SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ અલંકારની જે વ્યાખ્યા કરી છે તેને અનુરૂપ છે. આનંદ વર્ધન કહે છે : અફ઼ાશ્રિતાસ્ત્વતદ્નારા મનવ્યા: ટાહિવત્. એટલે કે જેઓ કાવ્યનાં અંગશબ્દ અને અર્થને આશ્રયે રહે છે તે કટક-કુંડળ જેવા અલંકારો કહેવાય છે.’ આનંદવર્ધન, મમ્મટ, હેમચંદ્રાચાર્ય તથા ધ્વનિમતના બીજા અનુયાયીઓના મતે ગુણો ૨સાશ્રયી છે, રસના એટલે કે કાવ્યના આત્માના ધર્મો છે; જ્યારે અલંકારોનો કાવ્યના શરીરરૂપી શબ્દ અને અર્થ સાથે સંબંધ છે - અંગાશ્રિત છે. ધ્વનિવાદી આચાર્યોની દૃષ્ટિએ, કાવ્યના આત્મારૂપ રસના આસ્વાદમાં ઉપયોગી ભૂમિકા ભજવવાના આધારે જ કાવ્યમાં અલંકારોનું ઔચિત્ય સિદ્ધ થાય છે. અલંકારનો રસ સાથે આવો સંબંધ છે. અને અંલકાર વચ્ચે તફાવત છે ગુણ સૂત્ર તેરમાં કરવામાં આવેલી અલંકારની કંઈક ટૂંકી વ્યાખ્યાનું ‘વૃત્તિ’માં સ્પષ્ટીકરણ કવામાં આવ્યું છે. રસરૂપી આત્માના અંગરૂપ શબ્દ અને અર્થ પર અલંકારો અવલંબે છે. આ અલંકાર, કાવ્યમાં રહેલા રસને સામાન્યતઃ ઉપકારક હોય છે, પણ ક્યારેક કાવ્યના રસના ઉત્કર્ષને માટે તેઓ અનુકૂળ હોતા નથી. પણ, કાવ્યમાં રસનો જ અભાવ હોય ત્યારે તો એ અલંકારો માત્ર શબ્દ અને અર્થની ચમત્કૃતિમાં જ પરિણમે છે. આમ,સૂત્ર તેરની વૃત્તિ, રસ પરત્વે અલંકારોની ભૂમિકા અને ઉપયુક્તતા નક્કી કરવા માટે મહત્ત્વનું માર્ગદર્શન આપે છે. આ ઉપરાંત, ‘વિવેક’ વ્યાખ્યા(પૃ. ૩૪)માં રસના સંદર્ભમાં ગુણ તથા અલંકારનો તફાવત સ્પષ્ટ કરવામાં આવ્યો છે. ‘વિવેક’માં તેરમા સૂત્રના ‘અંગાશ્રિતાઃ' એ પદને લઈને શ્રીહેમચન્દ્રાચાર્ય લખે છેઃ “જે કાવ્યના અંગી(આત્મા) એવા રસમાં રહે છે તે ગુણો છે. જ્યારે અંલકારો શબ્દાર્થરૂપ કાવ્યશ૨ી૨(અંગ)માં રહે છે. આ જ ગુણ તથા અલંકારનો ભેદ છે. આથી, શૌર્ય વગેરે જેવા ગુણો છે, અને કેયૂર વગેરે જેવા અલંકારો છે એવો ગુણ તથા અલંકારનો તાત્ત્વિક તફાવત સ્વીકારવા છતાં ‘ભામવિવરણ’(૧૮)માં ભટ્ટોગ્ભટે દર્શાવેલો મત ભૂલ ભરેલો છે એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. કેમકે, ઉદ્ભટ સ્વીકારે છે કે વાસ્તવિક જીવનમાં ગુણો, શૌર્ય વગેરે જેવા છે અને અલંકારો, કટક-કુંડળ જેવા છે અને, તેથી, ગુણ અને અલંકાર ભિન્ન છે, કેમકે ગુણો, માનવીની સાથે સમવાય સંબંધીથી જોડાયેલા છે જ્યારે અલંકારો સંયોગ સંબંધથી જોડાયેલા છે. પણ, એ જ ઉદ્ભટ એમ પણ કહે છે કે સાહિત્યમાં તો ૧૦૮
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy