SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ નેપથ્યાલંકાર સજવા માંડ્યા એ વિશેષ ઘટનાને “દૂરદેશીવાળા પ્રસંગે કાર્ય કરવાનું ચૂકતા નથી” એ સામાન્ય વિધાનથી સમર્થિત કરવાને લીધે થતો, અર્થાન્તરન્યાસ અલંકાર છે. આમાંથી કવિએ બીજા ચરણમાંના વીતકૃત્રિજૈઃ એ સરસ ઉપમા અલંકારને દૂર કરીને તેને સ્થાને ‘ત્તિવોરન્ને ' એ શબ્દો મૂક્યા છે છતાં શ્લોકના શૃંગાર રસને નથી બાધ આવ્યો કે નથી તેની પુષ્ટિ થઈ. અર્થાલંકાર ઉમેરવાને લગતું એક ઉદાહરણ ગ્લો. ૧૨૯માં મળે છે. દસમા સૂત્ર હેઠળ શિક્ષાનું નિરૂપણ કરતી વખતે “દરેક પર્વતમાં રત્ન છે “એવા કવિસમયના ઉદાહરણરૂપે “વિવેક' (શ્લોક. ૭૫)માં નીતારરશ્મિ એ જે શ્લોક રજૂ કર્યો હતો તે જે શ્લોક અહીં લઈને તેની પ્રથમ પંક્તિના બીજા ચરણના અંતે ‘તટન્તોષ” એ પદને સ્થાને મૃક્ષ સાની એ બે પદો બદલી, “મૃગ જેવાં નેત્રોવાળી' એવી સમાસગા ઉપમા પ્રયોજવા છતાં શ્લોકના આસ્વાદમાં કંઈજ વધઘટ થતી નથી કે ફરક પડતો નથી. નદીમાં સામા તટે મસ્તી કરતા હાથીઓ સૂંઢથી જે પાણીની છાલકો મારે છે તે જલકણોથી વધારે ચમક્તાં નીલ-મણિનાં કિરણ-જાળાંને, ઢેલો, ભૂલથી વરસાદથી ભરેલાં વાદળો સમજીને, તેમને ઉત્કંઠારપૂર્વક નીરખી રહે છે એવો આ શ્લોકનો ભાવાર્થ છે. અહીં “સામા તટ ઉપર એ શબ્દરચનાને બદલે હે મૃગ જેવાં નેત્રવાળી (સુંદરી) ! પેલા પર્વત ઉપર’ એવા શબ્દો મૂકી, ઉપમા અલંકાર સાધ્યો છે. પણ શ્લોકની ચમત્કૃતિમાં આ ફેરફારથી ખાસ વધઘટ થઈ નથી. સમવાય” અને “સંયોગ'ના માપદંડો ઉપર જોયેલા ઉદાહરણ-શ્લોકો અચૂક દર્શાવે છે કે કાવ્યમાં અલંકાર યોજવો કે દૂર કરવો એ બાબત કવિની ઇચ્છા પર અવલંબે છે; પણ, ગુણોને કાવ્યમાંથી દૂર કરવાનું જ અશક્ય છે, અહિતકર છે. વળી, એ પણ સ્પષ્ટ છે કે અલંકારો કાવ્યના આત્મભૂત સૌંદર્ય સાથે અવિનાભાવે કે અવિચિછન્નપણે સંકળાયેલા નથી હોતા; જ્યારે ગુણો તો કાવ્ય-સૌંદર્યના ધર્મો છે અને, તેથી, કાવ્યના આત્મા સાથે, રસ સાથે, અવિચ્છિન્નપણે અને અનિવાર્યપણે જોડાયેલા હોય છે. અલંકાર અને ગુણ વચ્ચેનો આ તફાવત એ કંઈ ગડરિકાપ્રવાહ કે પરંપરામાંનો અંધવિશ્વાસ નથી જે વિવેકબુદ્ધિનો અભાવ સૂચવે છે; પણ આ તફાવત તો, શબ્દ અને અર્થ જેનું શરીર છે તેવા કાવ્યના રસ-ધ્વનિરૂપ આત્માને સ્વીકારનાર કાવ્યસિદ્ધાન્તના પુરસ્કર્તાઓની તર્કયુક્ત અને મજબૂત વિચારણા પર આધારિત બાબત છે. ૧૧૧
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy