________________
રહેલો હોય છે. તદ્ એટલે ‘તે” (અર્થાત્ જાતિ) અને વત્ એટલે-વાળું', “થી યુક્ત’. આમ જાતિથી યુક્ત વ્યક્તિમાં (જાતિમાન) જ સંકેત હોય છે. કેમ કે જાતિ વ્યાવહારિક કાર્યો પાર પાડવામાં ઉપયોગી નથી તેથી જાતિમાં સંકેત માનવો એ વ્યર્થ છે. કહ્યું છે કે- “દહન, પાકવિધિ વગેરે કાર્યો કરવામાં જાતિ કામ લાગતી નથી, અને વ્યક્તિ વ્યાવહારિક કામો કરવા માટે ઉપયોગી છે; પણ આનન્ય અને વ્યભિચાર એ બે દોષોને લીધે વ્યક્તિમાં સંકેત થાય તે યોગ્ય નથી. આથી જાતિથી યુક્ત વ્યક્તિ જ શબ્દના અર્થરૂપે રહેલી છે.” આ સંદર્ભમાં કાવ્ય પ્રકાશની પ્રદીપ ટીકાના શબ્દો ઉલ્લેખપાત્ર છે : ___'न व्यक्तिमात्रं शक्यम्, न वा जातिमात्रम् । आद्ये आनन्त्याव्यभिचाराच्च । अन्त्ये व्यक्तिप्रतीत्यभावप्रसंगात् । न चाक्षेपाद् व्यक्तिप्रतीतिः । तस्माद् विशिष्ट ઇવ સંત: I' (કા. પ્ર. . ૨. કા. ૮ની ટીકા, પૃ. ૨૫, નિ.સા.આ.). અર્થાત, નિયાયિકોના મતે કેવળ વ્યક્તિમાં સંકેત શક્ય નથી. કેવળ જાતિમાં પણ સંકેતગ્રહણ યોગ્ય નથી. કેમકે, વ્યક્તિમાં જ સંકેત માનવાથી આનન્ય અને વ્યભિચાર એ બે દોષો ઉત્પન્ન થાય છે; જ્યારે, માત્ર જાતિને જ સંકેતનો વિષય માનવાથી વ્યક્તિની બાદબાકી થાય છે. આથી જાતિયુક્ત કે જાતિવિશિષ્ટ વ્યક્તિમાં જ સંકેત માનવો જરૂરી છે. હું
નૈયાયિકોના આ મતનું શ્રી હેમચંદ્રાચાર્યે કરેલું અર્થઘટન એ છે કે સમગ્ર જાતિ કદી પણ કોઈ વ્યવહારકાર્ય પાર પાડી શકે નહીં તેથી જાતિમાં સંકેત માનવો નકામો છે. આ અર્થઘટનની પુષ્ટિ માટે શ્રી હેમચંદ્રાચાર્યે ઉપરોક્ત અવતરણ (૧૫) પ્રસ્તુત કર્યું છે : “સગડી સળગાવવાનું કે રાંધવાનું કામ જાતિ કે સમુદાય કરી શકે નહીં. તેથી વ્યક્તિ જ ઉપયોગી કાર્ય પાર પાડી શકે. આમ છતાં, આનન્ય” અને “વ્યભિચાર' એ બે દોષોનો સંભવ હોવાથી વ્યક્તિમાં' સંકેતગ્રહણ થતું નથી. એટલે, જાતિથી યુક્ત વ્યક્તિના અર્થનો જ બોધ શબ્દથી થાય છે.”
અહીં એ નોંધવું જોઈએ કે, નૈયાયિકોના મતે, “જાતિ’ને સર્વસામાન્ય ખ્યાલ ગ્રહણ કરી લીધેલો હોવાથી, વ્યક્તિમાં સંકેત સ્થાપવાને કારણે આનન્ય તેમજ વ્યભિચાર એ બે દોષો ઉત્પન્ન થતા નથી.
આ રીતે તૈયાયિકોનો જાતિવિશિષ્ટ વ્યક્તિવાદ, સંકેતની આ ચર્ચામાં, ‘તદાન' શીર્ષકથી વૃત્તિમાં નિર્દેશ પામ્યો છે.
૧૪૧