SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ખરેખર રસના જ ધર્મો એવા ગુણોને લક્ષણાથી શબ્દાર્થના કહેવાય - કેમકે શબ્દાર્થ જ રસને વ્યંજિત કરે છે. માણસના શૌર્ય, ક્રાર્ય વગેરે ગુણોને, લોકવ્યવહારમાં, માણસ(વ્યક્તિ) સાથે સાંકળવામાં આવે છે; પણ ખરી રીતે શૌર્ય, ક્રૌર્ય એ માણસના હૃદયના કે આત્માના ગુમધર્મો છે. આમ ગુણો એ રસના નિત્ય(કાયમી) ધર્મો છે. રસના ધર્મ તરીકે ગુણ, રસની હાજરી કે ગેરહાજરીને અનુસરે છે. પરિણામે, જો રસ છે તો ગુણ પણ છે; જો રસ નથી તો ગુણ પણ નથી. આથી, રસધર્મરૂપ ગુણો, ‘સગુણૌ શબ્દાર્થો’ એ ઉક્તિમાં કહ્યા મુજબ, પ્રત્યક્ષરીતે, શબ્દાર્થના ધર્મો નથી પણ ગૌણ રીતે, ઉપચારથી કે અપ્રત્યક્ષરીતે, શબ્દાર્થના વિશેષણરૂપ બનેલા ગુણો, કાવ્યની વ્યાખ્યામાં, રસનો ખ્યાલ દર્શાવે છે; કેમકે, ગુણો રસના ધર્મો જ છે . આથી, ‘સગુણૌ શબ્દાર્થો’ એ વચન, આડકતરી રીતે, ‘રસવન્તૌ શબ્દાર્થી' એવો અર્થ આપે તો નવાઈ નથી. પણ આ શબ્દ અને અર્થ ગુણને પ્રકાશિત કરતા હોવા જોઈએ. આવા ગુણો જ રસનો ઉત્કર્ષ કરનારા કે ‘સત્યો પંહેતવઃ' એટલે કે, રસના ઉત્કર્ષનાં પ્રત્યક્ષ કારણો ગણાય. ગુણ અને દોષ વિશે ગ્રંથકારે ઉપર દર્શાવેલા મુદ્દા, આ મહત્ત્વના વિષયની ટૂંકી સર્વસાધારણ પ્રસ્તાવનારૂપે રજૂ કર્યો છે; કેમકે ‘કાવ્યનુશાસન’ના ત્રીજા અધ્યાયમાં દોષની અને ચોથા અધ્યાયમાં ગુણની સંપૂર્ણ ચર્ચા થવાની જ છે. વસ્તુતઃ આ ગ્રંથના ત્રીજા અને ચોથા અધ્યાયના આરંભે, ગ્રંથકાર, આ સૂત્ર(૧. ૧૨)નો ભાવાર્થ, દોષ અને ગુણનો ખ્યાલ આપવા માટે, પ્રસ્તુત કરે છે. ત્યાં પણ ‘સામાન્યલક્ષણમ્’ એ વચન પુનઃ પ્રયોજીને ગ્રંથકાર સૂચવે છે કે અહીં કરેલી દોષ તથા ગુણની વ્યાખ્યા સામાન્ય(પ્રસ્તાવનારૂપ) વ્યાખ્યા છે. બારમાસૂત્રની વૃત્તિમાં આવતા ૩૫વારેળ એ શબ્દનું ટૂંકું સ્પષ્ટીકરણ ‘વિવેક’ વ્યાખ્યામાં રજૂ થયું છે. ‘વૃત્તિ’માં ‘ગુણદોષ' રસના ધર્મો હોવા છતાં ઉપચારથી, તે રસના ઉપકારક શબ્દાર્થના ધર્મો કહેવાય છે એ વાક્યમાં ‘ઉપચાર’નો અર્થ એ છે કે જેમ ‘આ માણસનો દેખાવ બહાદૂર છે' એ વાક્યમાં આંતરિક ગુણરૂપ બહાદૂરીને ઉપચારથી, એ બહાદૂરીને અભિવ્યક્ત કરતા શરીરમાં રહેલી ગણી છે, તેવી જ રીતે (કાવ્યની અંદ૨) માધુર્ય વગેરે ગુણોને (ઉપચારથી) શબ્દાર્થમાં રહેલા કહેવામાં આવે છે. અહીં, ‘માધુર્ય વગેરે ગુણો' એમ કહ્યું છે. માધુર્ય વગેરે એટલે માધુર્ય, ઓજસ અને પ્રસાદ એ ત્રણ ગુણો. રસને અભિવ્યંજિત કે વ્યક્ત કરનારા ૧૦૪
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy