SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ - નાં ઉદાહરણપ્રતિ-ઉદાહરણ આપીને આચાર્યશ્રી કાવ્યમાં અલંકાર યોજયા પછી તેનો યોગ્ય સમયે ત્યાગ કરવાના નિયમનાં ઉદાહરણપ્રતિ-ઉદાહરણરૂપે એક શ્લોક (ઉદા. ૭ અને ૮) રજૂ કરે છે. રસને પોષક નીવડે તે રીતે, અલંકાર યોજીને પછી યોગ્ય સમયે છોડી દેવાનું ઉદાહરણ રá. એ શ્લોકમાં મળે છે. હનુમન્નાટક(પ.૪)ના આ શ્લોકમાં સીતાના વિહરથી ખિન્ન બનેલા રામ અશોકવૃક્ષને કહે છે : “હે અશોક ! નવી કુંપળોને લીધે તું લાલ(રક્ત) છે તો હું મારી પ્રિયાના ગુણો ઉપર રક્ત(અનુરક્ત; પ્રેમ કરનાર) છું. તારી પાસે શિલીમુખ(ભમરા) આવે છે અને મારી પાસે કામદેવના ધ્વનુષ્યમાંથી છૂટેલાં શિલીમુખ(બાણ) આવે છે. પ્રિયાના પગની લાતથી તને આનંદ થાય છે તેમ જ મને પણ (આનંદ) થાય છે. આપણા બેનું બધું જ સરખું છે માત્ર તું અશોક (શોક વિનાનો) છે અને મને વિધાતાએ સ-શોક(શોકવાળો) બનાવ્યો છે.” અહીં આખા શ્લોકને માટે શરૂ થયેલો શ્લેષ અલંકાર, વ્યતિરેક અલંકારને ખાતર, છોડી દેવામાં આવ્યો છે અને તેથી જ શ્લેષાલંકાર, શ્લોકના વિપ્રલંભશૃંગાર રસને ઉપકારક બન્યો છે. ધ્વન્યાલોકમાં જણાવ્યું છે તેમ એક અલંકારને સ્વીકાર્યા બાદ યોગ્ય સમયે ઇષ્ટ રસને ઉપકારક એવા બીજા અલંકાને સ્થાન આપવા માટે કવિ અગાઉના અલંકાર(શ્લેષ)ને અધવચ્ચે છોડી દે છે તેનું આ શ્લોક ઉદાહરણ છે. આ શ્લોકમાં “રક્ત', શિલીમુખ, એ શબ્દોમાં શ્લેષ છે; પણ છેલ્લા ચરણમાં આવતા “અશોક અને “સશોક એ શબ્દો વ્યતિરેક અલંકારની પ્રતીતિ કરાવે છે. આ શ્લોકમાં શ્લેષ અને વ્યતિરેક બંને સાથે છે - મિશ્ર છે. અગાઉ પણ મોનિ (વૃત્તિ, ગ્લો. ૫) એ શ્લોકમાં ઉપમા અને શ્લેષ એ બે અલંકારો સાથે છે - મિશ્ર છે. આવા પ્રયોગો માટે ધ્વનિકારે “શ્લેષવ્યતિરેક” અને “ઉપમાશ્લેષ' એવો, બંને અલંકારોનાં નામોના સમાસ બનાવીને, ઉલ્લેખ કર્યા છે. આવા અલગ તારવી શકાય તેવા અલંકારો કાવ્યમાં આવે ત્યારે “સમૃષ્ટિ” અલંકાર તરીકે ઓળખાય છે; જ્યારે શ્લોકમાં બે અલંકારો છૂટા ન પાડી શકાતા હોય ત્યારે તે “સંકર અલંકાર તરીકે ઓળખાય છે. રુદ્રટે તથા નમિસાધુએ આ રીતે અલંકારોનાં નામોનો સમાસ બનાવીને ઉલ્લેખ કરવાની રીત માન્ય રાખી છે. “ધ્વન્યાલોક'માં આનંદવર્ધન આ જ પરંપરાને અનુસરતા જણાય છે. એ શ્લોક(૭)માં અધવચ અલંકારને છોડવાનું ઉદાહરણ છે; પણ રાજશેખરના “બાલરામાયણ'(૧.૩૬)ના શ્લોક(૮)માં એવું બન્યું નથી એ બતાવવા શ્રી હેમચંદ્રાચાર્ય, નાજ્ઞા શશિરાપ્રિયની. એ પ્રતીકવાળો ૧૨૦
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy