SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ અક્ષરો કે શબ્દો બનાવી શકતા નથી. વળી એકના એક જ અક્ષરો કે શબ્દો વાપરવાથી કાવ્યની અપૂર્વતાને બાધ આવતો નથી. ઘણા દ્વિઅર્થી શબ્દોનો શ્લેષરચના માટે અનેક કવિઓએ ઉપયોગ કર્યો હોય છે અને ચંદ્ર વગેરે અનેક શબ્દો વારંવાર ઉપમાન તરીકે પ્રયોજાય છે જ. પાદ કે ચરણનું હરણ કરવા અંગે “કાવ્યમીમાંસામાં આચાર્યોનો મત ટાંકીને સ્પષ્ટતા કરવામાં આવી છે કે શ્લોકના ચરણને, વિપરીતતા વ્યક્ત કરવા માટે, લેવામાં આવે તો તે હરણ નથી, પણ બીજાનું ચરણ છે એવું માનીને જ લેવામાં આવેલા એ ચરણનો સ્વીકાર છે- જે નિર્દોષ છે. જો કે રાજશેખરના મતે આવો સ્વીકાર એ પણ હરણ જ છે. આ જ રીતે અર્ધા શ્લોકનું પણ હરણ હોય છે. કોઈકવાર શ્લોકનાં ચરણો અસ્તવ્યસ્ત રીતે લેવાય તે પણ હરણ જ છે. જ્યાં એક જ ચરણ બદલીને નવી રચના થાય છે ત્યાં તો એક ચરણ બાદ કરતાં સમસ્ત શ્લોકનું જ અપહરણ છે. પણ જુદાજુદા અર્થવાળાં અનેક ચરણો(પાદો)ને, એક સ્વનિર્મિત પાદ(ચરણ) સાથે જોડીને અર્થસંગતિ સાધવી તેને કવિત્વ કહેવાય, હરણ નહીં. એક ચરણરહિત આખો શ્લોક લેવાના પ્રયાસની માફક જ ચરણના કેટલાક શબ્દોનો ઉપયોગ કરવો તે નથી હરણ કે નથી સ્વીકાર. ચરણના એક ભાગની માફક, શબ્દના એક ભાગ ફેરફાર કરવો તે પણ હરણ કે સ્વીકાર નથી. કોઈ શ્લોકનાં બધાં વાક્યો લઈને એનું જુદા જ સ્વરૂપે વ્યાખ્યાન કરવું એ પણ હરણ કે સ્વીકાર નથી. ઉક્તિહરણ અંગે રાજશેખર લખે છે કે બીજા કવિની સુંદર કલ્પનાઓ લઈને જો વિવિધ અર્થોમાં પ્રયોજાય તો એ હરણ તરીકે ઓળખાતી નથી એટલું જ નહીં પણ એ ખૂબજ આસ્વાદ્ય બની જાય છે. પણ હરણ કરેલી ઉક્તિઓનું હરણ તો હરણ કરતાંય વધુ નિંદ્ય છે. એ તો ચોરેલી વસ્તુ ચોરવા સમાન છે. ક્ષેમેન્દ્રનો મત રાજશેખરની જેમ ક્ષેમેન્દ્ર(ઇ.સ.નું અગિયારમું શતક) પણ પોતાના કવિશિક્ષાગ્રંથ “કવિકંઠાભરણીના બીજા સંધિમાં છાયોપજીવન કે અર્થાવલંબન તથા પદ-પાદાદિગત શબ્દાવલંબન વિશે, સ્વતંત્ર વિચારો રજૂ કરે છે. બીજા સંધિનો આરંભ કરતાં જ ક્ષેમેન્દ્ર લખે છેઃ છીયો ગીવી પરોપજીવી પોપનીની તોપગીવી મવથ પ્રવિત્વનીવી ચોષતો વા મૂવનોપની વ્યઃા (ક.ક. ૨.૧) અર્થાત્ “(૧) બીજા કવિના અર્થની છાયા પર અવલંબન કરનાર (૨) એના શબ્દ(પદ) પર અવલંબન કરનાર અથવા (૩) એના ચરણ(પાદ) પર ૮૪
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy