SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ખીચોખીચ બની ગઈ. અહીં સ્ત્રીઓની આંખોને નીલકમલ સાથે સમાન ગણવાથી આંખોની યામતા સ્પષ્ટ બને છે. આંખોની કૃષ્ણતાનું ઉદાહરણ મેઘદૂત' (૧.૧ ૭)માંથી ઉદા. શ્લો. ૧૨૧માં રજૂ થયું છે. એમાં વેશ્યાઓના દૃષ્ટિપાતોને ભમરાઓની હારમાળા સાથે સરખાવ્યા છે. આથી આંખની ભમરા જેવી કાળાશ પાઠકને પ્રતીત થાય છે. આંખની મિશ્રવર્ણતા દર્શાવતો શ્લોક પણ મેઘદૂત'(૧.૧૭)નો છે. તેમાં દશપુરની સ્ત્રીઓની ઉત્સુક્તાભરી કાળી આંખોને, ફેંકેલાં કુંદ ફૂલોની પાછળ ભમતા ભમરા જેવી, શબલતાવાળી આલેખીને, કવિએ, નેત્રોની મિશ્રવર્ણતા દર્શાવી છે જે કવિરૂઢિને અનુરૂપ છે. વૃત્તિમાં ઉલ્લેખ પામેલો પરચુરણ વિષયનો બીજો કવિસંકેત છે અનંતકાળથી જન્મેલો હોવા છતાં પણ શિવજીના મસ્તક પરનો ચંન્દ્ર, હમેશાં, “બાલચંન્દ્ર જ કહેવાય છે. આનું ઉદાહરણ, શ્લોક(૧૨૩)માં રજૂ થયું છે. આ જ શ્લોક, આ જ વિષયના (બાલચંન્દ્રના) સંદર્ભમાં, “કાવ્યમીમાંસા'ના સોળમા અધ્યાયમાં સ્વર્ગ્યુ કવિસમયના ઉદાહરણ તરીકે રજૂ થયો છે. શ્લોકમાં, પાર્વતીના દર્પણની શોભા ધારણ કરતા, શિવજીની જટામાં રહેલા ચંદ્રને, “બાલેન્દુખંડ કહીને વર્ણવ્યો છે. વૃત્તિમાં પરચુરણ વિષયોનો ત્રીજો અને છેલ્લો દાખલો છે કામદેવના મૂર્તત્વ તથા અમૂર્તત્વને લગતો. આ કવિસમય ખૂબ જ રસપ્રદ છે. કેમકે પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં કવિઓએ, કામદેવને શરીરવાળો તથા “અનંગ” એટલે કે અંગરહિત એમ બે સ્વરૂપે વર્ણવ્યો છે. વિવેકમાં, ગ્લો. ૧૨૪માં, કામદેવના મૂર્તત્વનું ઉદાહરણ છે. એમાં ચમત્કૃતિપૂર્ણ રીતે કામદેવને પોતાની પ્રિયતમા રતિના હાથ પર હાથ મૂકતો દર્શાવ્યો છે. કામદેવ શરીરવાળો હોય તો જ તે પોતાનો હાથ પ્રિયતમાના હાથને અડકાડી શકે. બીજા એક શ્લોક(૧૨૫)માં, કામદેવને સુંદર સ્ત્રીઓનાં નેત્રોના ખૂણાઓમાં અર્થાત્ તિરછી નજરોમાં વસતો અનંગ(શરીરહીન) કહ્યો છે. આ અમૂર્ત કામદેવનું પુષ્પો ધનુષ્ય છે; ગુંજન કરતા ભમરા પણછ છે; મન એ નિશાન છે; સ્ત્રીઓ ધ્યેય છે; શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ પાંચ જ બાણ છે અને આટલાં ઓછાં સાધનોથી એ ત્રણેય લોકને જીતી લે છે. આ કામદેવ, જે મૂર્ત તથા અમૂર્ત છે, તેના, વર્ણન સાથે, વિવેકમાં શરૂ કરેલી કવિસમયની ચર્ચા સમાપ્ત થાય છે. આમ, સૂત્ર દસમાં ગણાવેલા, પ્રથમ ત્રણ શિક્ષાપ્રકારોનું, અર્થાત્ કવિસમયનું, ગ્રંથકારે, સર્વગ્રાહી નિરૂપણ કર્યું છે.
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy