SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ આમાંથી પ્રથમ શ્લોક(પ૯)માં, નવા કવિએ, છંદના દરેક ચરણના માપનો ખ્યાલ રાખીને, શ્લોકની દરેક લીટીમાં અમુક સંખ્યામાં અક્ષરો ગોઠવ્યા છે, પણ અર્થ પ્રત્યે ધ્યાન આપ્યું નથી. આથી, નવા કવિને “વૃત્ત' કહેતાં છંદોબદ્ધ શ્લોક રચવાનો મહાવરો(અભ્યાસ) મળે છે, પણ શ્લોકનાં વાક્યો અર્થશૂન્ય રહે છે. શિખાઉ કવિને માટે આ અર્થશૂન્ય છંદોવ્યાયામ લાભદાયક છે એમાં શંકા નથી. ‘પુરાતનપષ પદપરાવૃજ્યભ્યાસઃ” ના ઉદાહરણ તરીકે, ગ્રંથકાર, પહેલાં કાલિદાસના પ્રસિદ્ધ મહાકાવ્ય “રધુવંશનો પ્રથમ શ્લોક વાર્થીવિવ પૃ#ૌ.. ઇત્યાદિ રજૂ કરે છે. આ મંગલાચરણરૂપ શ્લોક(૬૦)માં, કવિએ, “વાણી અને અર્થની માફક સદાય જોડાયેલાં જગતનાં માતપિતા પાર્વતી-પરમેશ્વરની, વાણી. અને અર્થની પ્રાપ્તિ માટે, વંદના” કરી છે. આ પ્રચીન, પ્રસિદ્ધ શ્લોકનો અર્થ બદલ્યા વગર, નવા કવિએ, મૂળ શ્લોકના‘વો' એ શબ્દની જગ્યાએ વાણી શબ્દ, iyજી' ના સ્થાને ‘ifખત્રી' શબ્દ, fપતરી'..... ના સ્થાને ખનૌ અને છેલ્લે, ચોથા ચરણમાં પાર્વતીપરમેશ્વરી' એ સમાસના સ્થાને, “શર્વાણી-શશિ વરી' એ સમાસ પ્રયોજીને, પ્રાચીન કાવ્યોમાં પરંપરાવૃત્તિ' કે શબ્દફેર કરવાનો મહાવરો કે અભ્યાસ પ્રદર્શિત કર્યો છે. પદપરાવૃત્તિ એટલે પ્રત્યયાન્ત શબ્દ કે ચરણનો ફેરફાર એ વ્યાખ્યા મુજબ બીજા શ્લોક(૬૦)માં રજૂ થયેલા પદ્યમાં પદો કે શબ્દોની ફેરબદલ છે તેમજ ચરણની ફેરબદલ પણ છે. “વિવેકમાં, કાલિદાસના મૂળ શ્લોક તથા નવા કવિએ પદપરિવરિવર્તનથી રચેલા વાથવિવ ત્રિી ઈ. શ્લોક, એ બંને શ્લોકને, ઉદા. શ્લોક ૬૦ એવો ક્રમ આપ્યો છે - જે સમજી શકાય તેમ છે. કારણકે, શબ્દપરિવર્તન છતાં બંને શ્લોકોનો અર્થ એક જ છે. પદપરાવૃત્તિના અભ્યાસમાં, અર્થ બદલ્યા વિના જ શબ્દફેર કરવાની શરત રહેલી જ છે. વાક્યર્થશૂન્યવૃત્તાભ્યાસ” અને “પુરાતનવૃત્તેષ પદપરાવૃજ્યભ્યાસ એ બે ગૌણ શિક્ષા પ્રકારોની ‘વિવેક'માં સોદાહરણ ચર્ચા કર્યા પછી, શ્રી હેમચંદ્રાચાર્ય, મહાકાવ્યાર્થચર્વણા' તથા પરકૃતિકાવ્યપાઠઃ” તથા અન્ય (આદ્યાઃ) શિક્ષા પ્રકારોનો માત્ર નિર્દેશ જ કરે છે; પણ ઉદાહરણો આપતા નથી; કેમકે “મહાકાવ્યાર્થચર્વણા' અને પરકૃતકાવ્યાપાઠ એ બંને ક્રિયાઓ પોતે કરવાની છે. વળી, આ બે સિવાય બીજા શિક્ષાપ્રકારો અન્ય ગ્રંથોમાં જોવા મળે તો તેમનું પણ નવા કવિએ પરિશીલન કરવું જોઈએ એવું પણ ગ્રંથકારે સૂચવ્યું છે.
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy