SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મોને કાવ્યશાસ્ત્રમાં ગુણ કહે છે. અગાઉના ગ્રંથકારોએ ગુણોને, શબ્દની તથા અર્થની વિશિષ્ટ રચનાના આધારે, શબ્દગુણો અને અર્થગુણો એમ બે પ્રકારના માન્યા છે. આ ગ્રંથકારોના મતે શબ્દના દસ ગુણ હોય છે અને અર્થના પણ દસ ગુણ હોય છે. ક્લષ, પ્રસાદ, સમતા, માધુર્ય, સુકુમારતા, અર્થવ્યક્તિ, ઉદારત્વ, ઓજસ્, કાન્તિ અને સમાધિ એ દસ ગુણો શબ્દના પણ છે. પણ રસ-ધ્વનિવાદી ગ્રંથકારો આનંદવર્ધન, મમ્મટ, હેમચંદ્રાચાર્ય વગેરે માત્ર ત્રણ જ ગુણોને સ્વીકારે છે : માધુર્ય, ઓજસ અને પ્રસાદ. આ ત્રણેય ગુણો રસના જ ધર્મો છે, રસાશ્રયી છે, સ્વતંત્ર નથી એ વાત પર રસ-ધ્વનિવાદી વિચારકો ખાસ ભાર મૂકે છે. અહીં, સૂત્ર(૧.૧૨)માં તથા તેની ‘વૃત્તિ'માં ગ્રંથકારે ગુણો તથા દોષોની ચર્ચા ખૂબ જ સંક્ષેપમાં કરી છે અને તે પણ કાવ્યની વ્યાખ્યા(૧.૧૧)ને પૂરક થાય તે માટે જ કરી છે. આમ છતાં, કાવ્યનો આત્મા રસ છે એ કેન્દ્રવર્તી વિભાવના સાથે ગુણ-દોષની વ્યાખ્યા કરીને, ગ્રંથકારે, પોતાની સૈદ્ધાંતિક સ્થિતિ બિલકુલ સ્પષ્ટ કરી દીધી છે. ઉપરની ચર્ચા પરથી આપણે એટલું સ્પષ્ટ જાણી શક્યા છીએ કે શ્રી હેમચંદ્રાચાર્યની સાહિત્યમીમાંસામાં રસ સર્વોપરિ છે; જ્યારે ગુણ અને દોષ રસમાં જ રહે છે અને રસ પર જ નિર્ભર છે. આ વિચારને ધ્યન્યાલોક(૨૬ અને ૯)નું તથા કાવ્યપ્રકાશ (ઉ. ૭ અને ૮)નું સમર્થન છે. શ્રીહેમચંદ્રાચાર્યના મતે ગુણ, દોષ અને અલંકારનું મહત્ત્વ, શબ્દાર્થ સાથેના તેમના સંબંધથી નથી અંકાતું; પણ રસના આસ્વાદમાં તેમની ઉપાદેયતા પરથી અંકાય છે. શ્રી હેમચંદ્રાચાર્યની અલંકાર-વિભાવના - કાવ્યનાં વિવિધ ઘટક તત્ત્વોના નિરૂપણમાં શ્રી હેમચંદ્રાચાર્યનો ઉપક્રમ તાર્કિક છે. એમણે આપેલી કાવ્યની વ્યાખ્યા(૧.૧૧)માં, એમણે, નિર્દોષ, સગુણ અને સાલંકાર શબ્દાર્થને કાવ્ય” કહ્યું છે. તેથી તેઓશ્રીએ વ્યાખ્યા પછીના સૂત્ર(૧.૧૨)માં, ગુણ-દોષની સામાન્ય સમજ આપી દીધી છે. એટલે હવે અલંકારની વિભાવના સમજાવવાનો પ્રસંગ છે. શબ્દ અને અર્થ બંનેનું સૌંદર્ય અલંકારો વધારે છે તેથી અલંકાર બે પ્રકારના છે : ૧. શબ્દાલંકાર અને ૨. અર્થાલંકાર. તેરમા સૂત્ર(૧.૧૩)માં અલંકારની વ્યાખ્યા-વિભાવના સ્પષ્ટ કરવામાં આવી છે. મશ્રિતા અR: I (૩.૨૩) એટલે કે “રસના અંગ(શબ્દાર્થ)ના આશ્રયે રહે તે અલંકારો.” ૧૦૫
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy