SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્વનનવ્યાપાર કે વ્યંજનાવૃત્તિની આનંદવર્ધને એમના ‘ધ્વન્યાલોક’- ગ્રંથમાં તથા અભિનગુપ્તે તેમની ‘લોચન' ટીકામાં ખૂબજ વિસ્તારથી પર્યેષણા કરી છે. શબ્દના અસાધારણ વ્યંગ્યાર્થ કે ધ્વનિના પ્રકાશમાં જ્યારે આપણે વાચ્યાર્થને જોઈએ છીએ ત્યારે આપણને જણાય છે કે વાચ્યાર્થ કે અભિધેય અર્થ સ્વરૂપથી લૌકિક છે; જ્યારે વ્યંગ્યાર્થ કે ધ્વનિ, ખાસ કરીને રસધ્વનિ, અલૌકિક સ્વરૂપ ધરાવે છે. આ કારણથી જ આનંદવર્ધન(. ૧.૩) તથા કુન્તક(વક્રોક્તિ જીવિત ૧.૮) વાચ્યાર્થને પ્રસિદ્ધ એ શબ્દથી વર્ણવે છે. ગૌણાર્થના બીજા પ્રકારો 44 ગૌણાર્થના બીજા પ્રકારો, સાદશ્ય(સરખાપણું) સિવાયના બીજા સંબંધો પર અવલંબે છે. મમ્મટના શબ્દોમાં કહીએ તો એમાં -‘સાદૃશ્યાત્યાર્થઝારળમાવાદ્રિ સમ્બન્ધાન્તરમ્' અર્થાત્ ‘સાદશ્ય સિવાયનો, કાર્યકારણભાવ વગેરે પ્રકારનો બીજો સંબંધ છે. ‘ આયુષ્કૃતમ્’ (ધી આયુષ્ય છે), ‘ આયુરેવેમ્’ (આ જ આયુષ્ય છે) જેવા દાખલાઓમાં કાર્યકારણભાવરૂપ સંબંધ છે-આ સંબંધ સાદૃશ્યથી જુદો છે. આ સંદર્ભમાં શ્રી હેમચંન્દ્રાચાર્ય, अत्र अन्यवैलक्ष्येणाव्यभिचारेण च જાયૠારિત્વાતિ પ્રયોગનમ્'' ઃ અર્થાત્ ‘“અહીં બીજા પદાર્થો કરતાં જુદી રીતે અને અચૂક રીતે કાર્ય કરવાની (ધીની) શક્તિ વધરે પ્રયોજન છે,’’ એવી સમજૂતી આપીને ‘ઘી આયુષ્ય છે’ અને ‘આ જ આયુષ્ય છે’ એ બે ઉદાહરણો આપે છે. સાદશ્ય સિવાયના સંબંધો ઘણા છે. નીચેની કારિકામાં સાદૃશ્યસહિત પાંચ સંબંધો ગણાવ્યા છે : अभिधेयेन सम्बन्धात् सादृश्यात् समावायतः । वैपरीत्यात् क्रियायोगात् लक्षणा पंचधा मता । અર્થાત્ ‘મુખ્ય અર્થ સાથે સંબંધ, સાદશ્ય, સમવાય, વૈપરીત્ય અને ક્રિયાનો સંબંધ એમ પાંચ પ્રકારે લક્ષણા થાય છે.’ આમાંથી સાદૃશ્યને છોડી દઈએ તો ચાર સંબંધો સાદશ્યેતર છે. સામાન્ય રીતે, સંયોગ કે સમવાય,સામીપ્ટ, કાર્યકારણભાવ, તાદર્થ્ય, સ્વસ્વામિભાવ, અવયવાયવિભાવ વગેરે ઉપરાંત માનમેયભાવ, કૃતધારણસંબંધ, આધારઆધેયભાવ, આધિપત્ય અને વૈપરીત્યનો આ પ્રકારના સંબંધમાં સમાવેશ થાય છે. શ્રીહેમચન્દ્રાચાર્યે જાણીતા પ્રકારો ઉપરાંત માનમેયભાવ, સંયોગ, વૈપરીત્ય જેવા કેટલાક પ્રકારો ઉમેર્યા છે. આમાં ‘વૈપરીત્ય સંબંધ’ સાહિત્યિક દૃષ્ટિએ ખૂબ જ રસપ્રદ છે અને સાહિત્યમાં તે વ્યંગ-કટાક્ષ, irony, ૧૫૫
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy