________________
કવિકંઠાભરણ'ના બીજા સંધિમાં, ક્ષેમેન્દ્રકવિએ, પ્રથમ શ્લોકમાં છાયોપજીવી, પદકોપજીવી, પાદોપજીવી, સક્લોપજીવી અને ભુવનોપજીવ્ય એ પાંચ પ્રકારના કવિઓ વિશે સોદાહરણ વિવરણ કર્યા પછી, કવિશિક્ષાનાં પાંચ વિશિષ્ટ સોપાનો નિરૂપ્યાં છે. તેમાંના, બીજા સોપાનામાં, નવોદિત કવિને ઉદેશીને એક સો રસપ્રદ શિખામણ-વચનો કહ્યાં છે. તેમાં, સંધિ-૨ના શ્લોક(૩)માં પ8િ: પરકૃતઘુ ઘ' એ વાત તથા શ્લોક(૪)માં “મહાવ્યિાર્થર્વણા' એ વાત કહી છે. અહીં “પાટ: પરત' એટલે બીજાની કૃતિઓનું પરિશીલન - વાચન, મનન અને ‘મહાવ્યથાર્થર્વણા' એટલે પ્રાચીન મહાકાવ્યોના અર્થને આસ્વાદ કરવો કે રસ માણવો તે. આ બંને બાબતો નવા કવિની કેળવણીમાં ફેમેન્દ્રને મહત્વની જણાઈ છે એ નોંધપાત્ર છે. આ કારણથી જ વિવેક કારે પણ મેન્દ્રના આ બે ઉપદેશોનો શિક્ષાપ્રકારોમાં અંતભાર્વ કર્યો છે. કવિત્વની પોષક આઠ બાબતો
દસમા સૂત્રમાં કવિના અભ્યાસને ઉપકારક શિક્ષા પ્રકારો ગણાવી, વૃત્તિમાં તેમનું સંક્ષિપ્ત સ્પષ્ટીકરણ કરી, શ્રી હેમચંદ્રાચાર્યે, “વિવેક વ્યાખ્યામાં બધા જ શિક્ષા-પ્રકારો જેમાં હરણ, ઉપજીવન, સમસ્યાપૂરણ વગેરે અભ્યાસ કે મહાવરાના ઉપાયોનો સમાવેશ થયો છે તેની પુષ્કળ સંદર્ભ સામગ્રી સાથે, વિસ્તૃત, સોદાહરણ ચર્ચા કરી છે. એટલે, હવે એ ચર્ચાના સમાપન પ્રસંગે, રાજશેખરે “કાવ્યમીમાંસા' (અ ૧૦)માં કવિત્વની આઠ માતાઓ કે કવિની સર્જક ચેતનાને પોષક આઠ બાબતો અંગોનો પ્રચીન શ્લોક રજૂ કર્યો છે(વિવેક, અવતરણ૧૩) તે “વિવેક'માં ઉતારી, શિક્ષાપ્રકરણ પૂરું કર્યું છે –
स्वास्थ्यं प्रतिभाऽभ्यासो भक्तिर्विद्वत्कथा बह श्रुतता ।
स्मृतिर्दायमनिर्वेदश्च मातरोऽष्टौ कवित्वस्य ॥ એટલે કે, “૧.સ્વાધ્ધ ૨. પ્રતિભા ૩. અભ્યાસ ૪. વિદ્વત્કથા પ. બહુશ્રુતતા ૬. સ્મૃતિ ૭. દઢતા અને ૮. ઉત્સાહ આ કવિત્વની આઠ માતાઓ છે.'
“કાવ્યમીમાંસા'ના દસમા અધ્યાયની શરૂઆતમાં, “કવિચર્ચાના વિષયની ચર્ચા હાથ પર લેતાં, રાજશેખર કહે છે કે “કવિ તરીકે શિક્ષણ લેનારે પહેલાં કાવ્યરચનાને ઉપોયગી વિદ્યાઓ તથા ઉપવિદ્યાઓ બરાબર ભણીને પછી કાવ્ય રચવા પ્રવૃત્ત થવું. વ્યાકરણ, કોશ, છંદ અને અલંકારશાસ્ત્ર એ કાવ્યને ઉપયોગી મુખ્ય વિદ્યાઓ છે. ચોસઠ કળાઓ એ કાવ્યની ઉપવિદ્યાઓ છે. આ ઉપરાંત,
૯૭