SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યમાં અનુકરણ કે અવલંબન શું છે? અવલંબન, ઉપજીવન, અનુકરણ કે “હરણ” એ શિક્ષાનું બીજું પાસું છે. દસમા સૂત્રમાં, શ્રી હેમચંન્દ્રયા, શિક્ષાના ચોથા પ્રકાર તરીકે, છાયા વગેરેની માફક, બીજા કવિઓનાં કાવ્યોનાં ભાવ, ભાષા આદિનું અનુકરણ કે અવલંબન કરવાની બાબતનો ઉલ્લેખ કર્યો છે; અને “વૃત્તિ'માં છાયાનુકરણના ૧. પ્રતિબિંબકલ્પના ૨. આલેખ્યપ્રખતા ૩. તુલ્યદેહિલ્યતા તથા ૪. પરપુરપ્રવેશપ્રતિમા એ ચાર પ્રકારો ગણાવી, બીજા કવિનાં પદ, પાદ, ઉક્તિ વગેરે લેવાથી થતા અનુકરણનો તથા સમસ્યાપૂર્તિ વગેરે અન્ય પ્રચલિત મનોરંજનાત્મક શિક્ષા પ્રકારોનો નિર્દેશ કર્યો છે. પણ આ બધાની વિસ્તૃત, સોદાહરણ ચર્ચા “વૃત્તિ'માં કરી નથી. આ ઊણપ પૂરી કરવા માટે, આચાર્યશ્રીએ સ્વપજ્ઞ વિવેક વ્યાખ્યામાં, પૃ.૧૪ થી ૨૦ ની અંદર, અનુકરણ અંગેની સંપૂર્ણ માહિતી પૂરી પાડી છે. કવિસમયનો પરિચય કેળવવા માટે કવિને પ્રચીન કાવ્યોનો અભ્યાસ કરવો પડે તે સ્વાભાવિક છે. “વિવેક' (પૃ. ૨૦)માં, મેગ્નકૃત કવિકંઠાભરણ' (૨.૩)ને અનુસરીને, શ્રી હેમચંદ્રાચાર્યે, “મહાકાવ્યર્થચર્વણા'તથા “પરકૃતકાવ્યપાઠ આદિ શિક્ષાપ્રકારોનો અભ્યાસક્રમ. નવા કવિઓ માટે, સુચવ્યો પણ છે. સાહિત્યિક અનુશીલનથી જ કવિને, વિશિષ્ટ કવિસમયનો પોતાની રચનાઓમાં ઉચિત પ્રયોગ કરવાની, સૂઝસમજ આવી શકે. પણ પોતાના પૂર્વસૂરિઓનાં પ્રસિદ્ધ કાવ્યોનું કાળજીપૂર્વક પરિશીલન કરનાર નવો કવિ, એ પ્રાચીન કૃતિઓથી પ્રભાવિત થયા વિના રહી શકે નહીં. એટલે સભાન રીતે કે અજાણતાં, નવો કવિ, પૂર્વસૂરિઓનાં કવ્યોનાં સ્વરૂપ, શૈલી, ભાવ, ઊર્મિ, શબ્દો, શબ્દગુચ્છ, પંક્તિઓ વગેરેનું અલંબન કે અનુકરણ કરે છે. આ અવલંબન કે અનુકરણની કળા, નવા કવિઓને માટે તૈયાર થતા કવિશિક્ષાના ગ્રંથોમાં શિક્ષાના એક પ્રકાર તરીકે સ્થાન પામી છે અને નવો કવિ આ અવલંબનકળા હસ્તગત કરે તેવી અપેક્ષા રાખવામાં આવી છે. શ્રી હેમચંદ્રચાર્યે પણ, પોતાના ત્રિસ્તરીય ગ્રંથ “કાવ્યાનુશાસનમાં ઉપજીવન અર્થાત્ અવલંબન, અનુકરણ કે હરણ'ના વિષયની વિસ્તારથી માવજત કરી છે અને ચર્ચાને સર્વગ્રાહી તથા પ્રમાણભૂત બનાવવા માટે તેમણે પેતાના પુરોગામી ગ્રંથકારોના ગ્રંથોનો-ખાસ કરીને રાજશેખર(દસમા શતકનું પ્રથમ ચરણ)કૃત કાવ્યમીમાંસા' (અધ્યાય ૧૧,૧૨,૧૩) એ ગ્રંથનો તથા સેમેન્દ્ર(ઇ.સ. ૧૦૦૦-૧૦૭૦)કૃત કવિકંઠાભરણ (સંધિ-૨)નો-લાભદાયી રીતે ઉપયોગ કર્યો છે. ૭૨
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy