________________
માનવામાં આવે છે અને ૨. જ્યાં “ડિત્ય' એ સંજ્ઞાને પદાર્થ કે અર્થ માનવામાં આવે છે ત્યાં સંજ્ઞા કે દ્રવ્યમાં પણ જાતિ છે એમ સિદ્ધ કરવામાં મીમાંસકો સફળ થાય છે.
જોકે, ‘ડિલ્થ” એ નામ એક જ વસ્તુ કે વ્યક્તિને આપવામાં આવે તો જ ઉપરનો મત સાચી છે એમ કહી શકાય. કેમકે જો “ડિત્ય' એ નામ, બે જુદી જુદી વસ્તુઓને દા. ત. બળદ અને અશ્વને, આપવામાં આવે તો ત્યાં “સામાન્ય ડિWત્વ' એટલે કે સમાન જાતિગત સંબંધ નથી.
અહીં નોંધવું જોઈએ કે આચાર્ય મમ્મટે (કા. પ્ર. લે. ૨. કા. ૮ની વૃત્તિમાં) જાતિવાદી મીમાંસકોને જવાબ આપતાં કહ્યું છે કે – ગુણ એક જ છે, ક્રિયા એક જ છે, અને “સંજ્ઞા' પણ એક જ છે. એક જ ગુણ “શુકલ (સફેદ) હિમ, દૂધ, શંખ વગેરે જુદાજુદા સફેદ પદાર્થોમાં રહેલો છે અને આશ્રયો જુદા જુદા હોવાથી એ ગુણ પણ જાણે કે “અનેક કે ભિન્નભિન્ન લાગે છે. એવું જ ક્રિયા તથા દ્રવ્યની બાબતમાં પણ બને છે. કેમકે કાતિરથે નત્યેિ: સિતો ગુન: પણ મીમાંસકો કહે છે કે જે “શુકલ” ગુણ દૂધમાં છે તે જ શંખમાં નથી; બન્ને એકબીજાથી એટલા જ જુદા છે જેટલા બે બળદ એક બીજાથી જુદા છે. અને આ રીતે એ “શુક્લ” ગુણ જુદા જુદા હોવા છતાંય એમને એક જ શબ્દ(શુક્લ)થી
ઓળખવાનું કારણ એ છે કે એક જ (શુક્લ) જાતિ એ બધા “શુક્લ (ગુણો)માં રહેલી છે. જેમ ગમે તેટલી જુદી જુદી ગાયો હોય તો પણ ગોત્વ જાતિ બધામાં રહેલી હોવાથી એ બધી જ ગાયો “ગાય” શબ્દથી ઓળખાય છે. આમ જાતિ જ સંકેતનો આધાર છે એવો મીમાંસકોનો મત છે. અને આ જાતિવાદી મત મુજબ ઉપાધિ એક જ છે; ચતુર્વિધ નથી. વૈશેષિકો પણ ગુણ અને ક્રિયાની જાતિ સ્વીકારે છે; જેથી મીમાંસકોના મતને પુષ્ટિ મળે છે. પણ સંજ્ઞા, દ્રવ્ય કે યદચ્છાની પણ જાતિ હોય છે એવો મીમાંસકોનો મત ચર્ચાસ્પદ બન્યો છે. સંકેત વિશેના બે અન્ય મતોની સંક્ષિપ્ત વિચારણા ૧. જાતિવિશિષ્ટવ્યક્તિવાદ
વિવેક' (પૃ. ૪૪)માં નિતિ અને બપોદ તિ એ શીર્ષક હેઠળ શ્રી હેમચન્દ્રાચાર્યે સંકેત વિશેના બાકીના બે મતોની ટૂંકામાં ચર્ચા કરી છે. તદાનું એ શીર્ષક હેઠળ વિવેક(પૃ.૪૪)માં રજૂ થયેલું અવતરણ(૧૫) પ્રાચીન નૈયાયિકોનો મત દર્શાવે છે. નૈયાયિકો માને છે કે સંકેત હંમેશાં જાતિથી વિશિષ્ટ વ્યક્તિમાં જ
૧૪૦