________________
વૃત્તિમાં સૂત્રના અર્થનું સ્પષ્ટીકરણ છે: “અંગી એટલે કે મુખ્ય રસ. તેના અંગરૂપ શબ્દ તથા અર્થ છે. એ શબ્દાર્થના આશ્રયે રહેનાર એ અલંકાર. કાવ્યમાં જયારે રસ હોય છે ત્યારે તે અલંકારો, ક્યાંક રસના ઉપકારક હોય છે અને ક્યાંક રસના ઉપકારક હોતા નથી. પણ કાવ્યમાં રસ જ ન હોય તો તો એ અલંકારો વાચ્ય(અર્થ) અને વાચક(શબ્દ)ના વૈચિત્રમાં જ સમાપ્તિ પામે છે.”
આ એક નાનકડા સૂત્ર(૧.૧૩)માં અલંકારોની સંપૂર્ણ વાત થઈ શકે નહીં એ સ્વાભાવિક છે. કેમ કે “અલંકાર'ની આસપાસ વિશાળ પ્રાચીન સાહિત્યપરંપરા વિકસેલી જોવા મળે છે. સંસ્કૃત “કાવ્યશાસ્ત્ર” કે જે “અલંકારશાસ્ત્ર'ના નામથી પ્રસિદ્ધ છે તેના પ્રારંભકાળથી જ કાવ્યમાં સુંદરતાનો ખ્યાલ, અલંકાર સાથે ગાઢ રીતે જોડાયેલો છે. રસ'ના સંદર્ભમાં અલંકાર-વિચારણા
શબ્દ તથા અર્થના સૌંદર્યની વિચારણા કરતા અનેક ગ્રંથો પ્રાચીન આલંકારિકોએ લખ્યા છે જેમાં આચાર્ય ભામહ, આચાર્ય દંડી, ઉદ્ભટ, રુદ્રટ અને બીજા કાવ્યશાસ્ત્રીઓના ગ્રંથોનો સમાવેશ થાય છે. આ બધા વિચારકો શબ્દાર્થના સહિતત્વને જ કાવ્ય ગણતા હોવાથી તેમની દષ્ટિએ શબ્દ તથા અર્થનું સૌદર્ય એ જ કાવ્યનું સૌંદર્ય છે. આથી, શબ્દના તથા અર્થના અલંકારોની ચર્ચા એ અલંકારશાસ્ત્રનો મુખ્ય વિષય બની ગયો અને એના પરિણામે અલંકારના વિષય ઉપર સ્વતંત્ર ગ્રંથો રચાયા અને તે અલંકારશાસ્ત્રના પ્રસિદ્ધ ગ્રંથો બન્યા. સંસ્કૃત કાવ્યશાસ્ત્રના આરંભિક કાળમાં પ્રવર્તતી આ સ્થિતિ એ માન્યતાને આભારી હતી કે કાવ્યના કેન્દ્રમાં “અલંકાર છે. ભામહ, ઉદ્ભટ જેવા અગ્રગણ્ય વિચારકોના મતે, કોઈ સારી કાવ્યકૃતિ ભાગ્યે જ અલંકારરહિત હોઈ શકે. આ આચાર્યોના કાવ્યસિદ્ધાન્તમાં, અલંકાર એ કાવ્યના સૌંદર્યનું પ્રધાન તત્ત્વ છે અને કાવ્યભિવ્યક્તિનું મુખ્ય સાધન છે. અને રીતિને કાવ્યનો આત્મા ગણનારા વિચારકો જેઓ ગુણને રીતિને પ્રાણ માને છે તેઓ પણ અલંકારને એટલું જ મહત્ત્વ આપે છે. દાખલા તરીકે રીતિવાદી આચાર્ય વામન, કા. અ. સૂ. ૧.૧.૧ની વૃત્તિમાં, કહે છે કે
શબ્દોષે મુન્નારસંસ્કૃતયો: શબ્દાર્થયોર્વત ! એટલે કે ગુણોથી તથા અલંકારોથી જેમનું ચારુત્વ વધ્યું છે એવા શબ્દોને તથા અર્થોને કાવ્ય કહેવાય. અર્થાત્ ગુણ અને અલંકાર વિના કાવ્ય બને જ નહીં. વામન કાવ્યાલંકારસૂત્ર(૩.૧.૧-૨) તથા વૃત્તિમાં ગુણ તથા અલંકારની વ્યાખ્યા પણ આપે છે.
૧૦૬