SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ આવતાં “અદોષી” અને “સગુણૌ' એ બે પદ, વ્યાકરણની દૃષ્ટિએ ભલે શબ્દાર્થનાં વિશેષણ હોય, પણ, વાસ્તવમાં તો એ રસને સ્પર્શે છે. કેમકે, ગુણદોષ સાથે રસનો સંબંધ વસ્તુ અને તેના ધર્મોનો સંબંધ છે. અન્વય અને વ્યતિરેકથી આ વાત સિદ્ધ થાય છે જ. અવય એટલે જ્યાં એક વસ્તુ હોય ત્યાં બીજી વસ્તુ હોય જ (ાવે ચાવ:) એવો સંબંધ અને જ્યાં એક વસ્તુ ન હોય ત્યાં બીજી વસ્તુ ન જ હોય (દ્રમા માવ:) એવો સંબંધ તે વ્યતિરેક સંબંધ. હેતુ અને સાધ્ય વચ્ચે સતત અન્વય હોય છે; પણ સાધ્યના અભાવ અને હેતુના અભાવ વચ્ચે વ્યાપ્તિ તે વ્યતિરેક, આમ અન્વય એટલે વસ્તુના હોવાની દૃષ્ટિએ સંબંધ, જયારે વ્યતિરેક એટલે વસ્તુના ન હોવાની દૃષ્ટિએ સંબંધ. ગુણ અને દોષ બંને એકજ સ્થળે રહે છે. દોષી અમુક ખાસ રસમાં જ હોય; ન શબ્દમાં હોય, ન અર્થમાં. કારણકે દોષો અનિત્ય છે. દોષ હંમેશાં દોષ નથી રહેતા – બલકે, ક્યારેક દોષ એ ગુણ બની જાય છે. ખરી વાત એ છે કે એક રસમાં જે દોષ છે તે બીજા રસમાં ગુણ ગણાય છે. “વૃત્તિમાં દર્શાવ્યું છે તેમ, બીભત્સ જેવા રસમાં કત્વ એ દોષ ન રહેતાં ગુણ બને છે અને અશ્લીલત્વ જેવા દોષો હાસ્ય જેવા રસમાં ગુણ ગણાય છે. આથી સ્પષ્ટ જણાય છે કે દોષોનો સંબંધ શબ્દો અને અર્થો સાથે નથી અને દોષો અનિત્ય છે, નિત્ય(કાયમી) નથી. જયાં રસ છે ત્યાં જ તે રસના દોષો જણાશે. આથી, જ્યારે એ રસ ગેરહાજર હશે ત્યારે એ રસના દોષો પણ નહીં દેખાય. આમ, રસ અને તેના દોષ તથા ગુણ વચ્ચે અન્વયનો સંબંધ સ્થાપિત થતાં જ સાબિત થાય છે કે દોષ અને ગુણ હંમેશા રસના ધર્મો છે, નહીં કે શબ્દાર્થના. ગુણ રસનું સૌદર્ય વધારે છે, જ્યારે દોષ એટલા માટે દોષ મનાય છે કે એ રસને હાનિ કરે છે અને તે દ્વારા આખા કાવ્યના સૌંદર્યને ક્ષતિ પહોંચાડે છે. આમ થવાનું કારણ એ છે કે રસ એ કાવ્યનો આત્મા છે. શ્રી હેમચંદ્રાચાર્ય, સાહિત્યશાસ્ત્રમાં રસધ્વનિના સિદ્ધાન્તને પુરસ્કારે છે તેથી ગુણ, દોષ, અલંકાર, રીતિ, વૃત્તિ આદિ વિવિધ કાવ્યતત્ત્વોને, વ્યંગ્યાર્થ કે ધ્વનિના શ્રેષ્ઠ પ્રકારરૂપ રસના કેન્દ્રવર્તી વિચારની આસપાસ પુનગઠિત કરવાની બાબતમાં પોતાના પુરોગામી આનંદવર્ધનાચાર્ય તથા મમ્મટાચાર્યના મતને અનુસરે છે. રસરૂપ પ્રમુખ તત્ત્વમાં જે આશ્રય લે છે તે ધર્મોને ગુણ કહે છે. આ ગુણો, શૌર્ય, ક્રૌર્ય વગેરે માનવગુણો જેવા જ છે. “સગુણ શબ્દાર્થો એ વચન એક રીતે બરાબર છે કેમકે કાવ્યના રસને, શબ્દો અને અર્થો જ પ્રકાશમાં લાવે છે. એટલે, ૧૦૩
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy