________________
વ્યાખ્યા પછી બે-બે ઉદાહરણ શ્લોક રજૂ કર્યા છે. આમ, છાયાનુકરણના ચારેચાર પ્રકારોનો અર્થ સ્પષ્ટ થઈ ગયા પછી, રાજશેખરે, એ ચાર અર્થ-પ્રકારોના બત્રીસ પેટા પ્રકારો પાડ્યા છે. પછી, ચાર પરાવલંબી અને પાંચમા મૌલિક અર્થના આધારે પાંચ પ્રકારના કવિ દર્શાવ્યા છે ભ્રામક, ચુમ્બક, કર્ષક અને દ્રવક એ ચાર લૌકિક કવિ છે; જ્યારે પાંચમો, મૌલિક કવિ, ચિંતામણિ છે. આ છેલ્લા ચિંતામણિ કવિનો અર્થ “અયોનિ” કે “મૌલિક છે. આ અયોનિ અર્થ ત્રણ પ્રકારનો છેઃ લૌકિક, અલૌકિક અને મિશ્ર. આ ત્રણેયનાં ઉદાહરણો આપ્યા પછી, રાજશેખરે, અર્થહરણના પ્રતિબિંબ વગેરે ચાર પ્રકારોની-પ્રત્યેકના આઠ પેટા પ્રકાર પ્રમાણે બત્રીસ પ્રકારોની વ્યાખ્યા કરી, દરેકનાં બે-બે ઉદાહરણો, નિદર્શનાર્થે, રજૂ કર્યા છે. “કાવ્યમીમાંસા'(અ. ૧૧, ૧૨, ૧૩)માં અર્થના પ્રકારો, હરણના પ્રકારો વગેરે સમજાવવા ઉપરાંત, “હરણ'ના ઔચિત્યઅનૌચિત્ય અંગે તથા હરણના વિવિધ પ્રકારોમાંથી ક્યા પ્રકારો ગ્રાહ્ય છે, ક્યા ત્યાજ્ય છે તે દર્શાવવા માટે રાજશેખરે વિવિઘ મંતવ્યો તથા દષ્ટિબિંદુઓ રજૂ કર્યા છે અને એકંદરે હરણના પ્રશ્નનું શાસ્ત્રીય વિવરણ કર્યું છે. અર્થની છાયાનું અનુકરણ અથવા “અર્થહરણ'
બીજાના કાવ્યના અર્થનું પ્રતિબિંબની માફક અવલંબન કરવાના અર્થહરણના પ્રથમ ભેદની રાજશેખરે(કા. મીઅં. ૧૨) વ્યાખ્યા આપી છે તે વિવેકમાં અવતરણ-(૬)રૂપે પ્રસ્તુત થઈ છે. આ વ્યાખ્યા મુજબ “જે કાવ્યમાં બીજા કવિનો અર્થ, લગભગ પૂરેપૂરો જાળવીને, માત્ર વાક્યરચના બદલી નાખી હોય અને બંને કાવ્યોમાં તાત્ત્વિક ભેદ કંઈ જ ન હોય તો એવું કાવ્ય, પ્રતિબિંબ હોવાથી, સ્વતંત્ર કાવ્ય જ નથી ગણાતું. આ ‘પ્રતિબિંબકલ્પ અનુકરણ પ્રકારને રાજશેખરે ત્યાજ્ય ગણ્યો છે. પ્રતિબિંબકલ્પના આઠ પેટા ભેદોનું નિરૂપણ પૂરું કર્યા પછી “કાવ્યમીમાંસાના બારમા અધ્યાયના અંતે રાજશેખર સ્પષ્ટ કહે છે કે- “સાડયું
વેરવિયી સર્વથા પ્રતિવિમ્બવઃ પરિણીયઃ એટલે કે પ્રતિબિંબકલ્પ નામનો છાયાનુકરણનો પ્રથમ પ્રકાર, કવિને અકવિ કરાવનારો તથા હાસ્યાસ્પદ બનાવનારો પ્રકાર છે. તેથી તેનો સર્વથા ત્યાગ કરવો જરૂરી છે. કેમકે, કોઈ એક કૃતિમાંથી લીધેલો અર્થ બીજી કૃતિમાં જુદો ગણવામાં આવતો નથી.અર્થાત્ એ અર્થ મૂળ કવિનો જ મનાય છે, અનુકરણકર્તાનો નહીં, જેમ દર્પણમાં પ્રતિબિંબત થયેલું આપણું શરીર આપણાથી અલગ મનાતું નથી તેમ.આનંદવર્ધને પણ પ્રતિબિંબકલ્પ સંવાદને ત્યાજય ગણ્યો છે કેમકે એમાં કશી નવીનતા નથી.