________________
તથા વૃત્તિ)માં કરી છે તે પણ પ્રસ્તુત વિષયને સ્કુટ કરનારી છે એ નોંધવું ઘટે. ત્યાં ગુણોને “અચલસ્થિતયો ગુણાઃ અર્થાત્ અવિચલ સ્થિતિવાળા ગુણો કહ્યા છે. વામનના ગુણ તથા અલંકાર વિશેના વિવેચનની ખામી
કાવ્યનાં જુદાં જુદાં તત્ત્વોની ચર્ચા કરતાં વામન એ તત્ત્વોની વ્યાખ્યા કરવાની સાથે સાથે એ તત્ત્વોનો તફાવત પણ સ્પષ્ટ કરે છે. આમ કાવ્યાલંકારસૂત્રો'માં તથા “વૃત્તિમાં વામન પ્રથમ ગુણ(૩.૧.૧)ની વ્યાખ્યા આપીને પછી અલંકાર(૩.૧.૨)ની વ્યાખ્યા આપે છે અને વૃત્તિમાં બંનેનું સ્વરૂપ તથા ભેદ દર્શાવે છે.
“જે શબ્દ તથા અર્થના ધર્મ કાવ્યની શોભાને પ્રકટ કરે છે તે ગુણ કહેવાય છે – જેમ કે, ઓજ, પ્રસાદ વગેરે. યમક, ઉપમા આદિ અલંકાર છે. કેવળ યમક, ઉપમા વગેરે અલંકારોથી કાવ્યની શોભા ઉત્પન્ન થતી નથી. પણ (અલંકાર ન હોય તો પણ) ઓજઃ , પ્રસાદ વગેરે કાવ્યની શોભાને ઉત્પન્ન કરે છે.”
“એ કાવ્યશોભાને વધારવામાં અલંકારો કારણરૂપ છે. આથી ગુણ તથા અલંકારનો ભેદ જણાય છે. યમક, ઉપમા વગેરે અલંકારો છે. આ સંબંધમાં બે શ્લોક છે ?' ૧. કેવળ શુદ્ધ ગુણથી યુક્ત કાવ્ય, યુવતીના અલંકારહિત રૂપની માફક,
અતિશય મનોરમ અને હૃદયંગમ લાગે છે. પણ જે કાવ્ય અલંકારસભર છતાં ઓજઃ , પ્રસાદ વગેરે ગુણોથી રહિત હોય છે તે, સ્ત્રીના યૌવનવિહોણા, અલંકારસભર શરીરની માફક, શોભાલીન લાગે છે(ગુણ વગર સ્ત્રી તથા આભૂષણ બંને સૌંદર્યહીન લાગે છે).
આમ વામના કાવ્યસિદ્ધાંતમાં ગુણો કદી છૂટા ન પાડી શકાય તેવા ધર્મો છે; જ્યારે અલંકારો, કાવ્યની શોભા ઉત્પન્ન કરવા માટે અનિવાર્ય ન હોવાથી, કાવ્યની પ્રકટ થયેલી શોભાને વધારનાર ધર્મો છે. આમ કાવ્યમાં ગુણ કરતાં અલંકારનું સ્થાન ગૌણ છે. ગુણ અને અલંકાર વચ્ચેનો આ તફાવત વામને ઉપર દર્શાવેલા બે શ્લોકો ટાંકીને સ્પષ્ટ કર્યો છે. અહીં ગુણોને વ્યક્તિના અંતર્ગત સગુણોના રૂપમાં રજૂ કર્યા છે જ્યારે અલંકારોને વ્યક્તિના શરીર પર પહેરેલાં ઘરેણાંના રૂપમાં રજૂ કર્યા છે. વામનના મતે ગુણો કાવ્યની શોભાને ઉત્પન્ન કરનાર સાક્ષાત્ કારણ કે ધર્મો છે; જ્યારે અલંકારો, શબ્દાર્થ મારફતે, કાવ્યની
૧૧૩