SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ બૌદ્ધોનો “અપોહ'વાદ બોદ્ધ દર્શન અનુસાર સંકેતિક અર્થ “અપોહ' છે. અપહ એટલે તતિરસ્ત્રાવૃત્તિ. અર્થાત્ બીજી બધી વસ્તુઓથી વ્યાવૃત્તિ, એટલે કે, જુદા પાડવું તે જ શબ્દનો અર્થ છે. જ્યારે :(ગાય) એ શબ્દ ઉચ્ચારવામાં આવે છે ત્યારે જે અર્થ સમજાય છે તે એ છે કે એ વસ્તુ અશ્વ નથી અથવા હાથી નથી. આમ “ગાય” એ શબ્દ ગાયના સ્વરૂપ વિશે કોઈ હકારાત્મક ખ્યાલ આપતો નથી; પણ નકારાત્મક રીતે, માત્ર, એ શબ્દ, ગાયને, બીજી બધી વસ્તુઓથી, અ-ગોથી, જે ગાય નથી તેનાથી, જુદી પાડી આપે છે. આમ, બૌદ્ધોના મતે, શબ્દ વ્યક્તિનો કે ઉપાધિનો અર્થ આપતો નથી. અમુક વસ્તુ, “આ નથી કે તે નથી' એવું નકારાત્મક વર્ણન જ સંકેતથી મળે છે. બૌદ્ધ બધી જ વસ્તુઓને ક્ષણિક માને છે. એટલે, એક ક્ષણથી વધારે સમય ટકે તેવી કોઈ નક્કર ઉપાધિ પદાર્થમાં રહેલી છે તેવો મત બોદ્ધો સ્વીકારે નહીં. કેમકે, પદાર્થ એક ક્ષણ જ રહે છે. તેની ઉપાધિ બીજી ક્ષણ રહે અને બન્ને જુદાં હોવાથી એ બે ક્ષણ ટકે. એ ક્ષણિકવાદીઓને સ્વીકાર્ય ન જ લાગે. વળી, વ્યક્તિગત સંકેત સામેના આનન્ય અને વ્યભિચાર એ બે દોષ ઉત્પન્ન થવાના વાંધા ટાળવા મુશ્કેલ છે. આ જ વાત વિવેક(પૃ. ૪૪)માં “અપહ' શીર્ષક હેઠળ રજૂ થયેલા પરિચ્છેદમાં જોવા મળે છે. “જાતિ, વ્યક્તિ, જાતિથી યુક્ત વ્યક્તિ વગેરે અવાસ્તવિક ખ્યાલો છે; અને તેમના પર સંકેત સ્થાપવાથી શબ્દનો કોઈ અર્થ મળશે નહીં. એટલે “ગાય” વગેરે શબ્દોનું ‘અ-ગો-વ્યાવૃત્તિ વગેરે, એટલે કે જે ગાય નથી તેને જુદી પાડવી એ પ્રકારનું રૂપ છે. અને આવા નકારાત્મક અર્થથી યુક્ત અર્થાત્ અગોવ્યાવૃત્તિથી યુક્ત વસ્તુ બધા જ નક્કર અર્થોના સ્પર્શથી રહિત છે. કેમ કે તે મનના ખ્યાલરૂપ અવાસ્તવિક વસ્તુનું પ્રતિબિંબ છે. તેથી તે માત્ર બધી વસ્તુઓના ‘અપહ' (અપ + ઊહ; અર્થાત્, દૂર કરવું)થી જ જાણી શકાય. બૌદ્ધો કહે છે કે જાતિ અદષ્ટ છે તેથી તે વિચારવાયોગ્ય નથી; અને વ્યક્તિ ક્ષણિક છે, અનંત છે. આ કારણથી જાતિમાં કે વ્યક્તિમાં સંકેત સ્થાપવો અશક્ય છે. એટલે, “નાથ' વગેરે શબ્દોનો, અ-ગાય (શ્વાન, હાથી)ને જુદા પાડવારૂપી “અપોહ' (દૂર કરવું ) એ જ અર્થ છે. બધી જ વસ્તુઓ ક્ષણિક છે એમ સ્વીકારેલું હોવાથી, કશું જ સ્થિર તેમજ સામાન્ય છે એમ બૌદ્ધ સ્વીકારી શકતા નથી. ટૂંકમાં, અપોહવાદીઓ, “ગાય” શબ્દથી “ગાય” સિવાયની બીજી બધી જ - ૧૪૨
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy