________________
तत्परत्वे काले ग्रहत्यागयो तिनिर्वाहे निर्वाहेऽप्यङ्गत्वे रसोपकारिणः (અનક્રા :) II (૧.૧૪)
અર્થાત્ (૧) (અલંકારો) કાવ્યમાં રસને માટે જ પ્રયોજાયા હોય ત્યારે, (૨) યોગ્ય વખતે, અલંકારનો સ્વીકાર તથા ત્યાગ થાય ત્યારે, (૩) શરૂ કરેલો અલંકાર રસના પરિપોષ કે પ્રકર્ષની દૃષ્ટિએ છેવટ સુધી લઈ જવામાં ન આવે ત્યારે, અને (૪) અલંકાર પૂરેપૂરો ખીલવ્યો હોય છતાં તે રસનું અંગ બની રહેતો હોય ત્યારે (અલંકારો) રસના ઉપકારક થાય છે.”
રસસમીક્ષાના માર્ગદર્શક સિદ્ધાંતોની આ સૂત્ર(૧.૧૪)માં જે રજૂઆત છે તેના સંદર્ભમાં અગાઉ સૂત્ર તેર(૧.૧૩)ની વૃત્તિમાં કાવ્યમાં અલંકારોના રસ સાથેના સંબંધનાં જે ત્રણ પાસાં દર્શાવ્યાં છે તે ધ્યાનમાં રાખવા જોઈએ. ત્યાં આચાર્યશ્રીએ જણાવ્યું છે કે “અને એ અલંકારો, કાવ્યમાં રસ હોય ત્યારે ૧. કયારેક ઉપકારક છે અને ૨. કયારેક ઉપકારક નથી. પણ જો કાવ્યમાં રસ જ ન હોય તો એ અલંકારો 3. શબ્દાર્થના ચિત્રમાં જ પરિણમે છે. આ ત્રણેય બાબતોની ચર્ચા મમ્મટે કાવ્યપ્રકાશના આઠમા ઉલ્લાસની ૬ 9મી કારિકા તથા તેની વૃત્તિમાં કરી છે. અલંકારોની વિભાવના સ્પષ્ટ કરતાં મમ્મટ કહે છે કે ૧. કાવ્યમાં રસ હોય તો તે રસને અંગ(શબ્દ અને અર્થ)દ્વારા ઉપકારક થાય છે તે હાર વગેરે જેવા અનુપ્રાસ, ઉપમા વગેરે અલંકારો છે. ૨. પણ જ્યાં રસ નથી હોતો ત્યાં તો આ બધા અલંકારો ઉક્તિવૈચિત્ર્યમાં જ પરિણમે છે. ૩. પણ કયારેક, કાવ્યમાં રસ હોય તો પણ તેને, આ અલંકારો ઉપરકારક થતા નથી. આમ, મમ્મટના મતે, રસાત્મક કાવ્યમાં અલંકારો ક્યારેક ઉપકારક થાય છે;
ક્યારેક ઉપકારક થતા નથી; અને, કાવ્યમાં રસ ન હોય તો તો એ અલંકારો કેવળ શબ્દ તથા અર્થની ચમત્કૃતિ જ પેદા કરે છે. આટલું વિવેચન કર્યા પછી મમ્મટ વિવિધ ઉદાહરણશ્લોકો (અપક્ષRય વનસા.., મનોરાસ્તિીવ્ર, વિરે વિટ્ટી., મિત્રે વAIf ...ઈ.) આપીને રસને ઉપકારક, અનુપકારક અને કેવળ ઉક્તિવૈચિત્રરૂપ અલંકારોનો પરિચય કરાવે છે.
ચૌદમા સૂત્રદ્વારા શ્રી હેમચંદ્રાચાર્ય કાવ્યમાં રસ હોય ત્યારે તે રસને ઉપકારક થાય તેવી રીતે અલંકાર-યોજના કરવા અંગે દોરવણી આપતા ચાર મુદા પ્રસ્તુત કરે છે અને પછી તે દરેકનાં, સંસ્કૃત સાહિત્યના પ્રસિદ્ધ ગ્રંથોમાંથી પસંદ કરેલાં ઉદાહરણો આપી, પોતાનો કાવ્યસિદ્ધાંત વ્યાવહારિક છે તેની
૧૧૫