________________
આમ ધ્વન્યાલોકની અલંકાર-સમીક્ષા જ આચાર્યશ્રીએ સ્વીકારી છે. એટલું જ નહીં પણ રસને ઉપકારક થાય તેવી રીતે જ અલંકાર યોજવાને લગતા શાકુંતલના પ્રથમ અંકનો વીસમો શ્લોક; રસને બાધક થાય તેવી રીતે અલંકાર ન યોજવા અંગે નિદર્શનરૂપે મૂકેલો રત્નાવલીને શ્લોક(૧૬); રસના અંગરૂપે આવતા અલંકારનો યોગ્ય સમયે સ્વીકાર કરવાને લગતો રત્નાવલીનો શ્લોક(૨.૪); સ્વીકારેલા અલંકારનો યોગ્ય સમયે ત્યાગ કરવાને લગતો હનુમનનાટકનો શ્લોક(પ.૪), અલંકારને છેલ્લે સુધી ચાલુ ન રાખવાને લગતી અમરુશતકનો શ્લોક(૯) અને છેલ્લે સુધી ચાલુ રાખલો અલંકાર પણ રસના અંગરૂપે ગૌણ રહે તે દર્શાવતો મઘદૂતન શ્લોક(૨.૪૧) એ “અલંકાર ચૂડમણિ” વૃત્તિમાં (ક્રમાંક ૨, ૩, , ૭, ૯, ૧૧) રજૂ થયેલા છે શ્લોકો પણ ધ્વન્યાલોક(ઉદ્યોત ૨ બે, કારિકા ૧૯ પછી)માંથી જ સ્વીકાર્યા છે. આમ છતાં, “કાવ્યાનુશાસન'ના કર્તાએ ચર્ચાને સર્વગ્રાહી બનાવવા માટે બીજા થોડા શ્લોકો ઉમેરીને અલંકારસમીક્ષાને વધારે ઉપયોગી બનાવી છે. કાવ્યમાં અલંકાર રોપકારક બની રહે તેના જે પાંચ નિયમો છે તેને સ્પષ્ટ કરવા માટે શ્રી હેમચંદ્રાચાર્ય સૌ પ્રથમ કાલિદાસના 'શાકુંતલ' નાટકમાંથી એક સુપ્રસિદ્ધ શ્લોક(૧૪) વનાપામ્.. ઈ. રજૂ કરીને અલંકાર તત્પર એટલે કે રસ-પરા, રસ-પોષક કેવી રીતે બને છે તે સમજાવે છે. અલંકાર રસને બાધક ન બનવો જોઈએ અથવા તટસ્થ રીતે એટલે કે કોઈ પણ હેતુ વિના કાવ્યમાં પ્રયોજાવો ન જોઈએ. પણ જગન્નાથના શબ્દોમાં ‘વાક્યર્થોપકારક અર્થાતુ રસપકારક હોવો જોઈએ. શાકુંતલના આ મનોહર
શ્લોકમાં શકુન્તલાને ભમરો કનડે છે તે જોઈને, રાજા દુષ્યન્ત, ભમરાના હાવભાવ પ્રેમી જેવા જોઈને તેને જાણે પ્રેમી કલ્પીને કહે છે કે “જેના ખૂણા હાલે છે અને જે ચંચળ છે તેવી શકુન્તલાની આંખને તું વારંવાર સ્પર્શે છે; જાણે કોઈ ખાનગી વાત કહેતો હોય તેમ તું તેના કાન નજીક ધીમું ધીમું ગણગણે છે. તને રોકવા માટે તે હાથ હલાવે છે ત્યારે તું પ્રેમનું જે સર્વસ્વ છે(તસર્વ4) એવા તેના નીચલા હોઠનું પાન-(ચુંબન) કરે છે ! હે ભ્રમર ! અમે કે જે એના પ્રેમ વિશે તર્કવિતર્ક કરીએ છીએ તે હતભાગી છીએ; તું તો ધન્ય છે.”
શકુન્તલાનો પ્રેમી રાજા દુષ્યન્ત આ શ્લોકમાં ભમરાના સ્વભાવ કે વર્તનનું આબેહૂબ વર્ણન કરતો હોવાથી આ શ્લોકમાં સ્વભાવોક્તિ અલંકાર છે તે શૃંગાર રસના ઉત્કર્ષ માટે યોજેલો છે. આથી, અહીં અલંકાર રસને ઉપકારી છે એમાં શંકા નથી(વૃત્તિ, શ્લો. ૨).
૧ ૧૭