SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હેમચંદ્રાચાર્ય વામનના ગુણાલંકારવિવેકનો વિરોધ કરે છે ઉદ્ઘટના ગુણ તથા અલંકાર વિશેના જરીપુરાણા તેમજ અતાર્કિક વિચારોની ઉગ્ર ટીકા કર્યા પછી, શ્રી હેમચંદ્રાચાર્ય, “કાવ્યલકારસૂત્રવૃત્તિ નામના પોતાના ગ્રંથમાં વામને શોભાયા: ઝી ધમાં ગુe I (૩.૧.૧) એમ કહીને ગુણોની તથા તતિશયતવસ્વતંRI: એમ કહીને અલંકારોની જે વ્યાખ્યા કરી છે તેનો નિર્દેશ કરી, સ્પષ્ટ જણાવે છે કે કાવ્યમાંથી ગુણોને દૂર કરવાનું કે ગુણોને કાવ્યમાં દાખલ કરવાનું કવિની ઇચ્છાથી થતું નથી. કાવ્યશાસ્ત્રમાં “રીતિ એ કાવ્યનો આત્મા છે'(કા.અ.મૂ.૧.૨૬) એવો સિદ્ધાંત સ્થાપિત કરનાર વામને સૌથી પહેલાં “ગુણ” તથા “રીતિએ સંજ્ઞાઓની વ્યાખ્યા કરી છે, અને તેમની વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. - પોતાના કાવ્યાલંકારસૂત્ર' ગ્રંથમાં તથા તેના પરની પોતાની વૃત્તિમાં વામને ગુણોને, “કાવ્યની શોભા કે સુંદરતાને ઉત્પન્ન કરનાર ધર્મો કહ્યા છે અને અલંકારોને “એ કાવ્યશોભામાં વધારો કરનાર' કહ્યા છે. વામન ગુણ અને અલંકારનો જે ભેદ બતાવે છે તેને પણ શ્રી હેમચંદ્રાચાર્ય ચર્ચાસ્પદ(વ્યભિચારી) ગણે છે. તેઓ વિવેક (પૃ.૩૬)માં સ્પષ્ટ કહે છે કે – “વ્યશોધાયા: સ્તો धर्मा गुणाः तदतिशयहेतवस्त्वलंकारा' इति वामनेन यो विवेकः कृत सोऽपि વ્યવાણી ! અર્થાત્ “કાવ્યમાં શોભા ઉત્પન્ન કરનારા ધર્મો તે ગુણો અને તેમાં વધારો કરનારા ધર્મો તે અલંકારો એવો, ગુણ અને અલંકારનો જે ભેદ(વિવેક) વામને કર્યો છે તે પણ સર્વથા સાચી નથી. કેમકે ઉદા. ૧૩૦માં આપેલ વાક્ય- : સૂર્ય આથમી ગયો; ચંદ્ર દેખાય છે; પક્ષીગણ પોતાના માળા તરફ પાછાં ફરે છે” -માં વામને ગણવેલા પ્રસાદ, શ્લેષ, સમતા, માધુર્ય, સૌકુમાર્ય, અર્થવ્યક્તિ જેવા ગુણો છે છતાં તે કાવ્ય કહેવાતું નથી. જ્યારે ઉદા. ૧૬૧માં રજૂ થયેલાં પ વિછૂતા વાર્તા. એ સુંદર શ્લોકમાં કેવળ ઉત્પક્ષા અલંકારની ઉપસ્થિતિ તથા ત્રણ-ચાર અનપેક્ષિત ગુણોની હાજરીથી એ શ્લોક “કાવ્ય” નામને પાત્ર ઠર્યો છે. માટે જ, રસધ્વનિમાં માનનારાઓએ જે રીતે ગુણ-અલંકારનો ભેદ કર્યો છે તે જ યોગ્ય છે. આ ગુણો ત્રણ જ છે એ અંગેનું વિવેચન આગળ “કાવ્યનુશાસન'ના ગુણવર્ણન વિશેના ચોથા અધ્યાયમાં કરવામાં આવશે. ગુણાલંકારના તફાવતની વિશદ સમાલોચના મમ્મટે કાવ્યપ્રકાશના આઠમા ઉલ્લાસ(કારિકા-૬૬-૬૭ ૧૧૨
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy