________________
અલંકારખચિત હોય પણ જો તે ગુણરહિત(નિર્ગુણ) હોય તો આસ્વાદ્ય ન લાગે; જેમ કે, “તન98થા' ઇત્યાદિ વિવેકમાં રજૂ થયેલો શ્લોક (ઉદા. ૧૨૬). | ‘વૃત્તિમાં રજૂ થયેલો સૂર્ચ વીદ. એ શ્લોક(૧) અમરુશતકનો જાણીતો શ્લોક(૮૨) છે. કાવ્ય કોઈપણ રસથી ભરપૂર હોય તો તેમાં અલંકાર ન હોય તો પણ ચાલે - આ મતના સમર્થનમાં આચાર્યશ્રી અમરુશતકનો આ હૃદયંગમ શ્લોક ઉદાહરણ તરીકે રજૂ કરે છે. આ શ્લોકનો અર્થ છે – “શયનગૃહ સૂનું જોઈને, પથારીમાંથી જરા ધીમેથી ઊઠીને, ઊંઘવાનો દેખાવ કરતા પતિનું મુખ લાંબા વખત સુધી ધારી ધારીને નિહાળીને, નિશ્ચિતપણે ચુંબન કરતાં, ગાલ પર રોમાંચ થયેલો જોઈને, લજ્જાથી નીચું મોં કરી રહેલી બાલા(યુવતી)ને હસતા પ્રિયતમે દીર્ધ ચુંબન કર્યું.”
આ શ્લોકમાં એક પણ અલંકાર નથી; પણ શૃંગારરસથી શ્લોક સભર, સુંદર બન્યો છે. આ શ્લોક બતાવે છે કે અલંકાર વિના પણ કાવ્ય બને; પણ, ઉપર કહ્યું છે તેમ, ગુણ વિના કાવ્ય ન બને. “વિવેકીમાં, ઉદા. ૧૨૬માં રજૂ થયેલો, ઉપરોક્ત, તનક્કરિyકથા... એ શ્લોક બતાવે છે કે કાવ્યમાં અલંકાર હોય પણ ગુણ ન હોય તો તે કાવ્ય આસ્વાદ્ય ન બને – મનહૂતવિનિનું નર્ત આ શ્લોકમાં વિયોગી સ્ત્રીઓની દશા વર્ણવી છે. એમાં ત્રણ રૂપકો અને એક ઉપમા એમ ચાર અલંકારો છે, છતાં, શ્લોક શુષ્ક, નીરસ છે - કેમ કે, એમાં નિરૂપવા ધારેલા શૃંગારરસને સહાયરૂપ થતા માધુર્યાદિ ગુણોનો એમાં અભાવ છે. આ શ્લોકમાં સ્ત્રીઓના સ્તનોને બે ઠીબો સાથે સરખાવ્યા છે અને એ સ્તનોને ઢાંકતાં કમળનાં પાનને માટીનાં ઢાંકણો સાથે સરખાવ્યાં છે. વળી, શ્લોકમાં, વિયોગરૂપી અગ્નિથી સંતપ્ત સ્ત્રીઓને, કવિએ, ચૂલા પર મૂકેલાં વાસણો સાથે સરખાવી છે. વિરહિણી સ્ત્રીની અવસ્થાનું આ વર્ણન કોઈ પણ રીતે કાવ્યાત્મક નથી, હૃદ્ય નથી. આ શ્લોક કાવ્ય તરીકે નિષ્ફળ છે – એમાં અલંકારો છે પણ ગુણ નથી, તેથી તે સુંદર બનતો નથી. આથી “અલંકારયુક્ત પણ ગુણરહિત વાક્ય આસ્વાદ્ય બનતું નથી” એ વિધાન સયુકિતક છે. શ્રી હેમચંદ્રાચાર્યે આપેલી કાવ્યની વ્યાખ્યાનું વિશ્લેષણ
અગિયારમાં સૂત્રમાં શ્રી હેમચંદ્રાચાર્યે આપેલી કાવ્યની વ્યાખ્યા વાંચી, કાવ્યશાસ્ત્રના અભ્યાસીઓને, મમ્મટાચાર્યે તેમના કાવ્યપ્રકાશ' ગ્રંથના પ્રથમ ઉલ્લાસની ચોથી કારિકામાં આપેલી કાવ્યની વ્યાખ્યાનું સ્મરણ થયા વિના રહે
૯૯