SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ અલંકારો રસના ઉત્કર્ષને સર્વથા પોષ હોય એટલું જ પૂરતું નથી. આવા અલંકારો યોગ્ય સમયે કે અવસરે આવે(“કાલે ગૃહિત' કે અવસરે ગૃહિત':) એ ખૂબ જ જરૂરી છે. આ બીજો નિયમ સ્કુટ કરવા માટે શ્રી હેમચંદ્રાચાર્ય વૃત્તિમાં (પાંચમા ક્રમે) “રત્નાવલી'નો સુપ્રસિદ્ધ શ્લોક(૨.૮) ડામતિ ..ઈ. રજૂ કરે છે. વત્સરાજ ઉદયન સાગરિકાના દિલમાં પોતાને માટે પ્રાયોર્મિ જગાવીને પોતાની રાણીને ભોંઠી પાડવા માગે છે, તેથી, બગીચામાં પોતે ઊછરેલી માધવી લતાને, રાણી વાસવદત્તાએ ઊછરેલી નવમાલિકા લતા કરતાં પહેલાં ફૂલ આવ્યાં ત્યારે એ શુકનિયાળ ઘટનાથી ખૂબ જ ખુશ થયેલા રાજાને લાગે છે કે વાસવદત્તાના વિરોધ છતાંય, નવાં ફૂલોથી સજેલી માધવી લતાની માફક, સાગરિકા પોતાના પ્રેમમાં મગ્ન બનશે અને રાણી ઈર્ષ્યાથી બળતી જ રહી જશે. - આ શ્લોકમાં ઉપમા અને તેને સહાયક શ્લેષ એ બે અલંકારો છે. આ બંને અલંકારો નાટકમાં પેદા થનાર ભાવિ ઇર્ષાવિપ્રલભ શૃંગાર રસ તરફ પ્રેક્ષકોને અભિમુખ કરે છે; અને એ અલંકારો (શૃંગાર)રસની પ્રધાન અવસ્થામાં પ્રયોજાયા છે. આથી એ બે અલંકારો રસને ઉપકારક બન્યા છે. પણ વત્તિમાં(ઉદા. ૬) બીજો એક શ્લોક વાતાદરતી... ઈ. ભલ્લટશતક(૮૭)માંથી ઉદ્ધત થયો છે તેમાં અલંકારનો યોગ્ય સમયે પ્રયોગ થયો નથી. બ્લોકાર્થ છે: “પવનનો આહાર લેનાર સર્પોએ જગતને વિશ્વાસમાં લઈનષ્ટ કર્યું પછી વાદળના જલકણ પીવાનું ઉગ્રવ્રત પાળનાર મોર એ સર્પોને ખાઈ ગયા; અને તે મોરોને હરણના ચામડાનાં વસ્ત્ર પહેરનાર શિકારીઓએ મારી નાખ્યા. (આમ) દંભનું ફળ શું છે તે જાણતા હોવા છતાં લુચ્ચા લોકો, અન્યને ઠગવા માટે, ગુણોની ઇચ્છા કરે છે. અહીં દંભથી પેદા થતો નિર્વેદ તીવ્ર બનાવવા અતિશયોક્તિ યોજી છે. પણ વૃનિમાં ગ્રંથકાર કહે છે તેમ, અહીં તપસ્વીઓને ઉચિત વાતાહાર(પવનને આહાર) એ બાબત પાછળથી કહેવા યોગ્ય હતી છતાં પહેલાં જ કહી દીધી છે. આથી, અતિશયોક્તિ અલંકાર કસમયે યોજાયો છે. કેમ કે, સૌથી પહેલાં, પ્રથમ ચરણમાં હેતુ-ઉભેક્ષાને માટે જ અતિશયોક્તિનું ગ્રહણ કર્યું છે તે નિર્વેદના પ્રકૃત ભાવ(સ્થાયી ભાવ)નું અંગ બનતી નથી. ઉત્તરોત્તર વધતી જતી દંભની માત્રાની અસરથી નિપ્રભ બનેલા ગુણોના સમૂહ વિશે થતો શોક એ પેલા નિર્વેદનું સ્વરૂપ છે. અતિશયોક્તિ એ દંભનું અંગ થતી નથીકેમ કે વાતાહાર કરતાં, જલકણનું પાન કરવું એ કંઈ વધારે દંભ નથી; વળી, મૃગનું ચામડું પહેરવું એ પણ તેનાથી વધારે દંભ નથી.આમદંભને ઉત્તરોત્તર વધતી માત્રામાં દર્શાવ્યો નથી. આમ અલંકારસમીક્ષાના બીજા નિયમ ને દ: ૧ ૧૯
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy