SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થાત્ ‘૧. મુખ્યાર્થનો બાધ થતાં અને ૨. મુખ્યાર્થ સાથે (લક્ષ્યાર્થનો) સંબંધ હોય ત્યારે, 3. રૂઢિ અથવા પ્રયોજનને લીધે, જેના વડે બીજો અર્થ સમજાય તે લક્ષણા નામની આરોપિત ક્રિયા છે.’ ટૂંકમાં મમ્મટે ૧. મુખ્યાર્થબાધ ૨. તદ્યોગ ૩. અને રૂઢિ કે પ્રયોજનને લક્ષ્યાર્થના ઉદ્ભવની ત્રણ પૂર્વશરતો માની છે. શ્રીહેમચંદ્રાચાર્ય આપેલી ગૌણાર્થ તથા લક્ષ્યાર્થની વ્યાખ્યાઓને સાથે વાંચીએ તો આપણને જણાશે કે આચાર્યશ્રીના મતે ૧. મુખ્યાર્થબાધ થાય ૨. નિમિત્ત કે સંબંધ હોય અને ૩. પ્રયોજન હોય તો જ લક્ષ્યાર્થ ઉદ્દભવે છે. જ આમ આચાર્યશ્રીના મતમાં મમ્મટે ઉલ્લેખેલી ત્રણ પૂર્વશરતો લક્ષણા માટે આવશ્યક છે. પણ જ્યારે મમ્મટની ત્રીજી શરતમાં રૂઢિ અથવા પ્રયોજનનો સમાવેશ થયો છે ત્યારે શ્રીહેમચંદ્રાચાર્ય અર્થપૂર્ણ રીતે રૂઢિનો સંપૂર્ણ ત્યાગ કરે છે અને કેવળ પ્રયોજનને જ માન્ય રાખે છે. આમ, આચાર્યશ્રીની લક્ષણાવિભાવના ચઢિયાતી જણાય છે. આને પરિણામે, હેમચંદ્રાચાર્યે નિરૂપેલી લક્ષણાના પેટ: પ્રકારોની સંખ્યા પર સ્વાભાવિક રીતે જ અસર થાય છે. સત્તરમા સૂત્ર હેઠળ વિવેક(પૃ. ૪૪)માં સૂત્રનÈ ‘મુખ્યાર્થ’ શબ્દ લઈને આચાર્યશ્રી કહે છેઃ ‘‘સાક્ષાત્ સંકેતના વિષય બનવું એ મુખ્ય શબ્દનું હાર્દ છે અને સંકેતનું કારણ એ રૂઢિ છે. તેથી, જો લક્ષણા પણ રૂઢિમૂલા હોય તો તો અનર્થ જ થાય.’’ પણ થોડા ગૌણ ફેરફારોને બાદ કરતાં અને ગૌણી વૃત્તિ તથા લક્ષણાવૃત્તિના જુદા જુદા નિરૂપણને બાદ કરતાં, સૂત્ર અઢારની શ્રાહેમચંદ્રચાર્યની વૃત્તિના મુલ્યોઽર્થો... પ્રયોજ્ઞનમ્ અને ‘ગૌરનુવસ્થ્ય: આશિષ્યતે કૃતિ' એ બે પરિચ્છેદો વાસ્તવમાં, મમ્મટની ઉપરોક્ત કારિકા(૨.૯)ની વૃત્તિના સંબંદ્ધ પરિચ્છેદોના યથોચિત અનુસરણરૂપ જ છે. આ પરિચ્છેદ પછી જે બે વાક્યો છે તે પણ ગ્રંથકારે કરેલા ફેરફારને જ સ્પષ્ટ કરે છે. નોંધપાત્ર છે કે મમ્મટ લક્ષકશબ્દ, લક્ષ્યાર્થ અને લક્ષણાવૃત્તિનું એક જ સ્થળે નિરૂપણ કરે છે. અને લક્ષણાના આ ઉગ્ર વિવાદપ્રે૨ક વિષયની સમજૂતી માટે લંબાણપૂર્વક વિવેચન કરે છે(જુઓ કા. પ્ર. ઉ. ૨, સૂ. ૧૨-૧૮). લક્ષ્યાર્થનું સ્વરૂપ શબ્દો એમના વાચ્યાર્થ કરતાં જુદા અર્થમાં વપરાય છે એ સૌ જાણે છે. આને જ અમુખ્ય અર્થ કહે છે અને એ જ લક્ષ્યાર્થ કહેવાય છે. લક્ષ્યાર્થને ક્યારેક ૧૬૦
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy