________________
ઉચ્ચ સ્તરના કવિઓનો સંસર્ગ, દેશ-વિદેશના સમાચાર, વિદ્વાનો સાથે ચર્ચા, વ્યવહાર-જીવન અને જ્ઞાની-સમાગમ તથા પ્રાચીન કવિઓના ગ્રંથોનું પરિશીલન એ કાવ્યની માતાઓ (પોષક પરિબળો) છે.”
આ અભિપ્રાયની પુષ્ટિ કરવા માટે જ રાજશેખરે ઉપરોક્ત શ્લોક(વિવેક, અવતરણ-૧૩) ટાંક્યો છે અને પછી, કવિના વ્યક્તિગત જીવન તથા ચારિત્ર્યની શુચિતા પર ભાર મૂક્તાં રાજશેખર કહે છે કે -
ત્તિ શીતi fહ સરસ્વત્યા સંવનનમાનતિ અર્થાત્ ચારિત્ર્યની શુદ્ધતાપવિત્રતા જ સરસ્વતીને પ્રસન્ન કરે છે?(ક.મી. અ. ૧૦).
શ્રી હેમચંદ્રાચાર્યે દસમા સૂત્ર અંતર્ગત “કવિશિક્ષા'ની ચર્ચા કરી છે તે ખરેખર તો નવમા સૂત્રમાં વર્ણવેલા અભ્યાસની વિભાવનાનો સંપૂર્ણ ખ્યાલ આપવા માટે જ છે અને અભ્યાસ એ વ્યુત્પત્તિ(સૂ.૮)ની સાથે મળીને કવિની પ્રતિભા(સૂ૪)ને સંસ્કારે છે, ઉત્કર્ષ પર પહોંચાડે છે. આ અર્થમાં સૂત્ર ચારથી સૂત્ર દસ એ સાત સૂત્રોમાં તથા તેના પરની વૃત્તિવ્યાખ્યામાં, આચાર્યશ્રીએ, કાવ્યના હેતુ અથવા કારણનું અત્યંત ઊંડાણભર્યું અને વિસ્તૃત વિવરણ કર્યું છે. એટલે હવે, કાવ્યશાસ્ત્રના કેન્દ્રભૂત કાવ્યની વ્યાખ્યા આપવાનો પ્રસંગે ઉપસ્થિત થયો છે - વ્યિ દંતુમુત્વા સ્વરૂપમાઉં એટલે કે, કાવ્યના હેતુની વાત કર્યા પછી, ગ્રંથકાર, હવે, સૂત્ર અગિયારમાં, કાવ્યના સ્વરૂપનું નિરૂપણ કરે છે. કાવ્યનું સ્વરૂપ કે કાવ્ય-લક્ષણ
અગિયારમાં સૂત્રમાં શ્રી હેમચંદ્રાચાર્ય કાવ્યની વ્યાખ્યા આપે છે –
अदौषौ सगुणौ सालङ्कारौ च शब्दार्थो काव्यम् ॥ (१.११). અર્થાત્ દોષ વિનાના, ગુણયુક્ત, અલંકારસહિત જે શબ્દ અને અર્થ તે “કાવ્ય”. સૂત્રમાં “સાલંકારી” પછી આવતો સંસ્કૃત શબ્દ , “અલંકાર વિનાના શબ્દાર્થોને પણ ક્યાંક કાવ્ય કહી શકાય એવું સૂચવવા માટે પ્રયોજયો છે-' આવું સ્પષ્ટીકરણ ગ્રંથકાર ‘વૃત્તિ'માં કરે છે અને ‘વૃત્તિમાં જે “અલંકાર વિનાના પણ'નિરતÇરયો' એ શબ્દો પ્રયોજયા છે તેનું ‘વિવેક' વ્યાખ્યામાં વિવરણ કરે છે અલંકાર વિનાના પણ, એ શબ્દોથી કાવ્યમાં ગુણ હંમેશા હોવા જ જોઈએ વાત પર ભાર મૂક્યો છે. કેમ કે, કાવ્ય, ભલે અલંકારરહિત હોય, પણ જો તે ગુણયુક્ત હોય તો અત્યંત આસ્વાદ્ય લાગે છે : મનહૂતમ ગુણવવઃ સ્વતે ! આનું ઉદાહરણ “શૂન્ય વાસવૃદ..' એ “વૃત્તિમાં અપાયેલા શ્લોક(૧)માં છે. કાવ્ય
૯૮