SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ રીતે “પાદોપજીવન” કે એક ચરણના અનુકરણના નમૂનાનો “વિવેક'માંનો ઉદાહરણ-શ્લોક(૪૩) પણ મેરચિત છે અને તે પણ “કવિકંઠાભરણ'માં જ મળે છે. આ બંને શ્લોકો(૪૨,૪૩)માં જો ગાનતિ પુનર્વયાસ૬ મમ થાવા ને વા સંમએ છેલ્લું ચરણ સમાન છે કેમકે ક્ષેમેન્દ્રકવિ, અમરુકવિના મૂળ "શ્લોક(૪૨)માંથી, એક પાદનું હરણ કરીને પોતાનો શ્લોક(૪૩) રચે છે. આમ, આ બે શ્લોકો દ્વારા ‘પાદોપજીવન'નું સ્પષ્ટીકરણ થયું છે, અહીં શ્લોક(૪૨)માં અમરકવિએ, પ્રવાસે જતા પ્રિયતમને, વાચ્યાર્થથી, બે ઘડી રોકાઈ જવા માટે પણ વ્યંગ્યાર્થથીન જવા માટે, વિનવતી નાયિકાનાં વચનો રજૂ કર્યા છે જેમાં છેલ્લા ચરણનાં “કોણ જાણે આપણે ફરીથી ભેગાં થઈશું કે નહીં?”, એ નાયિકાનાં વચનો મર્મસ્પર્શી છે. શ્લોક(૪૩)માં સેમેન્દ્રકવિએ વિવેક-જ્ઞાનને ઉદેશીને કહ્યું છે કે – “હે પ્રિય મિત્ર વિવેક ! મારાં ઘણાં પુણ્યોના યોગે તું મને પ્રાપ્ત થયો છે. હવે થોડા દિવસો તું મારી પાસેથી ક્યાંય જતો નહીં. હું તારો સંગ કેળવીને બનતી ઉતાવળે જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ મેળવી લઈશ. કોને ખબર તારો ને મારો ફરીથી મેળાપ થશે કે નહીં?' આ શ્લોકમાં અમરના ઉપરોક્ત શ્લોકનું છેલ્લું ચરણ કવિત્વપૂર્ણરીતે ગૂંથી લેવામાં આવ્યું છે. હવે પછીના બે શ્લોકો(૪૪,૪૫)દ્વારા, બે ચરણોના અનુકરણ કે “પાદઢયોપજીવન'ની સમજ આપવામાં આવી છે. આ બંને શ્લોકો “કાવ્યમીમાંસા' (અ.૧૧)માં વ્યસ્તાઈપ્રયોગ” એટલે કે અસ્તવ્યસ્તરૂપમાં બીજાનો અર્ધો શ્લોક કે બે ચરણ લેવાના ઉદાહરણ તરીકે ટાંકવામાં આવ્યા છે. અહીં પ્રથમ શ્લક(૪૪)ની પહેલી તથા ચોથી લીટી, બીજા શ્લોક(૪૫)માં લેવામાં આવી છે. પહેલા શ્લોક(૪૪)માં કવિ કહે છે કે “સૂર્ય ન ઊગે ત્યાં સુધી જ ચંદ્રનું મહત્ત્વ છે. સમસ્ત તેજનો ભંડાર સૂર્ય ઊગે તે પછી તો ચન્દ્રમાં અને વાદળના નાનકડા શુષ્ક ટુકડામાં કશો જ ફરક રહેતો નથી.” બીજા શ્લોક(૪૫)માં, ભાવ જરાક બદલીને, કવિ કહે છે કે “જ્યાં સુધી ગૌરાંગનાઓ થોડુંક હસે નહીં ત્યાં સુધી જ ચંદ્રનું મહત્ત્વ છે. જેવું એ સ્ત્રીઓના સુંદર મુખકમળથી હાસ્ય પ્રગટી ઊઠે કે તરત જ, વાદળના ધોળા ટુકડાથી વિશેષ ચંન્દ્રનું મહત્ત્વ રહેતું નથી.” * “જયાં એક જ ચરણ બદલીને, બીજા કવિના શ્લોકના ત્રણ ચરણ લઈ લેવામાં આવે છે ત્યાં સ્વીકાર નહીં પણ એક ચરણ સિવાય આખા શ્લોકનું અપહરણ કહેવાશે” એવા શબ્દો સાથે રાજશેખરે કાવ્યમીમાંસા (અ. ૧૧)માં રજૂ કરેલા બે શ્લોકો, વિવેકમાં, “પાદત્રયોપજીવન” અર્થાત્ “ત્રણ ચરણનું
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy