SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ dramatic irony કે ironical sense તરીકે પ્રસિદ્ધ છે. આ વ્યગોક્તિ, વિપરીત કે ઊલટા અર્થને આભારી હોય છે અને તે વિપરીત લક્ષણા તરીકે પણ ઓળખાય છે. કાર્યકારણભાવ અંગે મમ્મટનો મત કાર્યકારણાદિ સંબન્ધાન્તરમ્ (કાર્યકારણ વગેરે બીજા સંબંધો) એ વિષયમાં મમ્મટનો મત જાણવો જરૂરી છે. “ધી આવરદા છે” અને “આ જ આવરદા છે' એવા ઉદાહરણોમાં, “આરોપ” અને “અધ્યવસાન', સાદશ્યસંબંધથી થતાં નથી, પણ કાર્ય અને કારણ વચ્ચેના સંબંધથી થાય છે એવો મત મમ્મટે દર્શાવ્યો છે(કા. પ્ર. ૨, સૂત્ર ૧૬ની વૃત્તિ). અને, મમ્મટના મતે, સાદશ્ય સિવાયના બીજા કોઈ સંબંધથી થતી લક્ષણા, શુદ્ધા, લક્ષણા ગણાય છે, ગૌણી લક્ષણો નહીં. આ શુદ્ધ લક્ષણાના “સારોપા” અને “સાધ્યવસાના” એવા બે પ્રકાર છે. “ધી આયુષ્ય છે એ શુદ્ધ સારોપા લક્ષણાનો દાખલો છે; જ્યારે “આ જ આયુષ્ય છે' એ શુદ્ધ સાધ્યવસાના લક્ષણાનો દાખલો છે. મમ્મટે ગૌણી શક્તિને ગૌણી લક્ષણા ગણેલી છે અને તેના પણ “સારા” (વાહીક બળદ છે) અને “સાધ્યવસાના (આ બળદ છે) એવા બે ભેદ પાડયા છે. ગૌણી લક્ષણાના પ્રયજન વિશે મમ્મટ કહે છે કે “ગૌણીના બે ભેદોમાંથી સારોપા (ગૌણ)માં મુખાર્થ અને ગૌણાર્થ વચ્ચે ભેદ હોવા છતાં અભેદનું ભાન કરાવવું એ પ્રયોજન છે, અને “સાધ્યવસાના (ગૌણી)માં મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે સર્વથા અભેદ છે એવી પ્રતીતિ કરાવવી એ પ્રયોજન છે.” કાર્યકારણભાવરૂપ સંબંધથી થતી શુદ્ધા સારાપા(લક્ષણા)ના ઉદાહરણ - ઘી આયુષ્ય છે—માં ઘી બીજી બધી વસ્તુઓ કરતાં વિલક્ષણ રીતે (અન્ય લક્ષ્મણ), જુદી જ રીતે, આયુષ્ય આપવાની શક્તિ ધરાવે છે એવો બોધ થાય છે; જ્યારે શુદ્ધ સાધ્યવસાના(લક્ષણ)ના ઉદારણમાં - “આ જ આયુષ્ય છે'માં ઘીથી અચૂક (અવ્યભિચારણ) અયુષ્ય મળે છે એવી પ્રતીતિ થાય છે. શ્રીહેમચન્દ્રાચાર્ય, “કાર્યકારાદિ સંબધાન્તરમ્' એટલે સાદશ્ય સિવાયના કાર્યકારણભાવ વગેરે સંબંધોને ગૌણી વૃત્તિ કે ગૌણાર્થની વિભાવનામાં સમાવી લે છે. જો કે, હેમચન્દ્રાચાર્યો, મમ્મટની માફક, ગૌણીવૃત્તિના “સારોપા અને ‘સાધ્યવસાના” એવા બે ભેદ પાડયા નથી; પણ એમણે ગૌણાર્થના “વાહીક ગાય છે” અને “આ ગાય જ છે” એ બે દાખલા આવ્યા છે તેમાંનો પ્રથમ “સારોપા ૧૫૬
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy