________________
જ્યારે અન્યચ્છાયયોનિ અર્થને બીજા કાવ્યના અર્થરૂપી મૂળમાંથી ઉત્પન્ન થતો છાયાનુકરણરૂપ અર્થ ગણ્યો છે.“ વામનનો આ બીજા પ્રકારનો ‘અન્યચ્છાયયોનિ’ અર્થ, કાવ્યમાં ઉપજીવન, અવલંબન કે હરણનો, પહેલી જ વાર, અછડતો નિર્દેશ કરે છે. વામને બંને અર્થોના ત્રણ ત્રણ ભેદ પાડયા છે(કા.અ.સૂ.૩.૨.૯-૧૦).
રાજશેખરે વામનના ‘અન્યચ્છાયયોનિ' અર્થના બે પ્રકાર કલ્પ્યા છે - ૧. અન્યયોનિ અને ૨. નિવ્રુતયોનિ અને તેમના, ઉપર પ્રમાણે, પ્રતિબિંબાદિ ચાર પ્રકારો પાડયા છે અને તેમનું બે અધ્યાયો(૧૨-૧૩)માં નિરૂપણ કર્યું છે.
વામનની પછી, પણ રાજશેખરની પહેલાં, નવમા શતકના મધ્યભાગમાં, આનંદવર્ધને, તેમના શકવર્તી ગ્રંથ ‘ધ્વન્યાલોક'ના ચોથા અને છેલ્લા ઉદ્યોતમાં, બે કવિઓની કૃતિઓમાં જોવા મળતા સામ્ય કે સાદશ્યને સંવાદ સંજ્ઞાથી ઓળખાવીને, કારિકા ૧૦-૧૭માં, મૌલિકતા તથા અવલંબનના પ્રશ્ને મહત્ત્વની ચર્ચા કરી છે અને હરણના પ્રશ્નને નવા પરિપેક્ષ્યમાં મૂક્યો છે. આનંદવર્ધનના મતે કાવ્યનો વિષયસમૂહ કે અર્થ અખૂટ છે; છતાં, મોટા કવિઓનાં કાવ્યોમાં, કવિમિજાજ અને પ્રતિભાના સામ્યના કારણે, ઘણા સંવાદો કે સામ્યો જોવા મળે છે. પણ આવા બધા જ કિસ્સાઓમાં જ્ઞાનીપુરુષોએ, અર્થ એકનો એક જ છે કે અર્થનું હરણ થયું છે એમ ન માનવું.
૧૬
સંવાદઃ વિભાવના અને પ્રકાર
આનંદવર્ધનના મતે સંવાદ એટલે અન્યસાદશ્ય. સંવાદ કાવ્યના અર્થ, કહેતાં, વિષય અંગે હોય છે; જે, બે કવિઓનાં કાવ્યોમાં, વસ્તુના સાદશ્યરૂપે જોઈ શકાય છે. આ સાદશ્યરૂપ સંવાદ, વસ્તુના ૧. પ્રતિબિંબની માફક ૨. ચિત્રની માફક અથવા 3. બે વ્યકિતઓ વચ્ચેના સાદશ્યની માફક હોઈ શકે છે: સંવાવો ह्यन्यसादश्यं तत्पुनः प्रतिबिम्बवत् । आलेखाकारवत्तुल्यदेहिवच्च शरीरिणाम् (. આ. ૪. ૧૨).
આ રીતે, વિષયવસ્તુ કે અર્થનું સામ્ય ત્રણ પ્રકારનું હોય છે. આ ત્રણ પ્રકારોમાંથી, સારા કવિએ, ‘પ્રતિબિંબવત્’ એ પ્રથમ સાદશ્ય પ્રકારને ત્યજવો જોઈએ, કેમકે, એમાં શબ્દ કે વિચારની મૌલિકતા નથી. બીજા પ્રકારનું સાદશ્ય, ‘આલેખ્યાકારવત્’ પણ ટાળવું જોઈએ; કારણકે, એનો વેશ બીજો છે તો પણ તે તુચ્છાત્મ છે. પણ ત્રીજા પ્રકારનું સાદશ્ય-‘તુલ્યદેહિવત્’-ત્યજવું નહીં. કેમકે, આ પ્રકારના સંવાદમાં, બે કાવ્યોનાં વિષયવસ્તુ મળતાં છે છતાં તેમની શૈલી તથા
૭૫