________________
(मुख्यार्थाबाधे निमित्ते प्रयोजने च) मुख्यार्थसंबंद्धस्तत्त्वेन लक्ष्यमाणो लक्ष्यः ॥
આ વ્યાખ્યા મુજબ લક્ષ્યાર્થની શરતો નીચે મુજબ છે : મુખ્યાર્થબાધ; નિમિત્ત (સંબંધોનું પ્રયોજન; મુખ્યાર્થથી લક્ષ્યાર્થ સંબંદ્ધ હોય અને બન્ને વચ્ચે અભેદ(તત્ત્વ) હોય અને અર્થ આરોપિત હોય. ૧. મુખાર્થનો બાધ થવો જોઈએ. ૨. મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે સંબંધ જોઈએ. 3. આ બે અર્થો વચ્ચે સંપૂર્ણ અભેદ જોઈએ. ૪. પ્રયોજન (કવિપ્રયોજન) હોવું જોઈએ. પ. આ અર્થ આરોપિત હોવો જોઈએ.
શ્રી હેમચન્દ્રાચાર્યના મતે, ગૌણ અર્થ અને લક્ષ્યાર્થિનો મુખ્ય ભેદ એક જ છે. અને તે એ કે લક્ષ્યાર્થમાં, મુખાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે સંપૂર્ણ અભેદ(તત્ત્વ) છે. અર્થાતું, ગૌણાર્થમાં ભેદ અને અભેદ એમ બે પ્રકારે તાદાભ્ય સધાય છે જ્યારે લક્ષ્યાર્થમાં સંપૂર્ણ અભેદ છે. બીજી બધી બાબતો ગૌણાર્થની વ્યાખ્યામાં બતાવ્યા પ્રમાણે જ છે – પં તુ ખન્નક્ષીનુવર્તત વ ! આપણે ઉપર જોયું છે કે સૂત્ર વીસ(૧.૨૦)ની વૃત્તિમાં આચાર્યશ્રીને ગૌણી અને લક્ષણાની એક જ વ્યાખ્યા આપી છે - મુખ્યાર્થવાથસિદક્ષિાર્થપ્રતિમાસનશીપળા તક્ષTI 3 II ફરક એટલો જ છે કે સૂત્ર સત્તરમાં ગૌણાર્થની વ્યાખ્યામાં “આરોપ’, ‘ભેદ' અને ‘અભેદ” ને આવશ્યક ગણ્યા છે, જ્યારે અઢારમા સૂત્રમાં લક્ષ્યાર્થની વ્યાખ્યામાં અભેદ કે તત્ત્વને જ આવશ્યક ગણ્યું છે. આ સંદર્ભમાં , મમ્મટે (કા. પ્ર. ૨.૧૨) શુદ્ધા લક્ષણા અને ગૌણી લક્ષણો વિશે મુકુલભટ્ટનો મત રજૂ કર્યો છે તે ઉલ્લેખપાત્ર છે :
अभिधेयविनाभूतप्रतीर्तिलक्षणोच्यते ।
लक्ष्यमाणगुणैर्योगाद्वृत्तेरिष्टा तु गौणता ॥ અર્થાત્ “મુખાર્થ કે વાચ્યાર્થ સાથે સંબંધથી જોડાયેલા અર્થની પ્રતીતિ તે (શુદ્ધ) લક્ષણો અને લક્ષ્યાર્થરૂપ વ્યક્તિના ગુણો સાથે મુખ્યાર્થીનો સંબંધ હોવાને કારણે જે વૃત્તિ કે શક્તિ ઉદ્ભવે તે ગૌણી (લક્ષણા).
અઢારમા સૂત્રનું ‘વૃત્તિમાં વિવરણ કરતાં શ્રી હેમચન્દ્રાચાર્ય કહે છે -
“ગંગા વગેરે શબ્દનો મુખ્ય અર્થ છે પ્રવાહ વગેરે'; તેની સાથે સંબંધ ધરાવતો ‘તટ (ગંગાતટ)' કે તીર વગેરે અર્થ. તે તટ કે તીર વગેરે, પ્રવાહની સાથે
૧૫૮