SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ આ બધા પ્રકારોનાં ઉદાહરણપદ્યોનું અધ્યયન કરતાં જણાય છે કે, ‘વિવેક’ ના શ્લો.૪૦ અને ૪૧માં ‘પોપજીવન' નું નિદર્શન થયું છે. કાવ્યમીમાંસા(અ.૧૧)માં ‘ક્લિસ્ય ક્લિષ્ટપદેન હરણમ્' એ શીર્ષક હેઠળ આ પ્રકારોનો સમાવેશ થયો છે અને શ્લો.૪૦ અને શ્લો.૪૧ એ બંને શ્લોકોનો રાજશેખરે ત્યાં ઉદાહરણ તરીકે પ્રયોગ કર્યો છે. આ બંને શ્લોકો - દૂરાષ્ટ્ર..... ઇ.(શ્લો.૪૦) તથા મા ગા: પન્થ... ઇ.(ગ્લો.૪૧) માંથી, પ્રથમ શ્લોક(૪૦)માં ‘શિલીમુખ’, ‘કિરાત’, ‘પલાશ', અને ‘કેસરી’ એ ચાર શ્લિષ્ટ કે દ્વિઅર્થી શબ્દો(પદ) છે. તેમાંથી, બીજા શ્લોક(૪૧)માં કવિએ ‘શિલીમુખ’ અને ‘કિરાત’ એ બે શબ્દો લીધા છે. ‘કાવ્યમીમાંસા’(અ.૧૧)માં આચાર્યોનો મત છે કે, એક પદ પણ દ્વિઅર્થી કે શ્લિષ્ટ હોય તો જ તેનું હરણ ગ્રાહ્ય બને. પણ અહીં તો, શ્લો.૪૧ના કવિએ, શ્લો.૪૦ના કવિની રચનામાંથી બે દ્વિઅર્થી(શ્લિષ્ટ) શબ્દો લીધા છે એટલે આ પ્રકારનું પદ-હરણ, રાજશેખરના મત મુજબ, ત્યાજ્ય છે. જો કે ‘વિવેક’કા૨ે તો આ બંને શ્લોકો રજૂ કરીને પદ-હરણ કે ‘પદોપજીવન’ના ગૌણ અનુકરણપ્રકારનું કાવ્યાત્મક ઉદાહરણ પૂરુ પાડવાનો જ ઉપક્રમ રાખ્યો છે. તેથી તેમણે કોઈ ટિપ્પણ કર્યું નથી. શ્લોક ૪૦-૪૧માં કવિ પથિકોને કહે છે કે તમે તમારી પ્રિયાઓને છોડીને ન જાઓ. તમારા માર્ગમાં બાણો(ભમરા)ને ખૂબ ખેંચીને તથા રસ્તાને રોકીને ઉભેલા કિરાતો(ભીલો, વૃક્ષો)ને તમે શું જોઈ શકતા નથી? પલાશો(રાક્ષસો, વૃક્ષો) તથા વનમાં, કેસરી (સિંહ, નાગકેસર) તમારી સામે છે તે તમે જોતા નથી? અહીં વસંતૠતુમાં પ્રવાસે જનારાને, શ્લેષયુક્ત વાણી વડે પ્રિયાનું શરણ લેવાની શીખ આપવામાં આવી છે. શબ્દના બીજા પ્રકાર ‘પાદોપજીવન'માં ત્રણ શબ્દાનુકરણપ્રકારોનો સમાવેશ છે. એક પાદ(ચરણ), બે પાદ(ચરણ) કે ત્રણપાદ(ચરણ) લઈને રચના કરવી તે પાદાનુકરણ કે પાદોપજીવન. ચાર પાદ કે ચાર ચરણ અર્થાત્ પૂરો શ્લોક લેવો એ તો સાક્ષાત્ ચોરી છે તેથી તે કવિરૂઢિથી વિપરીત છે. એક પાદ કે ચરણનું અનુકરણ કે હરણ દર્શાવવા ‘વિવેક’માં બે શ્લોકો(૪૨,૪૩) રજૂ કર્યાં છે. પ્રથમ શ્લોક(૪૨)માં ૨જૂ થયેલુંન્તવ્યં યત્િ નામ॰ એ મૂળ ઉદાહરણ ‘અમરુશતક(૧૭૩)માંથી લીધેલું છે અને, તેનો પ્રથમ ઉપયોગ, ક્ષેમેન્દ્રકૃત ‘કવિકંઠાભરણ’ના બીજા સંધિમાં જે કારિકા(૧)માં ‘છાયોપજીવી' વગેરે પાંચ પ્રકારના કવિઓની યાદી રજૂ થઈ છે તેની નીચે ‘પાદોપજીવી’ કવિની રચનાનો ખ્યાલ આપવા માટે કરવામાં આવ્યો છે. એવી જ ૮૬
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy