SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ નહીં એટલું બધું સામ્ય આ બે વ્યાખ્યાઓમાં છે. મમમ્સના મતે તદ્દોપો શબ્દા સમુળાવનાંøતી પુન: ઋષિ અર્થાત્, “દોષરહિત, ગુણયુક્ત, વળી ક્યાંય અલંકાર વગરના શબ્દ અને અર્થ તે કાવ્ય.’' મમ્મટની આ વ્યાખ્યા ત ્(તે) એ શબ્દથી શરૂ થાય છે અને તે એકવચનમાં ‘કાવ્ય’નો નિર્દેશ કરી, શબ્દ અને અર્થના એકત્રપણાનું સૂચન કરે છે. આમ, ‘શબ્દાર્થો' એટલે શબ્દ અને અર્થ ભેગા મળીને કાવ્ય બને છે; કેમ કે, શબ્દ અને અર્થ બંને, કાવ્યના આસ્વાદમાં, ઉપયુક્ત છે. પણ શબ્દનો ઉલ્લેખ પહેલાં એટલા માટે કરવામાં આવ્યો છે કે શબ્દ એ અર્થનો આશ્રય છે. આ પરિપ્રેક્ષ્યમાં જોતાં, શ્રી હેમચંન્દ્રચાર્યના મતે(અ) દોષમુક્ત (બ)ગુણયુક્ત અને (ક) સામાન્યતઃ અલંકારોથી પણ યુક્ત, શબ્દ અને અર્થ ભેગા મળીને ‘કાવ્ય' બને છે. મમ્મટની માફક આચાર્યશ્રી પણ માને છે કે કાવ્ય ક્વચિત જ અલંકાર વિનાનું હોય છે. મમ્મટ, ‘વૃત્તિ’માં, ‘સર્વત્ર સાલંકારો' એ શબ્દો વાપરે છે, જ્યારે આચાર્યશ્રી, સૂત્રમાં જ, ‘સાલંકારૌ’ શબ્દ વાપરે છે. પણ, અલંકારરહિત હોય તોય કાવ્ય, અલંકારરહિત હોવાના કારણમાત્રથી, કાવ્ય નથી એમ નહીં કહેવાય. આમ ‘દોષરહિત, ગુણરહિત, સામાન્યતઃ અલંકારસહિત પણ ક્યારેક અલંકા૨૨હિત, શબ્દ અને અર્થનું સાયુજ્ય તે કાવ્ય.’ કાવ્યની વ્યાખ્યામાં આવતા ‘ગુણ’ના સંબંધમાં એટલું ખાસ નોંધવું જોઈએ કે ગુણો એ કાવ્યના આત્મારૂપ રસના ધર્મો છે અને તે રસમાં જ રહે છે. પણ, શબ્દ અને અર્થ વડે ગુણ વ્યંજિત થાય છે તેથી, તેમને, ઉપચારથી (ગૌણરીતે) શબ્દાર્થના ધર્મો કહેવાય છે. સૈદ્ધાંતિક રીતે, બધાં જ સારાં કાવ્યો દોષમુક્ત હોવાં જોઈએ. આથી, આચાર્યશ્રીએ, વ્યાખ્યાના આરંભમાં જ કહ્યું છે કે કાવ્ય દોષરહિત હોવું જોઈએ. આ બાબતમાં આચાર્યશ્રીને મમ્મટાદિ અન્ય ગ્રંથકારોનું સમર્થન છે. કેમકે, કાવ્ય દોષરહિત જ હોય એ વાત ૫૨ એ સૌ ભાર મૂકે છે. આમ, ગુણ, દોષ અને અલંકાર એ ત્રણેય બાબતો પરત્વે આચાર્યશ્રીની કાવ્યની વ્યાખ્યા, મમ્મટની વ્યખ્યા સાથે મળતી છે. નિર્દોષ, સગુણ અને ક્વચિત અલંકારરહિત શબ્દાર્થ એ કાવ્ય છે એવી શ્રીહેમચંન્દ્રાચાર્યની કાવ્ય-વ્યાખ્યા, મમ્મટની વ્યાખ્યાની માફક, કાવ્યના સ્વરૂપ વિશેની બધી જ પ્રમુખ વિચારશ્રેણીઓને સમાવી લેવાના પ્રયાસરૂપ છે. આમ, ૧૦૦
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy