SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેક' વ્યાખ્યામાં અનુકરણના વિવિધ પ્રકારોનું વિવરણ અર્થની છાયાનું અવલંબન, કેટલાક કિસ્સાઓમાં પ્રતિબિંબની ઢબે, કેટલાક કિસ્સાઓમાં ચિત્રની ઢબે, થોડાઘણા કિસ્સાઓમાં બે વ્યક્તિઓ એક બીજા જેવી લાગે તેવી રીતે અને બીજા કિસ્સાઓમાં બીજાના નગર(શરીર)માં પ્રવેશ કરવાની ઢબે થાય છે. “કાવ્યમીમાંસાના બારમા અધ્યાયમાં, રાજશેખરે છાયોપજીવનના આ ચારેય પ્રકારોની વ્યાખ્યાઓ તથા ઉદાહરણો આપ્યાં છે. તેમને, શ્રી હેમચંદ્રચાર્યે, પોતાની રીતે ‘વિવેક'માં પ્રસ્તુત કર્યા છે. ' “છાયાનુકરણ'ના ચાર પ્રકારોનાં નામ - પ્રતિબિંબકલ્પના. આલેખ્યપ્રખ્યતા, તુલ્યદેહિતુભ્યતા અને પરપુરપ્રવેશપ્રતિમા આપ્યાં છે. તેથી શ્રી હેમચંદ્રચાર્ય વિવેક'માં, પ્રથમ, છાયાનું ઉપજીવન કે અનુકરણ, કેટલીકવાર પ્રતિબિંબની માફક (પ્રતિબિંબતુલ્યતયા) હોય છે એમ કહીને, પછી, મૂળ કાવ્યનો શ્લોક ઉદા. ૩૩માં રજૂ કરે છે અને એના અર્થની છાયાનો પ્રતિબિંબની માફક જે બીજા કાવ્યમાં ઉપયોગ થયો છે તે ઉદા. ૩૪માં રજૂ કરે છે. આમ કર્યા પછી, કાવ્યમીમાંસા' (અ. ૧૨)માં પ્રતિબિંબકલ્પનાની જે વ્યાખ્યા આપેલી છે તે અવતરણ(૬)માં રજૂ કરે છે. આમ આલેખ્યપ્રખ્ય, તુલ્યદેડિતુલ્ય તથા પરપુર પ્રવેશ દશ એ પ્રકારનું પણ પ્રથમ બે શ્લોકો આપી, પછી કાવ્યમીમાંસા'(૧૨) મુજબ વ્યાખ્યા આપી, વિવરણ કરવામાં આવ્યું છે. પણ કાવ્યમીમાંસા'માં નિરૂપણ ક્રમ જુદો છે. અધ્યાય બારમાં અર્થ કે વિષયવસ્તુના ૧. અન્યયોનિ, ૨. નિલૂતયોનિ તથા ૩. અયોનિ એવા ત્રણ પ્રકારો પાડીને, પ્રથમ, અન્યયોનિપ્રકારના પ્રતિબિંબકલ્પ અને ૨. આલેખ્યપ્રખ્ય એવા બે ભેદ અને બીજા, નિલ્તયોનિ પ્રકારના ૧. તુલ્યદેડિતુલ્ય અને ૨.૫રપુરપ્રવેશદશ એવા બે ભેદ પાડી, અર્થહરણના કુલ ચાર ભેદ દર્શાવ્યા છે. જ્યારે અર્થનો ત્રીજો, “અયોનિ પ્રકાર તો મૌલિક તથા એકાદત હોવાથી, સ્વાભાવિક રીતે જ, તેનો અર્થહરણની ચર્ચામાં સમાવેશ કર્યો નથી. આમ અર્થના પાંચ પ્રકાર દર્શાવીને પછી, રાજશેખરે, અર્થહરણના પ્રતિબિંબકલ્પ, આલેખ્યપ્રખ્ય, તુલ્યદેડિતુલ્ય ને પરપુરપ્રવેશસદશ એ ચારેય પ્રકારોની એક પછી એક વ્યાખ્યા આપીને, દરેક કિસ્સામાં અનુકરણ કેવી રીતે થયું છે તે દર્શાવવા પ્રથમ મૂળ કાવ્યનો શ્લોક અને પછી એ શ્લોકના અર્થની છાયાનો પ્રતિબિંબની જેમ, ચિત્રની જેમ, બે જીવાત્મા સરખા હોય તેમ અને બીજાના નગર (શરીરમાં) પ્રવેશ કરવાની ઢબે જે બીજા કાવ્યમાં ઉપયોગ થયો છે તે શ્લોક-એમ દરેક પ્રકારની ૭૭
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy