SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. બીજો મતઃ આમાં નૌ: શબ્દ (૪) અભિધાથી “ગોત્વ'નો અર્થ આપે છે; (9) પછી, ગુણાભેદ સંબંધથી વાહીકના ગુણોને લક્ષિત કરે છે; અને (1) આક્ષેપથી, અનુમાનથી કે અવિનાભાવી સાહચર્યસંબંધથી વાહીકનો વાચ્યાર્થ આપે છે. અહીં અભિધાનો તબક્કો ઉપરના મત એકમાં છે તે જ છે. પણ, બીજા તબક્કામાં, પ્રથમ તબક્કાથી ભિન્ન રીતે, “ગાય”એ શબ્દ વાહીકના ગુણોને લક્ષિત કરે છે. એટલે, વાહીકના ગુણો ગાયથી લક્ષિત થયા છે. અને વાહીક, વાચ્યાર્થથી નહીં પણ, લાક્ષણાના તબક્કામાં, :(ગાય)ના લક્ષ્યાર્થરૂપ વાહીકના ગુણોમાંથી વાહીકનું અનુમાન થાય છે, કેમ કે ગુણ વડે ગુણી સૂચિત થાય છે, આક્ષિપ્ત થાય છે. આમ, આ બીજા મતમાં, પ્રથમ અભિધા છે; પછી લક્ષણાવૃત્તિ છે અને તે બન્નેને ટપી જાય તેવું અનુમાન છે. પ્રથમ મતમાં તથા બીજા મતમાં લક્ષણા કારગત નથી. આવા દીર્ઘસૂત્રી છતાં દોષયુક્ત પ્રવિધિઓ વડે કોઈ જ હેતુ સરશે નહીં. ૩.ત્રીજો મતઃ દીવ:' એ ઉદાહરણમાં જે ગૌણી (લક્ષણા)વૃત્તિ છે તેનું સાચું સ્વરૂપ આખરે આ ત્રીજા મતમાં પ્રાપ્ત થાય છે. અહીં : ' શબ્દનો ગોત્વ મુખ્યાર્થ કે વાર્થ મળે છે જે ‘વાહીક સાથે અસંગત થતાં બાધિત થાય છે. એટલે ગૌણી (લક્ષણા)ની પ્રથમ શરત - મુખ્યાબાધ- થાય છે. આથી વાહીકનો લક્ષ્યાર્થ (Rાર્થ:) પ્રાપ્ત કરવા આપણે લક્ષણાનો આશરો લઈએ છીએ. હવે, ગાય તેમજ વાહીક બન્નેમાં જાડ્ય, માંદ્ય વગેરે ગુણો સમાન હોવાથી (“ગાય” એ મુખ્યાર્થ; “વાહીક' એ લક્ષ્યાર્થ), આ ગૌણી (લક્ષણા)માં નિમિત્ત કે સંબંધ કે તોગ મોજૂદ છે. અને ગુણોનું સાદગ્ધ દર્શાવવાનું પ્રયોજન તો બહુ જ સરળતાથી સિદ્ધ થઈ જાય છે. આમ, આપણે જોઈ શકીએ છીએ કે વાંદલિએ ઉદાહરણમાં ગૌણી(લક્ષણા)ના વ્યાપાર અંગેનો આ ત્રીજો મત મમ્મટે તથા હેમચંદ્રાચાર્યે સ્વીકાર્યો છે : “સાધારણપુખશ્રયેળ પાર્થ વ નક્યતે ત્યારે ” અર્થાત્ ગાય અને વાહીક બન્નેમાં જે જાડ્યા-માંદ્ય વગેરે ગુણો સમાન રીતે રહેલા છે તેમનો આશ્રય લઈને કે તેમને નિમિત્ત માનીને ગાય શબ્દનો વાહીક(પરાર્થ) એ જ સીધો ગૌણ અર્થ થાય છે એમ કેટલાક (-પરે) કહે છે.” નોંધપાત્ર છે કે પ્રથમ મત ધરાવનારાઓને ગ્રંથકારે “વિત્' કેટલાક શબ્દથી નિર્દેશ્યા છે, બીજો મત ધરવાનારાઓને ‘', “બીજા'એ શબ્દથી ઓળખાવ્યા છે; પણ ત્રીજો અને છેલ્લો મત ધરાવનારાઓને ગ્રંથકારે “અ-રે', બીજા નહીં પણ “અમે પોતે જ એવી રીતે નિર્દેશ્યા છે. ૧૫ર
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy