________________
અભેદ પામેલો છે એમ દર્શાવીને થતા અર્થને લક્ષ્યાર્થ કહે છે. (અઢારમા સુત્રની વ્યાખ્યામાં) મુખ્યાર્થીની સાથે અભેદ બતાવીને થતો અર્થ એવા શબ્દો-'તન સૂક્ષ્યમ:' એ શબ્દો) છે તેથી ગૌણાર્થની વ્યાખ્યા(સૂ. ૧૭)માં આવેલા ભેદ અને અભેદને નિમિત્ત કરીને થતો આરોપિત અર્થ” એ મુદો (લક્ષ્યાર્થીની વ્યાખ્યામાં આવતો નથી. બીજું બધું ગૌણાર્થના લક્ષણ(લક્ષ્યાર્થની વ્યાખ્યામાં)માં આવી જાય છે. આ લક્ષ્યાર્થ જેનો વિષય છે તે શબ્દને લક્ષક કહે છે.
હવે લક્ષ્યાર્થની વ્યાખ્યાનો ઉદાહરણ લઈને ગ્રંથકાર અર્થ સમજાવે છે“દા. ત. જયાં પપઃ (ગંગા નદી પર નેસડો) અને જ્ઞા: પ્રવિતિ (ભાલા પ્રવેશે છે) આ બે દાખલામાંથી પહેલામાં દાખલામાં ગંગા નદીના પ્રવાહ ઉપર નેસડા (નાનું ગામ) આવેલો હોય એ વાત તથા બીજા દાખલામાં ભાલા આપ 'મેળે પ્રવેશ કરે એ વાત અસંભવિત હોવાથી એ બન્ને દાખલાઓમાં મુખ્યાર્થના (પ્રવાહનો તથા ભાલાનો) બાધ થાય છે. (આ બન્ને લક્ષ્યાર્થોમાં) અનુક્રમે પાસે હોવું” (સામીપ્ય) અને “સાથે હોવું (સાહચર્ય) એ નિમિત્ત છે. અને “ગંગાનો કિનારો કે ભાલાવાળા' એ શબ્દો કહેવાથી (અનુક્રમે) પાવનત્વ અને તીક્ષ્ણત્વ (રૌદ્રત્વ) વગેરે જે ધર્મોનું જ્ઞાન થતું નથી તે જ્ઞાન, ગંગાનો તથા ભાલાનો લક્ષ્યાર્થ લેવાથી થાય છે એ પ્રયોજન છે.” આમ, ઉપરનાં બન્ને ઉદાહરણોમાં લક્ષણાની ત્રણ શરતો ૧. મુખ્યાર્થબોધ. ૨. નિમિત્ત કે સંબંધ તથા 3.પ્રયોજનનું પાલન થયું છે અને આથી એ બન્ને લક્ષ્યાર્થના દાખલા છે. શ્રી હેમચંદ્રાચાર્ય રૂઢિને લક્ષ્યાર્થની વ્યાખ્યામાં સ્થાન આપતા નથી
શ્રી હેમચંદ્રાચાર્ય ગૌણાર્થ અને લક્ષ્યાર્થની વ્યાખ્યા લગભગ એક સરખા શબ્દોમાં આપે છે તેથી સ્પષ્ટ થાય છે કે તેઓ અભિનવગુપ્ત, મમ્મટ વગેરે પુરોગામી ગ્રંથકારોના લક્ષણો વિશેનાં પરંપરાગત મંતવ્યોને સ્વીકારે છે અને આચાર્યશ્રીએ જુદા જુદા સ્થળે આનંદવર્ધન, અભિનવગુપ્ત, મમ્મટ, ભોજ જેવા. વિદ્વાન પૂર્વસૂરિઓનાં અભિપ્રાયોઅવતરણો રજૂ કરીને આ વાતને પુષ્ટિ આપી છે. મમ્મટે લક્ષણાની જે ત્રણ પૂર્વશરત માન્ય કરી છે તેનો આચાર્યશ્રી સ્વીકાર કરે છે એ પણ સ્પષ્ટ છે. મમ્મટે કાવ્યપ્રકાશ(ઉ. ૨.કા. ૯)માં લક્ષણાની આ પ્રમાણે વ્યાખ્યા કરી છે :
मुख्यार्थबाधे तद्योगे रूढितोऽथ प्रयोजनात् । अन्योऽर्थो लक्ष्यते यत्सा लक्षणारोपिता क्रिया ॥
૧૫૯