SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ - રસને બાધકથતા અલંકારનું ઉદાહરણ રત્નાવલી'ના એક શ્લોક(૧.૧૬)માં જોવા મળે છે. સ્ત્રd: સ્ત્રીનોમાં... ઈ. એ શ્લોક(વૃત્તિ, શ્લોક ૩)માં, મદનમહોત્સવ દરમિયાન, બેફામપણે નાચતી યુવતીનું વર્ણન છે. આ યુવતીના છૂટી ગયેલા વાળ અસ્તવ્યસ્ત થઈને તેમાં ગૂંથેલી ફૂલોની વેણીની શોભા ગુમાવે છે; શરાબના નશાથી ચકચૂરએ યુવતીના બે ઝાંઝર પગમાં ચોંટીને બમણો અવાજ કરે છે; સતત કાંપવાથી તેનો મોતીનો હાર અસ્તવ્યસ્ત થઈને જાણે પીડાને કારણે એની છાતી પર એકધારા પ્રહારો કરે છે. સ્તનના ભારને કારણે તેની નમી ગયેલી કમર ભાંગી જવાની પરવા કર્યા વિના જ એ યુવતી નૃત્યક્રીડા કરે છે.” આ શ્લોકમાં પડયા રૂઢ ‘જાણે પીડાથી એ શબ્દો વડે છતો થતો ઉત્પક્ષા અલંકાર અંગી અથવા પ્રધાન વસ્તુ બને છે અને તેનો અનુગ્રાહક અર્થશ્લેષ કરુણરસને ઉચિત વિભાવ-અનુભાવ પ્રાપ્ત કરતો હોવાથી, એ અલંકાર આ શ્લોકમાં રસને બાધક બને છે; એ શ્લોકના શૃંગાર રસને ઉપકારક નથી. - રસને ઉપકારક ન હોય કે બાધક પણ ન હોય; પણ કેવળ તટસ્થ હોય તેવો અલંકાર “વૃત્તિમાં રજૂ થયેલા “રત્નાવલી'ના બીજા એક શ્લોક(૨.૮)માં જોવા મળે છે. રાજા, સાગરિકાના ચિત્રને જઈને નીતાવધૂતા . ઈ. એ શ્લોક બોલે છે : “લીલાથી લક્ષ્મીને કોરાણે મુકી દેતી અને મારા તરફ વિશેષ પક્ષપાત બતાવતી આ ચિત્રમાં રહેલી કોણ(સ્ત્રી) રાજહંસીની માફક મારા માનસમાં(મનમાં) પ્રવેશે છે ? ચિત્રાંતિ સાગરિકાને જોતાં જ તેના પ્રેમમાં પડેલા રાજા ઉદયનની આ ઉતિ તટસ્થની હોય તેવી કવિએ રચી છે. અહીં, શ્લેષથી પુષ્ટ થતા ઉપમા અલંકારના પ્રાધાન્યથી શ્લોકના પ્રસ્તુત રસ(શૃંગાર)ને જમાવવાની ઇચ્છા ન હોવાથી, એ (સંભોગ શૃંગાર) રસને કવિએ ગૌણ કરી નાખ્યો છે. ' આમ વૃત્તિના શ્લોક ૨, ૩, ૪ની મદદથી શ્રી હેમચંદ્રાચાર્યે અલંકારસમીક્ષાના પ્રથમ નિયમ ‘તત્પરત્વેન' એટલે કે “રસપરત્વેન’ની કાવ્યલક્ષી સમજૂતી આપી છે. કાવ્યમાં અલંકાર રસના ઉત્કર્ષમાં સક્રિય રીતે સહાયક હોવો જોઈએ; એ રસને બાધક ન થવો જોઈએ; તથા, રસથી તટસ્થ કે નિરપેક્ષ રીતે કાવ્યમાં અલંકાર યોજવો તે હેતુશૂન્ય પ્રવત્તિ છે. આથી, “રત્નાવલી’ના ઉપરોક્ત શ્લોક(૨.૮)માં જે બે અલંકારો, ઉપમા અને શ્લેષ, પ્રયોજાયા છે તે, રસપરક નથી; ભલે સાગરિકાની રાજહંસી સાથે થયેલી સરખામણી યોગ્ય હોય. ૧૧૮
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy