SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દના ચાર પ્રકારના વ્યાપાર શ્રી હેમચન્દ્રાચાર્યે અપનાવેલો નિરૂપણ ક્રમ એવો છે કે પહેલાં અર્થો, પછી શબ્દો અને તે પછી શબ્દના વ્યાપારો કે શબ્દની શક્તિઓ વિશે જાણવા મળે છે. આ કારણથી આ વિષયનું વિવરણ-વિવેચન કરવામાં ઓછી અનુકૂળતા રહે છે. વસ્તુતઃ, શબ્દની જુદી જુદી શક્તિઓ વિશે જાણકારી મેળવ્યા વિના અર્થ તેમજ શબ્દના જુદા જુદા પ્રકારો વિશે વાત કરવી જ અશક્ય છે- કેમકે શબ્દ જેના વડે અર્થ આપે છે તે જ તે શબ્દની શક્તિ કે વ્યાપાર છે. આથી, એ યોગ્ય છે કે આપણે કાવ્યાનુશાસનના વીસમા સૂત્ર(૧.૨૦)ની મદદથી પહેલાં એ જાણી લઈએ કે શબ્દના ચાર પ્રકારની ચાર શક્તિઓ, વૃત્તિઓ કે વ્યાપાર છે જેને મુખ્યા વૃત્તિ, ગૌણી વૃત્તિ. લક્ષણાવૃત્તિ અને વ્યંજનાવૃત્તિ કહે છે. આ ચાર વૃત્તિઓ અનુક્રમે મુખ્ય, ગૌણ, લક્ષક અને વ્યંજક શબ્દોની શક્તિઓ છે અને આ વૃત્તિઓના બળે જ વાચ્યાર્થ કે મુખ્યાર્થ, ગૌણાર્થ, લક્ષ્યાર્થ અને વ્યંગ્યાર્થ ઉત્પન્ન થાય છે. મમ્મટ આ શક્તિઓને વૃત્તિઓ અથવા શક્તિઓ કહે છે; જ્યારે શ્રી હેમચન્દ્રાચાર્ય એ શક્તિઓને વ્યાપાર કહે છે. | શબ્દના આ ચાર વ્યાપારોનું, અહીં, ધન્યાલોક(૧.૩ની વૃત્તિ)ની લોચનટીકામાં અભિનવગુપ્ત જે શબ્દોમાં તેમનું વર્ણન આપ્યું છે તેને આધારે વિવરણ કરવામાં આવ્યું છે. સૂત્ર - ૨૦ (૧.૨૦)માં મુધાત છે. એટલે કે “મુખ્ય વગેરે તેની શક્તિઓ છે' એમ કહી શ્રી હેમચન્દ્રાચાર્યે, અભિનવયુગની ઉપરોક્ત ટીકાના(પૃ. ૬૨ પરના) સંબંદ્ધ પરિચ્છેદમાંથી તાત્પર્યશક્તિ વિશેનું વાક્ય છોડી દઈને, લક્ષણાની પૂર્વે ગૌણી ઉમેરી દઈને, આખો પરિચ્છેદ સૂત્ર વીસની વૃત્તિમાં રજૂ કર્યો છે. આ વૃત્તિ-ભાગનો અર્થ છે : “મુખ્યા, ગૌણી, લક્ષણા અને વ્યંજકત્વરૂપ(વ્યંજના) શક્તિઓ - મુખ્ય વગેરે શબ્દોનો વ્યાપાર કહેવાય છે. તેમાં સંકેતને લીધે વાચ્યાર્થની પ્રતીતિ થાય તે શક્તિ મુખ્યા કે અભિધાશક્તિ કહેવાય છે. મુખ્યાથબાધ વગેરે (એટલે નિમિત્ત અને પ્રયોજન) સહકારી(કારણો)ની અપેક્ષા રાખીને અર્થ પ્રકાશિત કરતી શબ્દની શક્તિ ગૌણી તેમજ લક્ષણા કહેવાય છે. અને આ બન્ને શક્તિ - અભિધા અને લક્ષણો શક્તિઓથી ઉદ્ભવેલા અર્થના જ્ઞાનથી પવિત્ર થયેલી (અર્થાત્ તે જ્ઞાનના સંસ્કારવાળી), ગ્રહણ કરનાર(પ્રતિપત્તા)ની પ્રતિભાની મદદ લેનારી, અર્થનું દ્યોતન(સૂચન, વ્યંજન) કરવાવાળી શક્તિને વ્યંજકત્વ(વ્યંજના) વ્યાપાર કહે છે.” ૧૫૩
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy