાથે, કોઈ રૂઢિને કારણે કે પ્રયોજનના કારણે સંબંધ હોય છે. લક્ષ્યાર્થ કે અમુવાર્થની પ્રતીતિની ત્રણ શરતો છે. મુખ્યાર્થબાધ; તદ્યોગ (સંબંધ) અને રૂઢિ કે પ્રયોજન. આ ત્રણ બાબતો મોજૂદ ન હોય તો લક્ષ્યાર્થ ઉદ્ભવે જ નહીં. આમ, “યાં પોષઃ' એ જાણીતા દાખલામાં, ગંગા શબ્દનો વાચ્યાર્થ છે : “ગંગાનો પ્રવાહ'. પણ “ગંગાશબ્દનો આ અર્થ લઈએ તો વાકયનો અર્થ થશે : “ગંગાના પ્રવાહમાં નેસડો (ગામ) છે', પણ આ અર્થ બંધ બેસતો થતો નથી, કેમકે ગંગાના જળપ્રવાહમાં કોઈ ગામ વસે એ વાત બેહૂદી છે. આથી આપણે “ગંગાને કોઈ બીજો અર્થ શોધવો પડે છે જે તર્કસંગત હોય. વિચાર કરતાં આપણને ખ્યાલ આવે છે કે “ગંગા’ શબ્દ “ગંગાતટ’ એવો બીજો અર્થ પણ આપે છે. આ “ગંગા” શબ્દનો લક્ષ્યાર્થ છે જે “ગંગા'ના વાચ્યાર્થ(‘ગંગાપ્રવાહ)નો બાધ થયા પછી સમજાય છે. આ “મુરધ્યાર્થવાદ' એ લક્ષણાની પૂર્વશરત છે. જો વાચ્યાર્થ અસંગત ન જણાય તો અમુખ્ય કે લક્ષ્યાર્થ ઉદ્ભવે જ નહીં. હવે પ્રશ્ન એ છે કે જ્યારે “ગંગા' શબ્દનો ‘ગંગાપ્રવાહ' એવો અર્થ અસંગત થાય છે ત્યારે “ગંગા' શબ્દ, “ગંગાતટ’નો અર્થ કેવી રીતે આપે છે. આનો ઉત્તર એ છે કે “ગંગાતટ”, “ગંગાપ્રવાહી સાથે સામીપ્યસંબંધથી જોડાયેલો છે. એટલે કે, બન્ને વચ્ચે નિકટતાનો સંબંધ છે. તેથી ‘ગંગા' શબ્દ, “ગંગાતટ'નો અર્થ આપી શકે છે, જે ગંગાતટ પર નેસડો કે ગામડું વસી શકે. પણ, “ગંગાતટે ઘોષ એમ જ સીધેસીધે કહેવું શું ખોટું? આનો ખુલાસો એ છે કે “યાં પોષ:' એમ કહેવાથી ગંગાની પવિત્રતા તથા શીતલતા સૂચવાય છે તે પ્રયોજનથી જ બોલનાર “Iટે પોષ:' ન કહેતાં “ગંગાયાં ઘોષ' કહે છે. આ પ્રયોજન એ લક્ષણાની ત્રીજી શરત છે. શ્રી હેમચંદ્રાચાર્યે અઢારમા સૂત્રની વૃત્તિમાં આ સમજૂતી આપી છે તે આપણે જોઈ ગયા છીએ. ગંગાનો વાચ્યાર્થ “ગંગાપ્રવાહ છે અને ૧૬૧
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy