________________
ગૌણીનો દાખલો છે; અને બીજો “સાધ્યવસાના' ગણીને દાખલો છે. બન્ને દાખલાઓ સાદગ્યસંબંધરૂપ નિયમથી થતા ગૌણાર્થના છે. પણ કાર્યકારણભાવરૂપ સંબંધ નિમિત્ત હોય તેવા “ધી આયુષ્ય છે” અને “આ આયુષ્ય જ છે' એ બે દાખલાઓમાં પણ અનુક્રમે “આરોપ” અને “અધ્યવસાન” હોવાથી ત્યાં પણ “સારોપા” અને “સાધ્યવસાના” ગૌણી છે. ગૌરીવૃત્તિમાં આરોપવિષય(વાહીક) અને આરોપ્ય(બળદ) એ બે વચ્ચેનો ભેદ તથા અભેદની દૃષ્ટિથી આરોપિત, મુખાર્થ ખરેખર ન હોવા છતાં મુખ્યાર્થ જ છે એમ માની લીધેલો, અર્થ, ગુણોને લીધે આરોપિત થયો હોવાથી, ગૌણ અર્થ કહેવાય છે. એ ગૌણ અર્થ જેનો વિષય છે તેને પણ “ગૌણ’, ‘ઉપચરિત' કહે છે. આવા ગૌણ અર્થમાં જેમ સાદૃશ્યસંબંધ નિમિત્ત હોય તેમ કાર્યકારણભાવરૂપ સંબંધ પણ નિમિત્ત બને છે. તેના દાખલા છે બધી આયુષ્ય છે અને આ જ આયુષ્ય છે. અહીં વિલક્ષણ રીતે અને અચૂક રીતે આયુષ્ય આપવાની શક્તિ એ પ્રયોજન છે. આ ઉપરાંત તાદર્થ્ય, સ્વસ્વામિભાવ, આધિપત્ય, અવયવાયવીભાવ. માનમેયભાવ, સંયોગ, તાત્કચ્યું તથા વૈપરીત્ય સંબંધ પણ ગૌણાર્થમાં નિમિત્ત બને છે. આચાર્યશ્રીએ સત્તરમા સૂત્ર(૧.૧૭)ની વૃત્તિમાં આ બધા પ્રકારોના દાખલા આપ્યા છે જેનો ઉલ્લેખ ઉપર થઈ ગયો છે. લક્ષ્યાર્થિની વ્યાખ્યા ગણાર્થ અને લક્ષ્યાર્થી ભેદ
અઢારમાં સૂત્ર(૧.૧૮)માં, ગૌણ અર્થથી જુદા અર્થ તરીકે લક્ષ્યાર્થીની વ્યાખ્યા આપવામાં આવી છે. એ વ્યાખ્યા આ પ્રમાણે છે :
| મુરધ્યાર્થસંવંતત્ત્વન તક્ષ્યમાળો નફ્ટઃ II (૧.૧૮)
અર્થાત્ “મુખાર્થની સાથે સંબંધ ધરાવતા અને તેની સાથે અભેદ પામેલા અર્થને નિમિત્ત કરીને થતા અર્થને લક્ષ્યાર્થ કહે છે.”
જયારે મુખ્યાર્થ સાથેનો લક્ષ્યાર્થીનો સંબંધ સંપૂર્ણ અભેદ(તત્ત્વ) પામે છે ત્યારે લક્ષ્યાર્થ ઉદ્ભવે છે. આમ, લક્ષ્યાર્થના ઉદ્ભવ માટે આ સૂત્રમાં બે શરતો છે : - ૧. મુખ્યાર્થ સાથે લક્ષ્યાર્થીનો સંબંધ હોય. ૨. મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે અભેદ હોય.
પણ, આપણે યાદ રાખવાનું છે કે, ગૌણાર્થ(૧.૧૭)ની વ્યાખ્યામાંથી, આપણે “મુરાર્થવાદે નિમિત્તે પ્રયોગને ૨' એ શબ્દો અહીં ઉમેરવાના છે. પણ ગૌણાર્થની વ્યાખ્યાના “ભામેાખ્યાનોfપતઃ' એ શબ્દો છોડી દેવાના છે. આ વાત અઢારમા સૂત્રની વૃત્તિમાં સ્પષ્ટ કહી છે. આમ, લક્ષ્યાર્થની પૂરેપૂરી વ્યાખ્યા આ પ્રમાણે થાય છે :
૧૫૭