SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ દરમ્ | અર્થાત્ બીજાનાં કાવ્યોમાં પ્રયોજાયેલા શબ્દો તથા અર્થોનો પોતાની રચનામાં ઉપયોગ કરવો એ હરણ કહેવાય.” આવું હરણ બે પ્રકારનું છે : ૧. પરિત્યાય અને ૨. સ્વીકાર્ય. હરણના બે મુખ્ય ભેદ છેઃ ૧. શબ્દહરણ અને ૨. અર્થહરણ. શબ્દહરણના પાંચ ભેદ છે : પદ-હરણ, પાદ-હરણ, અર્ધ-હરણ, વૃત્તહરણ અને પ્રબંધકરણ. શબ્દહરણની સોદાહરણ ચર્ચા “કાવ્યમીમાંસા'ના અગિયારમા અધ્યાયમાં કરવામાં આવી છે કે જ્યારે બારમા તથા તેરમા અધ્યાયમાં, અર્થહરણની વિસ્તૃત ચર્ચા પ્રસ્તુત થઈ છે. બંને પ્રકારના હરણનાં ઔચિત્ય તથા ઉપદેયતાની ચર્ચા પણ જુદા જુદા વિચારકોનાં મંતવ્યો ટાંકીને, સમીક્ષાત્મક દૃષ્ટિથી, કરવામાં આવી છે. અર્થહરણઃ વ્યાખ્યા અને વિવરણ સાહિત્યમાં વિષયવસ્તુ કે અર્થ ત્રણ પ્રકારની હોય છે ૧. અન્યયોનિ ૨. નિવ્રુતયોનિ અને ૩. અયોનિ અન્યયોનિ અર્થને ઉત્પન્ન કરનાર બીજો કવિ હોય છે. નિષ્ણુતયોનિ અર્થની ઉત્પત્તિ અંગે ચોક્કસ ખ્યાલ નથી આવતો કે એનો ઉત્પાદક કોણ છે પણ અયોનિ અર્થનો આવિર્ભાવ તે કવિ પોતે જ કરે છે. અન્યયોનિ અર્થના બે પ્રકાર છેઃ ૧. પ્રતિબિંબકલ્પ અને ૨. આલેખ્યપ્રખ્ય નિહ્તયોનિ અર્થના પણ બે પ્રકાર છે : ૧. તુલ્યદેહિતુલ્ય અને ૨. પરપુરપ્રવેશસદશ. અયોનિ અર્થ મૌલિક હોઈ, તે એક જ પ્રકારનો છે. આમ અર્થ પાંચ પ્રકારનો છે. પણ, કેમકે અયોનિ અર્થ સ્વતંત્ર, મૌલિક અને એકાદત છે, તેથી, હરણ એટલે કે અનુકરણના પ્રશ્નની ચર્ચામાં એનો સમાવેશ ન જ હોય. આથી અર્થહરણના ૧. પ્રતિબિંબકલ્પ ૨. આલેખ્યપ્રખ્ય ૩. તુલ્યદેડિતુલ્ય અને ૪. પરપુરપ્રવેશ એ ચાર પ્રકારોની જ ચર્ચા રાજશેખરે કરી છે. અહીં નોંધવું જોઈએ કે, પ્રાચીન અલંકારિક વામને(ઈ.સ.૮૦0) પોતાના કાવ્યલંકારસૂત્રવૃત્તિ' ગ્રંથ(૩. ૨. ૮)માં, સૌથી પહેલી વખત, અર્થનું ૧.અયોનિ અને ૨. અન્યચ્છાયયોનિ એવા બે પ્રકારોમાં વિભાજન કર્યું છે. અને, એમણે, અયોનિ અર્થને કવિત્વના મૂળરૂપ પ્રતિભાથી ઉત્પન્ન થતો મૌલિક અર્થ ગણ્યો છે ૭૪
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy