________________
આમ, શ્રી હેમચન્દ્રાચાર્યે, શબ્દના ચાર વ્યાપારી વર્ણવ્યા છે અને ઉપરોક્ત વૃત્તિમાં વ્યાપાર માટે શક્તિ એ શબ્દનો ઉપયોગ, અભિધા, ગૌણી, લક્ષણા તથા વ્યંજના વ્યાપારની વ્યાખ્યામાં જાળવી રાખ્યો છે. ઉપર નોંધ્યું છે તેમ, વીસમાં સૂત્ર(૧.૨૦)ની વૃત્તિમાં, અભિનવગુપ્તની લોચન ટીકાનો પરિચ્છેદ, થોડા ફરે ફારી સાથે, અપનાવી લેવામાં આવ્યો છે. અભિનવગુપ્ત જયાં ધ્વનનવ્યાપાર(ધ્વનિ) એવા શબ્દો વાપર્યા છે ત્યાં, “કાવ્યાનુશાસન'-(૧.૨૦)ની વૃત્તિમાં ‘યંજકત્વ' શબ્દ પ્રયોજ્યો છે; લક્ષણાની વ્યાખ્યામાં “ગૌણી' શબ્દ ઉમેર્યો છે, અને વ્યંજનાની વ્યાખ્યામાં ‘
ત્રિય શબ્દ સિવાયની સંપૂર્ણ વ્યાખ્યા અપનાવી છે – જ્યાં અભિનવગુપ્ત ‘તચ્છક્તિત્રિતયોપજનિત' એ શબ્દો વાપર્યા છે ત્યાં, અહીં, વૃત્તિમાં, ‘તચ્છકત્યુપજનિત' એમ લખ્યું છે. ‘ત્રિતયએ શબ્દો અહીં ન લેવાનું કારણ એ છે કે શ્રી હેમચંદ્રાચાર્યે અહીં શબ્દની, ચાર શક્તિઓ ગણાવી છે, નહિ કે ત્રણ. અભિનવગુપ્ત તાત્પર્યશક્તિની વ્યાખ્યા આપી છે પણ અહીં શ્રીહેમચન્દ્રાચાર્યે તાત્પર્યશક્તિને છોડી દીધી છે. આ અંગે ખુલાસો કરતાં, વૃત્તિના અંતમાં આચાર્યશ્રી લખે છેઃ અભિધા પછી, જોકે, શબ્દાર્થના અન્વયના જ્ઞાન માટે તાત્પર્યશક્તિ નામની જુદી શક્તિ છે, અને તે તાત્પર્યશક્તિનો વિષય બનતો તાત્પર્યરૂપ અર્થ પણ છે; પણ, તાત્પર્યશક્તિ તેમજ તાત્પયાર્થ એ બન્નેનો વિષય વાક્ય હોય છે; તેથી એ બન્ને નો શબ્દની શક્તિ તથા શબ્દાર્થની ચર્ચામાં ઉલ્લેખ કર્યો નથી.”૩૩ અભિધા, ગૌણી, લક્ષણા અને વ્યંજના
અભિનવગુપ્તની લોચન ટીકામાંથી અપનાવેલી અભિધા, ગૌણી, લક્ષણા અને વ્યંજના એ ચાર શબ્દની શક્તિઓની વ્યાખ્યાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ૧. અભિધા એ સંકેત પર આધાર રાખતી વાર્થનો બોધ કરાવીત શક્તિ છે. ૨. લક્ષણા તથા ગૌણી એ મુખ્યાર્થબાધ વગેરે સહકારી(કારણોની) અપેક્ષા રાખતી અર્થના પ્રકાશનની શક્તિ છે, અને 3. વ્યંજના એ ઉપરની બધી શક્તિઓથી – અભિધા, ગૌણી, લક્ષણાથી પ્રકાશિત થતા વાચ્યાર્થ, ગૌÍર્થ તથા લક્ષ્યાર્થના આધારે કાવ્યના અર્થને આસ્વાદ લેનાર પ્રતિપત્તા(કે સહ્યદય)ની પ્રતિભા કે કલ્પનાની મદદથી ઉદ્ભવતી, વ્યંગ્ય કે ધ્વનિરૂપ આંતરિક “અર્થને પ્રકાશિત કરતી શક્તિ છે. બીજા શબ્દોમાં, વ્યંજના જ શબ્દની એકમાત્ર એવી શક્તિ છે જે, શબ્દના વાચ્યાર્થ, ગૌણાર્થ, લક્ષ્યાર્થને સમજી જવા સમર્થ એવા સહૃદયની પ્રતિભાની મદદની અપેક્ષા રાખે છે. સાહિત્યિક સૌદર્યથી પ્રપૂર્ણ એવા આ
૧૫૪