SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ છાયાનુકરણ'ના ચાર પ્રકારો શ્રી હેમચન્દ્રચાર્યે દસમા સૂત્રની અંદર “છાયાદિ તેમજ “ઉપજીવનાદિ એ બે સંજ્ઞાઓનો માત્ર નામનિર્દેશ કર્યો છે; જ્યારે “વૃત્તિ'માં છાયાનુકરણના ચાર પ્રકારોની તથા અન્ય અવલંબન પ્રકારોની સ્પષ્ટતા કરી છે. પણ, કવિસમયના ત્રણ પ્રકારો વિશે ‘વૃત્તિમાં જેટલી વિગતવાર વાત કરી છે તેટલી છાયાનુકરણ” વિશે કરી નથી. કેમકે, છાયાનુકરણ તથા અવલંબનાદિ અન્ય શિક્ષાપ્રકારોની વિસ્તૃત ચર્ચા વિવેકીમાં કરવાનો ગ્રંથકારનો ઉપક્રમ છે. સૂત્રમાંના છાયા અને ઉપજીવન એ બે ચાવીરૂપ શબ્દોનો અર્થ બરાબર સ્પષ્ટ થાય અને અવલંબનાદિ શિક્ષાપ્રકારોનો વાચકને બરાબર ખ્યાલ આવે તે માટે ‘વિવેક'માં પૂરક માહિતી આપવામાં આવી છે. વૃત્તિમાં છવાયા: એ પદ પર ટિપ્પણ કરતાં આચાર્યશ્રી કહે છે કે “છાયા” એટલે “અર્થની છાયા' અને છાયાઃ' એટલે “અર્થની છાયાનું.” “ઉપજીવન' એટલે કે “અવલંબન,” અનુકરણ”. આમ છાયાએ અગાઉના કવિઓનાં કાવ્યોના અર્થ સાથે મળતાપણું કે સંવાદ છે. અને તેનું “ઉપજીવન” એટલે અગાઉના કવિઓની રચનાઓના અર્થનો આશ્રય લઈને રચના કરવી તે. આમ છાયાનુકરણ ચાર પ્રકારે થઈ શકે - ૧ પ્રતિબિંબની માફક, ર મિત્રની માફક, 3 બે જીવાત્મા સરખા હોય તેવી રીતે, અને ૪ બીજાના પુર(નગર, શરીર) માં પ્રવેશ કરવાની ઢબે. અભ્યાસ, શિક્ષા અને હરણ' અવલંબન, અનુકરણ કે, રાજશેખર કહે તેમ, “હરણ” એ અભ્યાસ(સૂ.૯)ના ભાગરૂપે કવિઓને અપાતી તાલીમને સ્પર્શતી બાબત છે. રાજશેખરે પોતાના પ્રસિદ્ધ ગ્રંથ “કાવ્યમીમાંસા'ના અધ્યાય અગિયાર, બાર તથા તેરની અંદર, શબ્દ તથા અર્થના “હરણ'ની ખૂબજ વિસ્તારથી ચર્ચા-સમીક્ષા કરી છે. એટલે, શ્રી હેમચંદ્રચાર્ય “કાવ્યમીમાંસાની અધિકૃત, શાસ્ત્રીય માહિતીની મદદ લઈને, ‘વિવેક' વ્યાખ્યામાં, પ્રથમ છાયાનુકરણના ચાર પ્રકારોની અને પછી અન્ય અવલંબન પ્રકારની તથા ‘સમસ્યાપૂર્તિ વગેરે શિક્ષાપ્રકારની સમજૂતી આપે છે. • રાજશેખરે “કાવ્યમીમાંસા'માં કરેલું “શબ્દાર્થહરણ'નું નિરૂપણ રાજશેખરે કાવ્યમીમાંસા ના અગિયારમા અધ્યાયમાં, અનુકરણ માટે હરણ” સંજ્ઞા યોજીને, એની વ્યાખ્યા આપી છેઃ પરyયુયો: શબ્દાર્થપનિબન્યો
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy