________________
અવલંબન કરનાર અથવા (૪) એના આખા કાવ્ય પર અવલંબન કરનાર અથવા (૫) પોતાની આગવી પ્રતિભાથી સમગ્ર કવિસમૂહને પોષણ આપનાર (દા.ત. વ્યાસ) આ રીતે પાંચ પ્રકારના કવિ છે. આમાંથી ‘છાયોપજીવન’ કે ‘છાયાનુકરણ’દ્વારા કાવ્યરચના કરનાર ‘છાયોપજીવી’ કવિની વાત, અર્થહરણના ચાર પ્રકારોપ્રતિબિંબકલ્પ વગેરેની ચર્ચામાં, અગાઉ, થઈ ગઈ છે. એટલે હવે બીજાના કાવ્યના પદ પર, પાદ પર, સમગ્ર કાવ્ય પર આધાર રાખી રચના કરનાર કવિઓની ચર્ચા અપેક્ષિત છે. ક્ષેમેન્દ્ર આવા કવિઓને ‘પદકોપજીવી,’ ‘પાદોપજીવી’, ‘સકલોપજીવી' કહે છે. આ બધા જ શબ્દહરણના ગૌણ (અનુકરણ)પ્રકારો છે. જેનો દસમા સૂત્રમાં ‘છાયાદિ’ (ઉપજીવન) શબ્દમાંના આદિ શબ્દથી શ્રીહેમચંદ્રાચાર્યે નિર્દેશ કર્યો છે.
‘વિવેક’માં અનુકરણના ગૌણ પ્રકારો વિશે પૂરક માહિતી આપવા માટે શ્રીહેમચંદ્રાચાર્યે, બીજાના કાવ્યમાંથી પદ(શબ્દ), પાદ(ચરણ), પાદક્રય(બે ચરણ) કે પાદત્રય(ત્રણ ચરણ) લેવા સંબંધી ઉદાહરણો રજૂ કર્યાં છે. આમ, ૧. પોપજીવન(લો.૪૦,૪૧) ૨. પાદોપજીવન(શ્લો. ૪૨,૪૩) ૩. પાદદ્ધયોપજીવન(શ્લો. ૪૪,૪૫) ૪. પાદત્રયોપજીવન(શ્લો. ૪૬,૪૭) એ ચાર પ્રકારો, દરેક પ્રકારનાં બે-બે ઉદાહરણપદ્યો(લો. ૪૦ થી ૪૭) ૨જૂ ક૨ી સમજાવ્યા છે. પણ, કોઈ કવિના શ્લોકની ચારેચાર લીટીઓ લેવા અંગે ગ્રંથકારે સ્પષ્ટ નાપસંદગી વ્યક્ત કરી છે - પાવવતુષ્ટયોપનીવને તુ પરિપૂર્ણ પૌર્યમવેતિ ન તત્રિશ્પિતે । અર્થાત્ ‘‘બીજા કવિના શ્લોકની ચાર લીટી લઈ લેવી એ તો પૂરેપૂરી ચોરી જ છે. એટલે જ ‘પાદચતુષ્ટયોપજીવન' કે બ્લોકનાં ચાર ચરણના અનુકરણ, અવલંબન કે હરણની ચર્ચા કરી નથી.’’
વૃત્તિમાં ‘પદપાદાદિ’ કહ્યું છે તેમાં જે ‘આદિ’ શબ્દ છે તે સૂચવે છે કે ‘પદેકદેશોપજીવન’(બ્લો. ૪૮,૪૯) એટલે કે શબ્દનો એક અંશ લઈને અનુકરણ કરવામાં આવે તે તથા ‘ઉત્સુપજીવન’(બ્લો. ૫૦,૫૧) એટલે કે કોઈ કવિની ઉક્તિ લઈને અનુકરણ કરવામાં આવે તે - આ બંને પણ ગૌણ અનુકરણના પ્રકારો છે. આમ, શ્રીહેમચંદ્રચાર્યના મતે (૧) પદોપજીવન (૨) પાદોપજીવન (૩) પાદદ્રયોજીવન (૪) પાદત્રયોપજીવન (૫) પૌકદેશોપજીવન અને (૬) ઉલ્ક્યુપજીવન એ છ ગૌણ અનુકરણના પ્રકારો છે. આ બધા જ પ્રકારોને રાજશેખરે ‘શબ્દહરણ’માં સમાવ્યા છે.
૮૫