SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતીતિ કરાવે છે. ચૌદમા સૂત્રનો સાર એ છે કે એ અલંકારો જ રસને ઉપકારક છે જે રસજમાવટને પ્રત્યક્ષ રીતે મદદ કરે છે, જે યોગ્ય સમયે અને સ્થાને જ આવે છે; અને જે રસની જમાવટને બાધારૂપ નથી અને ચોક્કસ કાવ્યપ્રયોજન વિના જે કાવ્યમાં પ્રયોજાતા નથી. આમ કાવ્યમાં અલંકારો પ્રયોજતી વખતે કવિએ જે વિવેક વાપરવો પડે છે તેની વાત સૂત્ર ચૌદમાં છે. રસનો પોષક અને રસને માટે જ કાવ્યમાં પ્રયોજાતો અલંકાર તત્પર (રસ-પરક) ગણાય. યોગ્ય સમયે અલંકાર સ્વીકારાય અને યોગ્ય સમયે તેનો ત્યાગ કરાય (ાતે પ્રત્યાયો:) તો તે અલંકાર રસને ઉપકારક થાય. કાવ્યમાં એકાદ અલંકાર શરૂ કરીને તેને કાવ્યમાં બહુ લાંબે સુધી, છેલ્લે સુધી ખેંચી જેવો તે “અતિનિર્વાહ'. આવો “અતિનિર્વાહ રસને બાધક નીવડે છે. તેથી આ પ્રકારનો અતિનિર્વાહ ન કરવામાં આવે (નાતિનિર્વાહ) તો તે અલંકાર જરૂર રસને ઉપકારક થાય. પણ, ખાસ સંજોગોમાં કોઈ અલંકારને શ્લોકની સમાપ્તિ સુધી લઈ જવાય તો પણ જ્યાં સુધી તે અલંકાર રસના અંગ તરીકે ગૌણરૂપે રહે (નિર્વાદેડથમ્) તો તે અલંકાર રસને મદદરૂપ બને. ટૂંકમાં, અલંકાર રસના અંગરૂપે આવે, ગૌણરૂપે રહે તો જ તે રસપકારક બને. હેમચંદ્રાચાર્યની આ અલંકારસમીક્ષાને ધ્વન્યાલોકના બીજા ઉદ્યોતની કારિકા અઢાર અને ઓગણીસમાં રજૂ થયેલી કાવ્યમાં અલંકારો યોજવા અંગેની છ મુદાની સમીક્ષાનું પૂરેપૂરું સમર્થન છે. “ધ્વન્યાલોક'ના રચયિતાના મતે ૧. રસજમાવટના સાધન તરીકે જ અંલકારો પ્રયોજવા, ૨. અલંકારને કદાપિ અંગી (પ્રધાન) તરીકે ન પ્રયોજવા, ૩. યોગ્ય સમયે અલંકારનું ગ્રહણ કરવું, ૪. યોગ્ય સમયે એનો ત્યાગ કરવો, ૫. અલંકારનો શ્લોકના અંત સુધી નિર્વાહ કરવાની(ચાલુ રાખવાની) કોશિશ ન કરવી અને ૬. ક્યારેક છેક સુધી નિર્વાહ કરવામાં આવે તો પણ અલંકાર અંગરૂપે જ રહે તેની કાળજી રાખવી. રૂપકાદિ અલંકારોને મુખ્ય રસનાં અંગરૂપે યોજવા માટે આટલી બાબતો લક્ષમાં રાખવી(ધ્વ.આ. ૨.૧૮૧૯). ધ્વન્યાલોકના આ છ મુદામાં ત્રીજા અને ચોથા મુદાને એક ગણીએ તો પાંચ મુદા છે અને હેમચંદ્રાચાર્યું સૂત્ર ચૌદમાં ૨. તત્પરત્વે રાત્રે પ્રત્યારો; રૂ. નીતિનિર્વાદ, ૪. નિર્વાદેડAત્વે એ ચાર મુદા રજૂ કર્યા છે તેમાં બીજા મુદામાં (યોગ્ય સમયે અલંકાર લેવો અને યોગ્ય સમયે છોડી દેવો) બે મુદા સમાયેલા છે. તે અલગ કરીએ તો હેમચંદ્રાચાર્યની અલંકારસમીક્ષામાં પણ પાંચ મુદા રહેલા જોઈ શકાય છે. ૧૧૬
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy